બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Conspiracy on social media, Rape on the pretext of play, Kidnapping-murder...: Save the innocent from 'Satan'! 3 cases in 5 days in Gujarat

ક્રાઈમ / સોશિયલ મીડિયાથી ષડયંત્ર, રમવાના બહાને રેપ, કિડનેપિંગ-મર્ડર...: માસૂમોને 'શેતાન'થી બચાવજો! ગુજરાતમાં 5 દિવસમાં 3 કેસ

Vishal Khamar

Last Updated: 06:00 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં તહેવાર દરમ્યાન અલગ અલગ અપહરણ, રેપ તેમજ હત્યાનાં બનાવ બનવા પામ્યા હતા. જેમાં સોશિયલ મીડિયા પર સગીરાને ફસાવી તેનું અપહરણ કરી આરોપીઓએ ખંડણી માંગી હતી. જ્યારે અન્ય એક બનાવમાં અમદાવાદમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ નરાધમ યુવકે તેની હત્યા કરી હતી. જ્યારે ગાંધીધામનાં લાકડાનાં વેપારીનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ યુવકની હત્યા કરી હતી. આ ઘટનાનાં 6 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

  • રાજ્યમાં ધીરે ધીરે ક્રાઈમનાં બનાવોમાં વધારો
  • તહેવાર દરમ્યાન અપહરણ, રેપ, હત્યાનાં બનાવો બન્યા
  • ગાંધીધામની ઘટનાનાં 6 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર
પોલીસે અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જ્યાં 14 વર્ષીય સગીરાને સ્નેપ ચેટ પર ફોસલાવીને અપહરણ કર્યા બાદ એક કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીઓને સુરત  રેન્જ અને નવસારી જિલ્લા પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. દસમી નવેમ્બરના રોજ ગણદેવીથી અપહરણ કરી દાહોદ રાજસ્થાન અને દિલ્હી થી યુપી લઈ જવામાં આવી હતી. જેમાં અપહરણકારોએ વોટ્સએપ કોલ કરી એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી. નવસારી જિલ્લા પોલીસે ખંડણીના ગુનામાં ગંભીરતાથી લઈને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કામગીરી કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ ટીમો બનાવી નવસારી પોલીસ અને રેન્જ આઈ.જી ની ટીમો મળી સમગ્ર ઘટનાક્રમમાં કામે લાગી હતી. જેમાં યુવતીની હત્યા ન થઈ જાય એના માટે  પોલીસે સાવધાનીથી કામગીરી કરી હતી અને અપહરણ કરો સાથે પરિવારને સતત વાતમાં રાખીને ટેકનિકલ સર્વેલન્સના આધારે લખનઉ હાઈવે પર આવેલા ટોલબુથ પરથી અપહરણકારોના સકંજામાંથી બાળાને છોડાવી પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. 

બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે હત્યા કરી

બાળકી સાથે દુષ્કર્મ બાદ નરાધમે હત્યા કરી
અમદાવાદના વટવામાં 7 વર્ષની બાળકીની દુષ્કર્મ કર્યા બાદ હત્યા કર્યાની ઘટના સામે આવી છે.. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. 7 વર્ષની બાળકી પર પાડોશમાં જ રહેતા 40 વર્ષીય ઉમાશંકર શાહ નામના નરાધમે દુષ્કર્મ આચરતા લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકી પાડોશમાં રમવા ગઈ ત્યારે નરાધમે 3 કલાક સુધી બાળકીને ગોંધી રાખી હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા આરોપીને માર માર્યો હતો જેને લઈ આરોપીને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.. વટવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારીનાં પુત્રનું અપહરણ કર્યા બાદ હત્યા

6 દિવસ બાદ પણ હત્યારાઓ સુધી પોલીસ પહોંચી શકી નથી
ગાંધીધામનાં લાકડાનાં વેપારીનાં પુત્રનું ચાર દિવસ પહેલા અપહરણ કરી અપહરણકર્તાઓ દ્વારા સવા કરોડ રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા. ત્યારે વેપારીને અપહરણકર્તાઓ દ્વારા 11 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઉદ્યોગપતિ દ્વારા અપહરણકર્તાઓને ખંડણી ન આપતા અપહરણકર્તાઓ દ્વારા વેપારીનાં પુત્રનુ કરપીણ હત્યા કરી લાશને દાટી દીધી હતી. ત્યારે અપહરણ થયાનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ