બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Complaint in Vadu Police Station regarding group clash in Gametha village of Vadodara

એક્શન / વડોદરાના ગામેઠા ગામમાં જૂથ અથડામણ: 250 લોકો સામે FIR, ગત રાત્રીથી ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત

Malay

Last Updated: 02:10 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના ગામેઠા ગામમાં જૂથ અથડામણ મામલે વડુ પોલીસ સ્ટેશનમાં બન્ને જૂથના 200થી 250 લોકો સામે નોંધાયો ગુનો.

  • જૂથ અથડામણ મામલે કાર્યવાહી
  • વડુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
  • 200થી 250 લોકો સામે ગુનો દાખલ કરાયો

વડોદરાના ગામેઠા ગામમાં જૂથ અથડામણ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જૂથ અથડામણ મામલે વડુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બંને જૂથના 200થી 250 લોકો સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે, ગતરોજ સમાધાન માટે યોજાયેલી બેઠકમાં એક સમાજની રજૂઆતનો વિરોધ કરતા મામલો ગરમાયો હતો. જે બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા.

2 જૂથ વચ્ચે થઈ હતી અથડામણ 
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામે ગતરોજ જાતિવિષયક શબ્દને લઈને બબાલ થઈ હતી. ગામેઠા ગામે જાતિવિષયક શબ્દને લઈને બે સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંન્ને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બે સમુદાયના લોકો વચ્ચે બબાલ થતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. 

ગામમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાને લઇ પોલીસનો મોટો કાફલો ખડકાયો હતો. આ બનાવને પગલે ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. 

થોડા દિવસ અગાઉ સર્જાયો હતો વિવાદ
અત્રે ઉલ્લેખનીય કે, એક અઠવાડિયા અગાઉ જ પાદરાના ગામેઠા ગામે માનવતા શર્મશાર કરતી ઘટના સામે આવી હતી. ગામેઠા ગામના લોકોએ ગામના સ્મશાનમાં દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધના અંતિમસંસ્કાર કરવા ન દેતાં ભારે વિવાદ સર્જાયો હતો. 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ પરિવારજનોએ મૃતક કંચનભાઇ વણકરના અંતિમસંસ્કાર સ્મશાનથી દૂર કરવાની ફરજ પડી હતી. 

13 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે બાદ સમાજના અગ્રણીએ વડું પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામના સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.  જે બાદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ