ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress leaders organize dinner diplomacy after defeat in Gujarat assembly elections
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગરમાં ખાનગી ફાર્મમાં કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા. ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર મોટા નેતાઓની ડિનર ડિપ્લોમસીનું આયોજન કરાયું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ એક મંચ પર આવ્યા હતા.
ADVERTISEMENT

તમામ કોંગ્રેસના નેતા આવ્યા એક મંચ પર
ગાંધીનગરમાં ખાનગી ફાર્મમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, રામકિશન ઓઝા, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT

સંગઠન મજબૂત કરવા હાઈકમાન્ડની સૂચના
આ દરમિયાન તમામ નેતાઓએ જૂથવાદ ભૂલીને એકજૂથ થઇને લડવાનો સંકલ્પ કર્યો હતો. અવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું સંગઠન મજબૂત કરવા હાઇકમાન્ડે સ્પષ્ટ સૂચના આપી છે. પ્રભારી, સહપ્રભારીને 1 મહિનો ગુજરાત ન છોડવા હાઇકમાન્ડે સૂચના આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ