બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Collector's murder, death sentence: Govt changed rule 'quietly' to release Baahubali, know who is Anand Mohan Singh

બિહાર / કલેક્ટરની હત્યા, ફાંસીની સજા: બાહુબલીને છોડાવવા 'ચૂપચાપ' સરકારે બદલ્યો નિયમ, જાણો કોણ છે આનંદ મોહન સિંહ

Megha

Last Updated: 03:55 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'બિહાર જેલ નિયમો, 2012, નિયમ 481 (1) A માં 'લોક સેવકની હત્યાના વાક્યને કાઢી નાખવામાં આવશે.' 'આ પગલું ખાસ કરીને આનંદ મોહનને મદદ કરવા માટે રચવામાં આવ્યું હતું, - અમિતાભ દાસ

  • આનંદ મોહન સિંહની મુક્તિનો માર્ગ બિહારમાં સરકારે 'ચુપચાપ' સાફ કરી દીધો
  • 10 એપ્રિલે બિહાર સરકારે બિહાર જેલ મેન્યુઅલમાં સુધારો કર્યો હતો
  • દલિત IAS અધિકારીને ડ્યૂટી દરમિયાન મારી નાખવામાં આવ્યો હતો 

વર્ષ 1994માં IAS અધિકારીની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ સાંસદ આનંદ મોહન સિંહની મુક્તિનો માર્ગ બિહારમાં નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકારે 'ચુપચાપ' સાફ કરી દીધો છે. જણાવી દઈએ કે 10 એપ્રિલે બિહાર સરકારે બિહાર જેલ મેન્યુઅલમાં સુધારો કર્યો હતો જેમાં એ  કલમ દૂર કરવામાં આવી જે આધારે IAS અધિકારીઓના હત્યારાને 'સારા વર્તન' હેઠળ છોડવા માટે અટકાવવામાં આવતી હતી. 

આ પગલું ખાસ કરીને આનંદ મોહનને મદદ કરવા માટે રચવામાં આવ્યું
નોંધનીય છે કે રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે. 'બિહાર જેલ નિયમો, 2012, નિયમ 481 (1) A માં 'લોક સેવકની હત્યાના વાક્યને કાઢી નાખવામાં આવશે.' અંહિયા મહત્વની વાત એ છે કે આ સુધારા પર ભૂતપૂર્વ IPS અધિકારી અમિતાભ દાસની તીવ્ર પ્રતિક્રિયા આપતા આરોપ લગાવ્યો હતો કે, 'આ પગલું ખાસ કરીને આનંદ મોહનને મદદ કરવા માટે રચવામાં આવ્યું હતું, જે 1994માં આઈએએસ અધિકારી જી કૃષ્ણૈયાની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ક્રિષ્નૈયા ગોપાલગંજના જિલ્લા મેજિસ્ટ્રેટ હતા અને મુઝફ્ફરપુરની બહારના વિસ્તારમાં કથિત રીતે ઉકસાવા માટે ટોળા દ્વારા મારપીટ કરીને મારી નાખવામાં આવ્યા હતા.

દલિત IAS અધિકારીને ડ્યૂટી દરમિયાન મારી નાખવામાં આવ્યો હતો 
તેમણે પ્રતિક્રિયા આપતા આગળ કહ્યું કે, 'રાજ્ય સરકારે એક હત્યારાને મદદ કરવા માટે કાયદામાં ફેરફાર કર્યો છે. નોંધનીય છે કજે 5 ડિસેમ્બર, 1994ના રોજ એક દલિત IAS અધિકારી ક્રિષ્નૈયાને ગોપાલગંજથી હાજીપુર જતી વખતે ડ્યૂટી દરમિયાન માર મારવામાં આવ્યો હતો.' આગળ એમને જણાવ્યું હતું કે તેમણે શનિવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પત્ર લખીને આ સુધારામાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી કારણ કે આનાથી બિહારમાં સરકારી કર્મચારીઓનું મનોબળ ઘટી જશે.'

જણાવી દઈએ કે આનંદ મોહન સિંહ હાલમાં તેમના પુત્ર અને રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય ચેતન આનંદની સગાઈ માટે પેરોલ પર છે, આ સાથે જ એવું જાણવા મળ્યું છે કે તે આ પહેલા 2 વખત પેરોલ પર બહાર આવ્યો છે, નોંધનીય છે કે વર્ષની શરૂઆતમાં તે પોતાની પુત્રીના લગ્ન માટે પેરોલ પર બહાર આવ્યો હતો.

જો કે અંહિયા રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં મહાગઠબંધનની સરકારની રચના થઈ બસ એ સમયથી જ આનંદ મોહન સિંહને જેલમાંથી બહાર કાઢવાના વારંવાર પ્રયાસો થઈ રહ્યા છે અને ગયા વર્ષે વિધાનસભામાં જનતા દળના વરિષ્ઠ મંત્રી બિજેન્દ્ર યાદવે નિર્દોષ છૂટ વિશે વાત કરતી વખતે આ જ કલમનો ઉલ્લેખ કર્યો હતો. 

આ સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર આનંદ મોહન સિંહને જેલમાંથી બહાર કાઢવાથી જેડી(યુ) અને આરજેડી બંનેને રાજપૂત જાતિ પર જીત મેળવવામાં મદદ મળશે. આ સાથે આનંદ મોહનના બોલવાના કૌશલ્યનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે પણ થઈ શકે છે. જણાવી દઈએ કે જેલમાં જતા પહેલા સિંહની છબી 'ક્ષત્રિય સમાજ'ના મોટા નેતા તરીકે હતી.

કોણ છે આનંદ મોહન સિંહ?
સહરસા જિલ્લામાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારમાં જન્મેલા આનંદ મોહન સિંહ 'પછાત જાતિઓની વધતી શક્તિ' સામે ઉચ્ચ જાતિના પ્રતિકારમાં મોખરે હતા. જણાવી દઈએ કે 1990 સુધી કોસી પ્રદેશમાં તેમની સામે હત્યા, અપહરણ અને ખંડણી સહિતના અનેક કેસ નોંધાયા હતા. આ સાથે જ 1990ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ દિવંગત પૂર્વ પીએમ ચંદ્રશેખરની ટિકિટ પર મહિશી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા હતા. નોંધનીય છે કે પપ્પુ યાદવે લાલુ પ્રસાદ પ્રત્યે વફાદારીના શપથ લીધા અને સિંહેશ્વર વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી જીતી હતી.

હવે થયું એવું કે ઉચ્ચ જ્ઞાતિના ચહેરા તરીકે આનંદ મોહન અને પછાત જાતિના ચહેરા તરીકે પપ્પુ યાદવની જીત સાથે 90ના દાયકાની શરૂઆતમાં બિહારના કોસી-સહર્સા, પૂર્ણિયા, સુપૌલ, મધેપુરા વિસ્તારોમાં અનેક જાતિ આધારિત સંઘર્ષો થયા હતા.

એ બાદ સિંહ તેમના જાહેર ભાષણોમાં લાલુને નિશાન બનાવતા હતા અને તેમને જાહેરમાં ધમકીઓ પણ આપતા હતા. નોંધનીય છે કે આનંદ મોહન એક કુશળ વક્તા હતા જે ઉચ્ચ જાતિના યુવાનો ખાસ કરીને રાજપૂતોમાં ખૂબ જ લોકપ્રિય હતા. જો કે, 1995ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર બાદ તેમના જીવનમાં ઘણા રાજકીય ઉતાર-ચઢાવ આવ્યા હતા.

એ બાદ 2008 માં પટના હાઈકોર્ટે પ્રથમ વખત કૃષ્ણૈયાની હત્યા માટે સિંહને મૃત્યુદંડની સજા સંભળાવી હતી પણ તે જ વર્ષે સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના નિર્ણયને બદલીને ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી નાખી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ