બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Congress leader Rahul Gandhi reached Europe amid G20, the MPs there also discussed the Manipur issue

યુરોપ પ્રવાસ / G20 ની વચ્ચે યુરોપ પહોંચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ત્યાંનાં સાંસદો મણિપુર મુદ્દે પણ થઈ ચર્ચા

Megha

Last Updated: 03:22 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે રાહુલ ગાંધીએ બ્રસેલ્સમાં યુરોપિયન સંસદના કેટલાક સભ્યો સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં મણિપુરના મુદ્દા વિશે પણ વાતચિત કરવામાં આવી હતી.

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યુરોપના વિવિધ ભાગોની મુલાકાત લેશે
  • આ સમયગાળા દરમિયાન ભારતમાં G20 સમિટનું આયોજન થવાનું છે
  • રાહુલ ગાંધીએ યુરોપિયન સંસદના કેટલાક સભ્યો સાથે બેઠક કરી 

Rahul Gandhi Europe Tour: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ યુરોપ પ્રવાસ પર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યુરોપના વિવિધ ભાગોની મુલાકાત લેશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન ભારતમાં G20 સમિટનું પણ આયોજન થવાનું છે. રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી 11 સપ્ટેમ્બર સુધીમાં ભારત પરત ફરશે અને પાંચ દિવસ સુધી યોજાનાર સંસદના વિશેષ સત્રમાં ભાગ લેશે. 

 પ્રથમ દિવસે 7 સપ્ટેમ્બરના રોજ, તેઓ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા હતા અને  અહેવાલ છે કે અને ગુરુવારે રાહુલ ગાંધીએ બ્રસેલ્સમાં યુરોપિયન સંસદના કેટલાક સભ્યો સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.  એક અહેવાલ અનુસાર એ બેઠકમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓમાંનો એક મણિપુરનો મુદ્દો પણ હતો. જણાવી દઈએ કે બે મહિના પહેલા મણિપુર હિંસા મુદ્દે યુરોપિયન સંસદમાં ચર્ચા થઈ હતી , જેના પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

7 સપ્ટેમ્બરે કોંગ્રેસે મીટિંગનો ફોટો શેર કર્યો હતો
7 સપ્ટેમ્બરે કોંગ્રેસે મીટિંગનો ફોટો શેર કર્યો હતો અને ટ્વીટ કરીને માહિતી આપી હતી, રાહુલ ગાંધીએ યુરોપિયન સંસદના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકમાં હાજરી આપી હતી. તેમાં સાંસદ અલ્વિના અલ્મેત્સા અને સંસદીય બજેટ, આબોહવા અને રોજગારના પોર્ટફોલિયોવાળા સાંસદ પિયર લારૌતુરો પણ હતા.  જો કે, બ્રસેલ્સમાં થયેલી ચર્ચા સંસદના સત્તાવાર દૈનિક કાર્યસૂચિમાં સામેલ ન હતી. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે બ્રસેલ્સમાં યુરોપિયન સાંસદો સાથે રાહુલ ગાંધીની બેઠક સફળ રહી હતી. 

પહેલા પણ મણિપુર હિંસા મુદ્દે યુરોપિયન સંસદમાં ચર્ચા થઈ હતી
હકીકતમાં, 12 જુલાઈના રોજ યુરોપિયન સંસદમાં મણિપુર હિંસા પર ચર્ચા થઈ હતી. યુરોપિયન સંસદમાં આઠમાંથી ઓછામાં ઓછા છ રાજકીય જૂથોએ દરખાસ્તો રજૂ કરી હતી. એક અહેવાલ મુજબ, ઠરાવમાં ભાજપના નેતાઓ પર દ્વેષપૂર્ણ ભાષણ અને કેન્દ્ર સરકાર પર વિભાજનકારી નીતિનો અમલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ, તેમણે AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ), UAPA, FCRA જેવા કાયદાના દુરુપયોગનો પણ આરોપ લગાવ્યો.

જ્યારે ચર્ચાનો મુદ્દો આવ્યો ત્યારે ભારતે પોતાનો વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું કે આ દેશનો આંતરિક મુદ્દો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ યુરોપિયન સંસદને એમના પોતાના આંતરિક મુદ્દાઓ પર સમયનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ