બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Corona case and Omicron case in Gujarat 04-02-2022

ગો...કોરોના..ગો! / ગુજરાતમાં ત્રીજી લહેર હળવી પડી! આજે 6,097 નવા કેસ, આ જિલ્લામાં ગત 24 કલાકમાં નોંધાયો માત્ર 1 જ કેસ

Kavan

Last Updated: 07:32 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,49,394 નવા કેસ નોંધાયા, તો આજે ગુજરાતમાં 6,097 કેસ નોંધાયા છે. જે ગઈકાલની સરખામણીએ ઓછા છે.

  • ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો 
  • આજે 6,097 નવા કેસ 
  • 35 દર્દીઓના થયાં મૃત્યુ

ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 6,097 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,985 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 204 કેસ તો રાજકોટ શહેરમાં 237 કેસ, વડોદરા શહેરમાં 1,215 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 203 કેસ, ભાવનગર શહેરમાં 77 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 35 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 12,105 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 57,521 સુધી પહોંચી ગઈ છે.

જિલ્લા પ્રમાણે કોરોના કેસ..

આજે અમદાવાદમાં 1,325 કેસ, વડોદરામાં 1,512 કેસ, રાજકોટમાં 372 કેસ, ગાંધીનગરમાં 278 કેસ, સુરતમાં 358 કેસ, જામનગરમાં 86 કેસ, જુનાગઢમાં 21 કેસ, ભાવનગરમાં 97 કેસ, આઁણંદ 89,બનાસકાંઠા 88, પાટણ 60 કેસ, ખેડા 181, ભરૂચ 61, કચ્છ 151, સાબરકાંઠા 80 કેસ, નવસારી 58, મોરબી 79, વલસાડ 42  કેસ, સુરેન્દ્રનગર 14, પંચમહાલ 54, અમરેલી 18 કેસ, દાહોદ 28 કેસ, દ્વારકા 21 કેસ, અરવલ્લી 19 કેસ, ડાંગ 18 કેસ, મહીસાગર 13 કેસ, છોટા ઉદેપુર 14 કેસ, પોરંબદર 04 ગીરસોમનાથ 13  કેસ, નર્મદા 9 કેસ, બોટાદમાં 1 કેસ બહાર આવ્યા છે.

દેશમાં પણ ગઈકાલની સરખામણીમાં 13 ટકા કેસ ઘટયા

ભારતમાં આજે કોરોનાવાયરસના કેસો: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,49,394 કેસ નવા નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 13 ટકા કેસ ઓછા આવ્યા છે. ગઈકાલે 1,72, 433 કેસ આવ્યા હતા. દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે. 

એક્ટિવ કેસ ઘટીને 14,35,569 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 14,35,569 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 4 કરોડ 17 હજાર 88 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ