બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / VTV વિશેષ / Congress-BTP leaders joined BJP in the name of development, why is the opposition losing morals?

મહામંથન / કોંગ્રેસ-BTPના નેતા વિકાસના નામે ભાજપમાં જોડાયા, કેમ વિપક્ષ નૈતિકતા ગુમાવી રહ્યો છે?

Dinesh

Last Updated: 10:24 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: BTPના અધ્યક્ષ અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિકાસના કાર્યો કરવા ભાજપમાં જોડાઈ ગયા છે અને પાલનપુરના જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ હવે વિકાસને પ્રેમ કરતા થઈ ગયા છે

અમને વિકાસ પસંદ છે.  આ વાત જનસામાન્ય તો કહેતો જ હશે પણ ચૂંટણી નજીક આવે અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો જ્યારે સિલસિલો શરૂ થાય ત્યારે પક્ષ છોડતા નેતાના મુખેથી વિકાસની રાજનીતિના ભરપૂર વખાણ સાંભળવા મળે. સરળ ભાષામાં કહીએ તો જે નેતા સત્તાપક્ષના વિકાસને વખોડતો હોય તે જ નેતા સત્તાપક્ષમાં જોડાય ત્યારે તેના જ વિકાસના ભરપેટ વખાણ કરવા લાગે. કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી ભાજપમાં જવાના ભરતીમેળામાં વધુ બે નેતા ઉમેરાયા. BTPના અધ્યક્ષ અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિકાસના કાર્યો કરવા ભાજપમાં જોડાઈ ગયા છે અને પાલનપુરના જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ હવે વિકાસને પ્રેમ કરતા થઈ ગયા છે અને ભાજપનો ખેસ પહેરી ચુક્યા છે. તાજેતરમાં જ જે કોઈ ટોચના નેતા ભાજપમાં જોડાયા તેમની પાસે કેટલાક મુદ્દા કોમન હતા. પહેલો મુદ્દો કે વિકાસના કામ સારી રીતે કરી શકાય અને દેશની પ્રગતિમાં નરેન્દ્ર મોદી સાથે ભાગીદાર બની શકાય, બીજો મુદ્દો રામમંદિરનો કોંગ્રેસે કરેલો વિરોધ ગમ્યો નહીં. હવે પહેલો મુદ્દો વિચારીએ કે વિપક્ષમાં રહીને વિકાસના કામ થતા નથી તો ક્યાંક એ સમય તો નહીં આવે ને કે દેશમાં વિપક્ષ રહેશે જ નહીં કારણ કે તેમના કહેવા પ્રમાણે કામ તો સત્તાપક્ષની સાથે હોવાથી જ થશે. રામમંદિરના મુદ્દે જે કોંગ્રેસના નેતા પક્ષથી છેડો ફાડી રહ્યા છે તે વર્ષોથી કોંગ્રેસમાં હતા અને રામમંદિરના મુદ્દે પક્ષનું વલણ સુપેરે જાણતા હતા, હવે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જવાનું કોંગ્રેસે નક્કી કર્યું એમા દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓની લાગણી અચાનક જ દુભાઈ ગઈ કે કેમ તે સવાલનો જવાબ તો તેમનો અંતરાત્મા જ જાણે. 

વિકાસની રાજનીતિ
કોંગ્રેસ અને BTPના નેતા ભાજપમાં જોડાયા છે. નેતાઓએ પોતાનો પક્ષ છોડતા વિકાસની વાત કરી છે. ભાજપમાં જોડાઈને વિકાસની રાજનીતિની વાત કરવા લાગ્યા તેમજ 
વિપક્ષમાં રહીને વિકાસનું સ્વપ્ન પૂર્ણ ન થઈ શકે? સત્તાપક્ષની સાથે રહીને જ મતવિસ્તારના કામ થઈ શકે? વિપક્ષ નૈતિક આધાર ગુમાવી રહ્યો છે કે કેમ?  ભરતીમેળાનો સિલસિલો ક્યાં સુધી ચાલુ રહેશે?

ક્યા મોટા નેતા ભાજપમાં જોડાયા?
મહેશ વસાવા  - પૂર્વ ધારાસભ્ય, ડેડિયાપાડા
મહેશ પટેલ  - પૂર્વ ધારાસભ્ય, પાલનપુર

મહેશ વસાવાએ શું કહ્યું?
દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે.નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી હું તેમની સાથે હતો. ડેડિયાપાડામાં અમે સાથે કામ કર્યું છે. લોકસભામાં અમે ભાજપની સાથે જ રહ્યા છે. લોકોના કામ થાય એ અમારો મુખ્ય હેતુ છે

મહેશ પટેલે શું કહ્યું?
દેશમાં સતત વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી દેશને આગળ વધારવા સતત પ્રયત્નશીલ છે. હું દેશને આગળ વધારવામાં ભાગીદાર બની રહ્યો છું. સારી જગ્યાએ જવામાં કોઈ વાંધો નથી. દેશના તમામ લોકો વિકાસને અનુભવી રહ્યા છે. જ્યાં સારુ લાગે ત્યાં જવું જોઈએ. રામમંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે.

વિકાસના નામે સત્તાપક્ષ તરફ!

  • અર્જુન મોઢવાડિયા
  • અંબરિષ ડેર
  • નારણ રાઠવા
  • સંગ્રામ રાઠવા
  • મોહન રાઠવા
  • સી.જે.ચાવડા
  • ચિરાગ પટેલ
  • ચિરાગ કાલરિયા
  • જોઈતા પટેલ

વાંચવા જેવું: કેવું રહેશે આગામી 5 દિવસનું વાતાવરણ, ગરમીના વાયરા વાયા, જુઓ હવામાન વિભાગની આગાહી

વિપક્ષમાં રહીને વિકાસ ન થઈ શકે?
વિપક્ષના એક પછી એક નેતા સત્તાપક્ષ તરફ જઈ રહ્યા છે. મોટા ગજાના નેતાઓ પક્ષ છોડે છે ત્યારે મોટેભાગે કારણો એકસરખા છે. દરેક નેતા પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિની વાત કરી રહ્યો છે. સવાલ એ છે કે નરેન્દ્ર મોદીની વિકાસનીતિનો અનુભવ દાયકાઓ બાદ થયો? કોંગ્રેસનું રામમંદિરને લઈને વલણ સ્પષ્ટ હતું.  જ્યારે કોંગ્રેસના ટોચના નેતાએ કોંગ્રેસ છોડ્યું ત્યારે રામમંદિરના વિરોધનું કારણ આપ્યું છે. વર્ષો સુધી કોંગ્રેસના સ્ટેન્ડ સામે વાંધો ન રહ્યો અને રહી રહીને વાંધો પડ્યો? કોંગ્રેસના ધારાસભ્ય હોય એટલે તેના મતવિસ્તારના કામ ન થાય? એવું ચલણ દ્રઢ બનતું જાય છે કે સત્તાપક્ષ સાથે રહેવાથી જ કામ થાય? મહેશ વસાવા કે મહેશ પટેલ અત્યાર સુધી મતવિસ્તારના કામ નહતા કરતા? અગાઉ જે નેતાઓએ કોંગ્રેસ કે અન્ય પક્ષ છોડ્યો ત્યારે તેમના કામ નહતા થતા?

TV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ