બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Congress From Jyotiraditya Jitin Prasad to Milind, Rahul Gandhi close ones are leaving one after another

વેરવિખેર.. / સિંધિયા, પ્રસાદ અને હવે મિલિન્દ: એક બાદ એક સાથ છોડી રહ્યા છે રાહુલ ગાંધીના જૂના સાથી

Pravin Joshi

Last Updated: 02:10 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019ની લોકસભા ચૂંટણી બાદ ઘણા મોટા નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. જેમાં કેપ્ટન અમરિંદર સિંહ, ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 2019ની લોકસભા ચૂંટણી બાદ ઘણા મોટા નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી 
  • કેપ્ટન અમરિંદર સિંહ, ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતા સામેલ
  • રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા લાગ્યો ફટકો
  • 55 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલા મોટા નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું

2019ની લોકસભા ચૂંટણી બાદ ઘણા મોટા નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. જેમાં કેપ્ટન અમરિંદર સિંહ, ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા મહારાષ્ટ્રમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 55 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલા રાજ્યના મોટા નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા રાજીનામાની માહિતી આપી હતી. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં ભંગાણના કારણે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે તાજેતરના સમયમાં કોંગ્રેસના અનેક મોટા નેતાઓએ પાર્ટી કેમ છોડી? આમાંના મોટાભાગના નેતાઓ રાહુલ ગાંધીની નજીક રહ્યા છે.

મિલિંદ દેવરાનું કોંગ્રેસમાંથી રાજીનામું: શિંદે જૂથવાળી શિવસેનામાં થઇ શકે છે  સામેલ, 55 વર્ષના સંબંધ એકઝાટકે ખતમ | Milind Deora's resignation from  Congress: Shinde ...

કેપ્ટન અમરિન્દર સિંહ 

નવેમ્બર 2021માં કોંગ્રેસના મોટા નેતાઓમાં સામેલ કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટી છોડી દીધી હતી. તેઓ પંજાબના મુખ્યપ્રધાન હતા પરંતુ નવેમ્બર 2021માં તેમણે પાર્ટી સાથે મતભેદ થતાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પંજાબ લોક કોંગ્રેસ નામની અલગ પાર્ટી બનાવી છે અને ભાજપ સાથે મળીને 2022ની વિધાનસભા ચૂંટણી લડી છે.

કોંગ્રેસને મોટો ઝટકો: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે અમિત શાહ  અને જેપી નડ્ડાને મળશે, ભાજપમાં જોડાય તેવી શક્યતા | Amarinder Singh likely  to ...

ગુલામ નબી આઝાદ 

ઈન્દિરા ગાંધીના યુગથી રાહુલ ગાંધીના યુગ સુધી કોંગ્રેસના મોટા નેતાઓમાં સામેલ ગુલામ નબી આઝાદે પણ ઓગસ્ટ 2022માં પાર્ટીને અલવિદા કહી દીધું હતું. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી આઝાદે ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના નામથી અલગ પાર્ટી બનાવી છે.

પાર્ટી છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર ઠીકરુ ફોડ્યું: PM મોદીના  કર્યા વખાણ, કહ્યું હું મોદીને ક્રૂર સમજતો હતો, પણ.. | ghulam nabi azad  after ...

આરપીએન સિંહ 

એ જ રીતે જાન્યુઆરી 2022માં આરપીએન સિંહે પણ કોંગ્રેસ છોડી દીધી હતી. સિંહ, જે ઝારખંડ અને છત્તીસગઢના પ્રભારી હતા, તેમણે બાદમાં ભાજપનું સભ્યપદ લીધું.

BIG BREAKING : RPN સિંહ ભાજપમાં થયા સામેલ, કોંગ્રેસમાંથી પોપ્યુલર ચહેરાનું  પલાયન I Ahead Of UP Polls, Congress's RPN Singh Moves To BJP, Says "New  Beginning"

કોંગ્રેસને અલવિદા કહેનારા અન્ય નેતાઓમાં જિતિન પ્રસાદે રાજીનામું આપ્યું અને જૂન 2021 માં ભાજપનું સભ્યપદ લીધું. સપ્ટેમ્બર 2021 માં, ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લુઇઝિન્હો ફ્લ્યુરીઓએ રાજીનામું આપ્યું અને TMCનું સભ્યપદ લીધું. મેઘાલયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, મુકુલ સંગમાએ પણ રાજીનામું આપ્યું અને નવેમ્બર 2021 માં TMCમાં જોડાયા. ફેબ્રુઆરી 2022 માં ચૂંટણી પહેલા અશ્વિની કુમાર જેઓ અગાઉ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે, તેમણે રાજીનામું આપ્યું. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રિપુન બોરાએ પણ એપ્રિલ 2022માં કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું.

શું જ્યોતિરાદિત્ય સિંધિયાની થશે 'ઘરવાપસી', કોંગ્રેસ નેતાના નિવેદનથી  રાજનીતિમાં મચી હલચલ | Will Jyotiraditya Scindia's 'homecoming', the  Congress leader's statement created a stir ...

જ્યોતિરાદિત્ય સિંધિયા

કોંગ્રેસના મજબૂત નેતાઓમાં સામેલ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ માર્ચ 2020માં પાર્ટી છોડી દીધી હતી. તેઓ ચાર વખત સાંસદ છે અને હાલમાં ભાજપ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે.

sushmita dev | VTV Gujarati

સુષ્મિતા દેવ 

ઓગસ્ટ 2021માં કોંગ્રેસ પ્રવક્તા સુષ્મિતા દેવે પણ પાર્ટી છોડી દીધી હતી. મૂળ બંગાળી સમુદાયમાંથી, સુષ્મિતા અને તેના પરિવારનો આસામ તેમજ ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં પ્રભાવ છે.

5 રાજ્યોમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર કપિલ સિબ્બલે ચિંતા વ્યક્ત કરતા  કહ્યુ કે, પાર્ટીએ... | kapil sibal expressed concern over poor performance  of congress in 5 states said ...

કપિલ સિબ્બલ

વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે, સુપ્રીમ કોર્ટના ઉગ્ર વકીલોમાંના એક, મે 2022 માં કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. કોંગ્રેસ સરકારમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સિબ્બલે તે સમયે રાજ્યસભાની ચૂંટણી માટે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી, જેને સમાજવાદી પાર્ટી (SP)નું સમર્થન મળ્યું હતું.

હાર્દિકે સરકારને આપી ચીમકી, 'ન્યાય નહી થાય તો ઉપવાસ પર ઉતરીશ' | congress- hardik-patel-tweet-against-bjp-gujarat-government

જ્યારે મે 2022માં પાટીદાર સમાજના અગ્રણી નેતા સુનીલ જાખડ અને હાર્દિક પટેલે પણ કોંગ્રેસ છોડી દીધી હતી. બાદમાં સુનિલ જાખર અને હાર્દિક પટેલે ભાજપનું સભ્યપદ લીધું હતું.

વધુ વાંચો : રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને બેવડો ફટકો, મિલિંદ દેવરા બાદ હવે આસામના આ મોટા નેતાએ આપ્યું રાજીનામું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ