બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Co-operative sector politics proved to be even dirtier, with rupee-nepotism driving corruption home?

મહામંથન / સહકારી ક્ષેત્રનું રાજકારણ વધુ ગંદુ સાબિત થયું, રૂપિયા-સગાવાદના દબદબાને કારણે ગેરરીતિ ઘર કરી ગઈ?

Vishal Khamar

Last Updated: 10:03 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારી બેંકો તેમજ સહકારી સંસ્થાઓમાં સગાવાદ તેમજ પરિવાર વાદ ચલાવવામાં આપતો હોવાનો વિધાનસભાગૃહમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મુદ્દે નાણાં મંત્રી દ્વારા પણ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

  • સહકારી સંસ્થાઓ પર સગાવાદ-પરિવારવાદનો આક્ષેપ
  • નોકરી આપવા માટે લેવામાં આવે છે મોટી રકમ 
  • કિરીટ પટેલ સહિત અગાઉ કેતન ઈનામદારે પણ ભરતી કૌભાંડના લગાવ્યા છે આરોપ 

સહકારી સંસ્થાઓ પર સગાવાદ-પરિવારવાદનો આક્ષેપ
નોકરી આપવા માટે લેવામાં આવે છે મોટી રકમ 
સહકારી સંસ્થાના ડિરેક્ટર પોતાના દીકરાને નોકરી પર ન રાખી શકે તેવો છે નિયમ

 

સહકારી સંસ્થાઓ પર સગાવાગ-પરિવારવાદનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જેમાં સહકારી સંસ્થાઓમાં સગાવાદ-પરિવારવાદને નોકરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નોકરી આપવા માટે મોટી રકમ પણ લેવામાં આવે છે. ત્યારે કોઈ પણ પ્રકારની કોઈ પરીક્ષા કે ઈન્ટરવ્યું વગર લોકોની ભરતી કરવામાં આવે છે. જેમાં સહકારી સંસ્થાના ડિરેક્ટર પોતાના દિકરાને નોકરી પર ન રાખી શકે તેવો નિયમ પણ છે. ત્યારે સહકારી હોદ્દેદારો દ્વારા ગેરરીતિ આચરીને ભરતી કૌભાંડ કરાય છે. કિરીટ પટેલ સહિત અગાઉ કેતન ઈનામદારે પણ ભરતી કૌભાંડના આરોપ લગાવ્યા છે. 

  • વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો સરકાર પર આક્ષેપ
  • GADની તપાસ ચાલતી હોય તેવાને સંવેદનશીલ જગ્યાએ ન મુકવાના આદેશ 
  • આદેશ છતા સહકારી રજિસ્ટ્રારને આવા કામો સોંપાયા છે
  • કરોડો રૂપિયા બેંકોમાં લોકોએ મુક્યા છે

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો સરકાર પર આક્ષેપ
ત્યારે આ મામમલે ધારાસભ્ય  કિરીટ પટેલે વિધાનસભા ગૃહમાં સરકાર પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓમાં પૈસા લઈને નોકરીઓ આપવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. તેમજ GADની તપાસ ચાલતી હોય તેવાને સંવેદનશીલ જગ્યાએ ન મુકવાના આદેશ પણ કરવામાં આવે છે. ત્યારે આદેશ હોવા છતાં સહકારી રજીસ્ટ્રારને આવા કામો સોંપવામાં આવે છે. ત્યારે બેંકમાં લોકોએ કરોડો રૂપિયા મુક્યા છે. બેંકો ઉઠી ન જાય તેની તપાસ પણ કરાવવી જોઈએ.  

  • જિલ્લા સહકારી બેંકો ભરતી મુદ્દે જાતે નિર્ણય લઈ શકે છેઃનાણામંત્રી કનુ દેસાઈ
  • જિલ્લા સહકારી બેંકો કોઈ પણ ભરતી માટે પૂર્ણ સ્વરૂપે સ્વતંત્ર છેઃનાણામંત્રી કનુ દેસાઈ
  • દર વર્ષે ઓડિટ અને ઇન્સ્પેક્શન કરવામાં આવે છેઃનાણામંત્રી કનુ દેસાઈ

જિલ્લા સહકારી બેંકો કોઈ પણ ભરતી માટે પૂર્ણ સ્વરૂપે સ્વતંત્ર છેઃનાણામંત્રી કનુ દેસાઈ

ધારાસભ્ય કિરીટ પટેલના જવાબમાં નાણાંમંત્રી કનુ દેસાઈએ જવાબ રજૂ કરતા કહ્યું હતું કે જીલ્લા સહકારી બેંકો ભરતી મુદ્દે જાતે નિર્ણય લઈ શકે છે.  જીલ્લા સહકારી બેંકો કોઈ પણ ભરતી માટે પૂર્ણ સ્વરૂપે સ્વતંત્ર છે. દર વર્ષે ઓડિટ અને ઈન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમજ રિઝર્વ બેંક સહકારી બેંકના ઉચ્ચ હોદ્દેદારોને દૂર કરી વહીવટદારની નિમણૂંક કરી શકે છે. 

  • બરોડા ડેરીમાં પણ પરિવાર, સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ થયો હતો
  • ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીમાં સગા સંબંધીને જ નોકરી મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો
  • 2015-20 દરમિયાન સુદામા પટેલે પોતાના દીકરાને આપી હતી નોકરી

સુમુલ ડેરીના ડિરેક્ટરે પોતાના દીકરાને નોકરી આપતા વિવાદ થયો હતો

ધારાસભ્ય કેતન ઈનામદારે આક્ષેપ કર્યો હતો કે બરોડા ડેરીમાં પણ પરિવાર, સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ થયો હતો. તેમજ ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીમાં સગા સબંધીને જ નોકરી મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુમુલ ડેરીના ડીરેક્ટરે પોતાના દીકરાને નોકરી આપતા વિવાદ થયો હતો. ત્યારે 2015-20 દરમિયાન સુદામા પટેલે પોતાના દીકરાને નોકરી આપી હતી. એન્જિનિયર લેબોરેટરી વિભાગમાં નોકરી અપાવી હતી.  સહકારી કાયદા પ્રમાણે જ્યાં પિતા ડિરેક્ટર હોય ત્યાં દિકરાને નોકરી રાખી ન શકાય. 

  • રાજકોટ જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં કૌભાંડ
  • નીતિન ઢાંકેચા જૂથે ભરતીમાં 45 લાખ લેવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો
  • રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વિના જ ભરતી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો
  • પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્ક તરીકે પ્રમોશન પણ આપી દેવામાં આવ્યું હતું

રાજકોટ જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં કૌભાંડ આચરાયું હતું

રાજકોટ જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં કૌભાંડ આચરાયું હતું. જેમાં નીતિન ઢાંકેચા જૂથે ભરતીમાં 45 લાખ લેવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વિના જ ભરતી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. બેંકમાં 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરાઈ હતી. આ ભરતી કોઈપણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વિના 1 વર્ષ બાદ પ્યુનને કાયમી કરવામાં આવ્યા હતા. તેમજ પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્ક તરીકે પ્રમોશન પણ આપી દેવામાં આવ્યું હતું

  • ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો
  • બનાસકાંઠાના ખોરડામાં 1 કરોડથી વધુનો જમીન કૌભાંડ થયાનો હતો આરોપ
  • ગુજકોમાસોલે ગાંધીનગરમાં મકાન અને પ્લોટ ખરીદીમાં 8 કરોડના બિલ મુક્યા હતા
  • ગુજકોમાસોલમાં કરાયેલી 140 લોકોની ભરતી નિયમ વિરુદ્ધ થઈ હોવાનો આક્ષેપ હતો
  • અરવલ્લીના મોડાસામાં મંડળીના પૂર્વ સેક્રેટરીએ લાખોની ઉચાપત કરી હતી

ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ 

ગુજકોમાસોલમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ત્યારે બનાસકાંઠાના ખારેડામાં 1 કરોડથી વધુનું જમીન કૌભાંડ થયાનો આક્ષેપ હતો. તેમજ ગુજકોમાસોલે ગાંધીનગરમાં મકાન અને પ્લોટ ખરીદીમાં 8 કરોડના બિલ મુક્યા હતા. અને ગુજકોમાસોલમાં 140 લોકોની નિયમ વિરૂદ્ધ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ અરવલ્લીના મોડાસામાં મંડળીના પૂર્વ સેક્રેટરીએ લાખોની ઉચાપત કરી હતી.  જેમાં વર્ષ 2017-19 દરમિયાન મંડળીમાં રાજુ ડાભા સેક્રેટરી હતા એ સમયે 70 લાખથી વધુની ઉચાપત થઈ હતી. અને 11 ખેડૂતોની KCC લોન ખાતરમાં પણ કૌભાંડ થયું હતું. ત્યારે સહકારી મંડળીના સભ્યોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

  • ભરતી પ્રક્રિયામાં યુવાનોના વિશ્વાસને ફરી પુનઃસ્થાપિત કરવામાં આવે
  • ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવામાં આવે
  • ભરતીમાં આવી પારદર્શિતાથી ભરતી કૌભાંડ પર અંકુશ લગાવી શકાય છે

ઈન્ટરવ્યૂમાં પાસ થનારા યોગ્ય ઉમેદવારોને નોકરી પર રાખવા જોઇએ

ભરતી પ્રક્રિયામાં યુવાનોનાં વિશ્વાસને ફરી પુનઃસ્થાપિત કરવા માટે ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવામાં આવે. તેમજ પરીક્ષાની તારીખથી નિમણૂંકની તારીખ સુધીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. તેમજ સમાચાર પત્ર અને રોજગાર સમાચારમાં ભરતી માટે જાહેરાત આપવામાં આવે.  તેમજ પરીક્ષા બાદ મેરિટના આધારે ઉમેદવારોને ઈન્ટરવ્યુંમાં બોલાવવામાં આવે. ઈન્ટરવ્યૂમાં પાસ થનારા યોગ્ય ઉમેદવારોને નોકરી પર રાખવા જોઇએ. જેથી ભરતીમાં આવી પારદર્શિતાથી ભરતી કૌભાંડ પર અંકુશ લગાવી શકાય છે.

  • બેંકમાં નોકરીની ભરતીમાં મળતીયાઓની ભરતી થઈ હોવાની લેખિત ફરિયાદ બાદ વિવાદ ઉભો થયો હતો
  • 111 બેંક કર્મચારીઓની ભરતીની જાહેરાતમાં બેંકનો ઉલ્લેખ ન હતો
  • ભરતી માટે બનાવેલી વેબસાઈટ પણ બંધ છે
  • ભરતીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું

ભરતીમાં બેંક સાથે જોડાયેલા નજીકના સગાઓની ભરતી થઈ હોવાનો આક્ષેપ

મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક ભરતીમાં બેંકમાં નોકરીની ભરતીમાં મળતીયાઓની ભરતી થઈ હોવાની લેખિત ફરિયાદ બાદ વિવાદ ઉભો થયો હતો.  જેમાં 111 બેંક કર્મચારીઓની ભરતીની જાહેરાતમાં બેંકનો ઉલ્લેખ ન હતો. તેમજ ભરતી માટે બનાવેલી વેબસાઈટ પણ બંધ છે. ત્યારે ભરતીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતું ભરતીમાં બેંક સાથે જોડાયેલા નજીકના સગાઓની ભરતી થઈ હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારે આ બાબતે જાગૃત નાગરિકે રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ