બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Congress, Rushikesh Patel attack on the Congress High Command over the resignation of MLAs

મોટું નિવેદન / 'કોંગ્રેસમાંથી અમે કોઇને નથી બોલાવતા, ત્યાં કેવળ રાજકારણ છે એટલે...', ધારાસભ્યોના રાજીનામા પર શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ

Dinesh

Last Updated: 11:21 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rushikesh Patel statement: ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કઈ બાકી રહ્યું જ નથી તેમજ ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે

  • ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલના કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહાર
  • કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કઈ બાકી રહ્યું જ નથીઃ ઋષિકેશ પટેલ
  • અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથીઃ ઋષિકેશ પટેલ


Rushikesh Patel statement: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામુ આપે તેવી એટકળો તેજ થઈ છે. ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકારા પ્રહાર કર્યા છે.

'ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે'
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કઈ બાકી રહ્યું જ નથી તેમજ ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહી પરંતુ રાજનીતિ ચાલે છે. તેમણે કહ્યું કે, અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, કોંગ્રેસના નેતાઓ તેમની રીતે જ ભાજપમાં આવે છે અને PM મોદીને કોંગ્રેસના નેતાઓનો પણ સમર્થન મળે છે

'26 માંથી 26 બેઠક ભાજપ જીતશે'
લોકસભાની ચૂંટણીને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે. અમે કોઈને બોલાવતા નથી. આ તો સતત ચાલતી પ્રોસેસ છે. કોંગ્રેસમાં નેતાઓ ગૂંગળાઈ રહ્યા છે રહ્યા છે તેમ પણ ઋષિકેશ પટેલ કહ્યું છે.

ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળવાની સંભાવના છે. તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ છે. ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપનો ગઢ ગણાતી ખંભાત વિધાનસભામાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યાં હતાં. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યાં હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ