બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Complaint in Election Commission against Parshottam Rupala and Mansukh Mandaviya

લોકસભા ચૂંટણી 2024 / પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, મામલો વિવાદે ચડેલો

Vishal Khamar

Last Updated: 08:19 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ બે ઉમેદવારો દ્વારા આચાર સંહિતા ભંગ કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે.

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારો દ્વારા સભાઓ ગજવી હતી. તે દરમ્યાન કરેલ નિવેદનને લઈ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.  આ સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા જે તે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે. 

May be an image of 9 people, flute and dais

સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારોએ કરેલ નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ

લોકસભા 2024 ની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસનાં બંને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ ઉમેદવારો દ્વારા સભાઓ પણ ગજવવામાં આવી રહી છે. ઉમેદવારો દ્વારા અમુક જગ્યાએ સભાઓ ગજવતી વખતે જીભ લપસી જતી હોય છે. જે બાબતે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારો દ્વારા કરેલ નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ થતા ચૂંટણી પંચ દ્વારા આ મામલે જે તે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે.

વધુ વાંચોઃ અમદાવાદ બોપલમાં સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતાં હડકંપ, બિલ્ડર નિશાને, ભુવો કારણ

સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સંબંધે કાર્યવાહી કરશે
લોકસભા ચૂંટણીની આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ભાજપના બે ઉમેદવારો સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે. પરશોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરશોત્તમ રૂપાલાનાં ચોક્કસ સમાજ બાબતે કરેલા નિવેદનને લઈ ફરિયાદ કરવામાં આવી છે.  મનસુખ માંડવિયાએ સહકારી બિલ્ડીંગમાં કરેલી સભા મુદ્દે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે. આ મામલે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સબંધે કાર્યવાહી કરશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ