બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona cases have increased in Gujarat

સાચવજો / 24 કલાકમાં 24 પોઝિટિવ કેસ: વધતા સંક્રમણ વચ્ચે જાણો ગુજરાતમાં કેવી છે કોરોનાની સ્થિતિ

Vishal Khamar

Last Updated: 08:15 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 24 કેસ નોંધાયા છે. જેથી ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 79 પહોંચી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવા સૂચન કર્યું હોવા છતાં પણ લોકોની બેદકારી સામે આવી રહી છે. આગામી સમયમાં કોરોનાનાં કેસનો આંકડો વધે તો નવાઈ નહી.

  • ગુજરાતમાં કોરોનાંનાં કેસમાં ફરી ઉછાળો
  • 24 કલાકમાં કોરોનાંનાં 24 નવા કેસ નોધાયા
  • સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાતા લોકોમાં ફફડાટ

ગુજરાતમાં ફરી કોરોનાંનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.  દસ દિવસ અગાઉ ગુજરાતમાં માંડ 23 એક્ટિવ કેસ હતા. રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 24 કેસ નોધાયા છે. જેમાં મોટા ભાગનાં કેસ અમદાવાદનાં છે. હવે ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 79 થવા પામી છે. જેમાં રાજ્યમાં 11 દર્દીઓ સાજા થતા તેઓ કોરોનાં મુક્ત થયા હતા. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી. 

ગુજરાતમાં નવા વેરિએન્ટ JN.1 vex 40 કેસ નોંધાયા
અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1 નાં ગુજરાતમાં 40 કેસ નોંધાવા પામ્યા છે.  તબીબોનાં જણાવ્યા અનુસાર સરકાર હોસ્પિટલમાં કોવિડનાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે. ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીવાળા દર્દીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ટીબીનાં રોગની સારવાર ચાલી રહેલ વૃદ્ધાનું અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. 

Tag | VTV Gujarati

અમદાવાદમાં રવિવારે એક જ દિવસમાં 21 કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાંનાં આંકડાઓમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં કોરોનાંનાં 21 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ફરી કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.  શહેરનાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાહ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરા વિસ્તામાં એક કેસ નોંધાવવા પામ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. હાલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે.  તો 59 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. 

વાંચવા જેવુંઃ અમદાવાદીઓ એલર્ટ! બિલ્લી પગે ઘાત લગાવીને ફરી ઉભો થયો કોરોના, આ વિસ્તારોમાં કોવિડ એક્ટિવ

8 દર્દીઓની ટ્રાવેલીંગ હિસ્ટ્રી અન્ય રાજ્યો તેમજ વિદેશથી પરત આવ્યાનો ખુલાસો
વર્ષનાં છેલ્લા દિવસે અમદાવાદ શહેરમાં કોરોનાનાં 21 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું તો બીજી તરફ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે 21 કેસમાં 15 પુરૂષ જ્યારે 6 મહિલા દર્દીઓ નોંધાયા છે. 8 દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે. જેમાં તેઓ મુંબઈ, કેરળ, કેનેડા, USA થી પરત આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. હાલ અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ છે. જેમાં 11 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. તેમજ 1 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ