બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Confidence in BJP's victory in Gujarat like in four other states, Congress gave such an answer

જીત-હાર / ચાર રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ભાજપનાં વિજયનો પાર્ટીને આત્મવિશ્વાસ,કોંગ્રેસે આપ્યો આવો જવાબ

Mehul

Last Updated: 06:54 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપનું શાસન આવતા ગુજરાત ભાજપે કાર્યકરોની જીત ગણાવી,તો કોંગ્રેસે જણાવ્યું કે, કોંગ્રેસની અપેક્ષાથી વિપરીત  છે. શિક્ષણ, બેરોજગારી જેવા મુદ્દા પર લડ્યા.

  • ચૂંટણી પરિણામો પર ભાજપ-કોંગ્રેસની પ્રતિક્રિયા
  • ગુજરાતમાં પણ ભાજપ જ જીતશે- મહામંત્રી પટેલ 
  • પરિણામો કોંગ્રેસની અપેક્ષાથી વિપરીત-મનીષ દોશી 


દેશના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ લઈને ભાજપમાં અનેરો ઉત્સાહ છે.માત્ર ચૂંટણી હતી તે ચાર રાજ્યોમાં જ નહિ પરંતુ ગુજરાત સુધી જશ્નનો માહોલ છે. ત્યારે મહામંત્રી રજની પટેલે ભાજપની જીત કાર્યકરો જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભાજપ લોકો વચ્ચે રહેનારો પક્ષ છે.પ્રધાનમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અને ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યો જેમ ગુજરાતમાં પણ ભાજપનો વિજય થશે.
.તો પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા કોન્ગ્રેસના પ્રવક્તા  મનિષ દોશીએ  પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ચૂંટણીમાં આજે જે પરિણામ આવ્યા તે કોંગ્રેસની અપેક્ષાથી વિપરીત  છે. શિક્ષણ, બેરોજગારી જેવા અનેક મુદ્દા પર અમે લડ્યા હતા પરંતુ  ભાવનાત્મક મુદ્દા ચૂંટણીઓમાં હાવી થઈ ગયા. આજે જે જે રીતે પરિણામ આવ્યા છે તે અંગે રાષ્ટ્રીય નેતૃત્વ મંથન કરશે અને જ્યા પણ ખામી હશે તે અમે પુરી કરીશુ. ઉપરાંત હારના કારણોનું વિશ્લેષણ કરીને આગળની દિશામાં કામ કરીશુ. પરિણામોથી ચૂંટણી હાર્યા છીએ, હિંમત નથી હાર્યા.પ્રજાના પ્રશ્નોને લઈ મજબૂતાઈથી લડતા રહીશુ.  સાથોસાથ જીતેલા પક્ષો સત્તા મેળવ્યા બાદ પ્રજાની સેવા કરે તેવી આશા સેવી હતી. 

પંજાબ માટે AAP અને માનને શુભકામના : સુરજેવાલા

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ચૂંટણીમાં હાર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો કે, તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવીને આ તમામ હારના કારણો અને પાંચેય રાજ્યોની ચૂંટણી પર એક વ્યાપક અંતરમંથન કોંગ્રેસ કાર્યસમિતિ કરશે. તેઓએ કહ્યું કે, 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામ કોંગ્રેસની આશાઓથી વિપરિત રહ્યાં. અમને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં સારા પરિણામોની આશા હતી પરંતુ અમે સ્વીકારીએ છીએ કે, અમે લોકોના આશિર્વાદ મેળવવામાં અસફળ રહ્યાં. પંજાબ માટે અમે AAP અને ભગવંત માનને શુભકામના પાઠવીએ છીએ.

13 સીટો પર ભાજપનો કબજો

મણિપુરમાં ચૂંટણી આયોગે અત્યાર સુધીમાં 25 સીટોના પરિણામ જાહેર કરી દીધાં છે. ભાજપે 13, જેડીયુએ 3, કોંગ્રેસે 3, NPPએ 2, NPF એ 1 અને અન્ય બે સીટો પર જીત હાંસલ કરી છે.

Goa Election Results: પણજી બેઠકેથી ઉત્પલ પર્રિકરની હાર

ભાજપ ઉમેદવાર એટેનાસિયો મોન્જરેટ અને તેઓની પત્ની જેનિફરે પણજી અને તાલેગાવ સીટ પર જીત હાંસલ કરી લીધી છે. પણજી સીટ પરથી દિવંગત મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતાં. એ સિવાય વલપોઇ અને પોરિયમ સીટ પરથી ભાજપ નેતા વિશ્વજીત રાણે અને તેમની પત્ની દેવિયાએ વિજયનો ધ્વજ લહેરાવ્યો છે.


યોગી આદિત્યનાથ ગોરખપુરથી મોટી જીત નોંધાવી

ગોરખપુર સદર બેઠક પરથી પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે મોટી જીત નોંધાવી છે. અહીં તેઓ એક લાખ બે હજાર મતોથી જીત્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ