બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Complaint against Varachha MLA Kumar Kanani's son-in-law

ફરિયાદ / ધારાસભ્યના જમાઈએ મહિલાની છેડતી કરી-વૃદ્ધે વિરોધ કર્યો તો માર્યો માર... જાણો શું છે સુરતનો સમગ્ર મામલો

Malay

Last Updated: 12:36 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કુમાર કાનાણીના જમાઈ જગદીશ કોલડીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

 

  • કુમાર કાનાણીના જમાઈ સામે ફરિયાદ 
  • કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ
  • જગદીશ કોલડીયા સામે દાદાગીરીનો આરોપ

સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતની વરાછા બેઠક પરના ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય કાનાણીના જમાઈ જગદીશ કોલડીયા સામે મહિલાની છેડતી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે વિરોધ કરવા જતાં વૃદ્ધને પણ મારમાર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જગદીશ કોલડીયા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલાની છેડતી કરવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. ફરિયાદીએ જગદીશ કોલડીયા પર 6-7 વર્ષથી હેરાન કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ ફરિયાદીએ છેડતીનો વિરોધ કરતાં જગદીશ કોલડીયાએ માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. 

કુમાર કાનાણીના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયો હતો વિવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં મહિલા કોન્સ્ટેબલ અને ધારાસભ્ય કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે લોકડાઉનમાં કર્ફ્યૂના સમયે વિવાદ થયો હતો.  જેના વીડિયો અને ઓડિયો વાઈરલ થયા હતા. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેથી વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી કાનાણાની પુત્ર પ્રકાશ કાનાણી અને તેના બે મિત્રો વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. 

પોલીસે કરી હતી અટકાયત 
કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વિવાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ મામલે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ શરુ થયો હતો. જોકે, આખરે સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં વરાછા પોલીસે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ અને તેના બે મિત્રો સામે કર્ફ્યું ભંગ બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી. દરમિયાન ગણતરીના કલાકોમાં તેઓને જામીન પર મુક્ત કર્યા હતા


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ