બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Congress alleges: AAP leader sexually exploits women for tickets, Aam Aadmi Party rejects claim, files complaint against channel

ગંભીર આક્ષેપ / કોંગ્રેસનો આરોપ: AAP નેતા ટિકિટ માટે મહિલાઓનું કરે છે યૌન શોષણ, આમ આદમી પાર્ટીએ દાવો ફગાવી ચેનલ સામે પણ નોંધાવી ફરિયાદ

Priyakant

Last Updated: 11:16 AM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે, AAP નેતા મહિલાઓને ટિકિટ અપાવવાના નામે 'યૌન શોષણ' કરી રહ્યા છે. આ પછી તેમને 'બ્લેકમેલ' કરવામાં આવી રહ્યા છે

  • ગુજરાત ચૂંટણી પહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ 
  • AAP નેતા ટિકિટ માટે મહિલાઓનું કરે છે યૌન શોષણ: કોંગ્રેસ 
  • AAP પાર્ટીએ દાવો ફગાવી ચેનલ સામે નોંધાવી ફરિયાદ

ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. હવે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થયો છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસે આમ આદમી પાર્ટીના એક નેતા પર મોટો આરોપ લગાવ્યો છે. ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે, AAP નેતા મહિલાઓને ટિકિટ અપાવવાના નામે 'યૌન શોષણ' કરી રહ્યા છે. આ પછી તેમને 'બ્લેકમેલ' કરવામાં આવી રહ્યા છે. જોકે આમ આદમી પાર્ટીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કોંગ્રેસે આમ આદમી પાર્ટીના નેતા પર આરોપ લગાવતા એક ગુજરાતી ચેનલ દ્વારા ચલાવવામાં આવેલા વીડિયોને ટાંક્યો છે. આ સાથે પ્રેસ કોન્ફરન્સમાં આ વીડિયો ક્લિપ પણ ચલાવવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહિરે જણાવ્યું હતું કે, ગુજરાતીઓનું ગૌરવ અને મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડનારાઓને ગુજરાતની જનતા બક્ષશે નહીં.

શું કહ્યું આમ આદમી પાર્ટીએ ? 

આમ આદમી પાર્ટીએ અમદાવાદના સાયબર સેલમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના નેતા વિરુદ્ધ જે વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે તેને મોર્ફ કરવામાં આવ્યો છે. AAP તરફથી કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો દ્વારા તેમના નેતાની છબીને બદનામ કરીને તેમને બદનામ કરવામાં આવ્યા છે. એજન્સી અનુસાર આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ડિસેમ્બરમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે જ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ