બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / cng png price kirit parikh committee submit report on gas prices

સૂચન / આમ આદમીને રાહતના આસાર, CNG-PNGના ભાવમાં ઘટાડાની સરકારને મળી ભલામણ

Vaidehi

Last Updated: 08:06 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિરીટ પારેખની અધ્યક્ષતાવાળી કમિટીએ બુધવારે સરકારને ગેસનાં ભાવ નિર્ધારણ ફોર્મુલા પર પોતાની રિપોર્ટ સોંપી દીધેલ છે. સમિતિએ પ્રાકૃતિક ગેસનાં GST માં અવકાશની ભલામણો કરી છે.

  • CNG-PNGના ભાવમાં થઇ શકે છે ઘટાડો
  • કમિટીએ સરકારને કરી ભલામણો
  • રિપોર્ટમાં પ્રાકૃતિક ગેસને GST અંતર્ગત લાવવા ભલામણ

દિલ્હી:  કિરીટ પારેખની અધ્યક્ષતાવાળી કમિટીએ બુધવારે સરકારને ગેસનાં ભાવ નિર્ધારણ ફોર્મુલા પર પોતાના તૈયાર કરેલ રિપોર્ટને સોંપી દીધેલ છે. પારેખે કહ્યું કે પ્રાકૃતિક ગેસને જીએસટીની અંદર લાવવું જરૂરી છે કારણકે તમામ વસ્તુઓને GSTની અંતર્ગત લેવામાં આવેલ છે.  એક સૂચન પણ એવું પણ મૂકવામાં આવેલ છે કે કેન્દ્ર પાંચ વર્ષ સુધી રાજ્યનાં નુક્સાનની ચૂકવણી પણ કરે.

ગૈસ આધારિત અર્થવ્યવસ્થા પર સૂચન
કિરીટ પારેખ સમિતિએ ભારતમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે બજારલક્ષી, પારદર્શક અને વિશ્વસનિય ભાવો નિર્ધારિત કરવાનું સૂચન પણ આપ્યું છે. સમિતિને એ પણ નક્કી કરવાનું હતું કે અંતિમ ગ્રાહકને યોગ્ય ભાવે ગેસ CNG પ્રાપ્ત થાય.

સમિતિએ આપ્યું આ સૂચન
આ પેનલે ગેસ પ્રાઇસ પર લગાવવામાં આવતી સીમાઓને આવનારાં 3 વર્ષો  માટે પૂરું કરી દેવાનું સૂચન આપ્યું છે. સાથે જે દેશમાં જૂનાં ગેસ ફિલ્ડથી ઉત્પાદન થનારા પ્રાકૃતિક ગેસનાં પ્રાઇસ બેન્ડને 4 થી 6.5 ડોલર પ્રતિ યૂનિટ નક્કી કરવાની ભલામણ કરી છે.   તેનાથી નિશ્ચિત થશે કે ગયાં વર્ષની જેમ ઉત્પાદન  ખર્ચની નીચે ન આવે અથવા હાલનાં દરોની જેમ રિકોર્ડ ઊંચાઇઓ સુધી ન પહોંચે. સમિતિએ સરકારથી ગેસ પ્રાઇસનાં ભાવોને કાચાં તેલનાં ભાવ સાથે જોડવાની ભલામણ પણ કરી છે. 

દરવર્ષે ભાવ વધારાની કરી છે ભલામણ
કિરિટ પારેખ સમિતિએ જૂનાં ગેસ ફિલ્ડથી ઉત્પાદન થતાં પ્રાકૃતિક ગેસનાં ભાવોને દર વર્ષે વધારવાની જ ભલામણ કરી છે. સાથે જ પેનલે 1 જાન્યુઆરી 2027થી ગેસના ભાવ બજાર કિંમતોના આધારે નક્કી કરવાની વાત કરી છે.

ઘરેલુ ગેસની કિંમતોની સમીક્ષા કરવાનું કામ સોપ્યું હતું
સરકારે સપ્ટેમ્બર 2022માં દેશમાં ઉત્પાદન થનારા ઘરેલુ ગેસની કિંમતોની સમીક્ષા કરવા માટે યોજના આયોગનાં પૂર્વ સદસ્ય અને એનર્જી સેક્ટરનાં જાણકાર કિરીટ પારેખની અધ્યક્ષતામાં પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટીમાં ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રીથી લઇને ગેસ ઉત્પાદક અને ગ્રાહકોનાં પ્રતિનિધિઓ પણ સમાવિષ્ટ હતાં. સામાન્ય જનતાને ગેસ સસ્તા ભાવે મળે તે માટે યોજના બનાવવાની જવાબદારી પારેખનાં હસ્તક હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ