બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / CM Nitish Kumar was and is respectable: Tejashwi Yadav to RJD leaders

બિહાર ઘમાસાણ / 'અસલી ખેલ તો બાકી, ઘણી ચીજો નીતિશના કાબુમાં નથી' તેજસ્વી યાદવ, લાલુ યાદવ એક્શનમાં

Hiralal

Last Updated: 04:33 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં સરકાર પડવાની સ્થિતિની વચ્ચે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ઝંપલાવ્યું છે. તેજસ્વી આરજેડી ધારાસભ્યો સાથેની બેઠકમાં એક મોટું નિવેદન આપ્યું છે.

  • બિહારમાં સરકાર પડવાની સ્થિતિની વચ્ચે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનું નિવેદન 
  • નીતિશ કુમાર સન્માનીય અને હંમેશા તેમનું માન રાખ્યું છે 
  • બિહારમાં હજુ ખેલ બાકી, ઘણી ચીજો નીતિશના કાબુમાં નથી 

બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર ભાજપ સાથે મળીને સરકાર બનાવે તે નક્કી છે. હોબાળા વચ્ચે આરજેડીએ શનિવારે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી અને પાર્ટીના નેતા તેજસ્વી યાદવે પાર્ટીના નેતાઓને કહ્યું કે સીએમ નીતિશ કુમાર આદરણીય છે. ઘણી બાબતો નીતિશ કુમારની કાબુમાં નથી. મહાગઠબંધન'માં આરજેડીના સહયોગીઓએ હંમેશા મુખ્યમંત્રીનું સન્માન કર્યું છે. મુખ્ય પ્રધાન મારી સાથે સ્ટેજ પર બેસતા અને મને પૂછતા કે 2005 પહેલાં બિહારમાં શું છે. મેં ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી... હવે, વધુ લોકો અમારી સાથે છે. જે કામ બે દાયકામાં ન થયું, તે આપણે થોડા જ સમયમાં કરી બતાવ્યું છે, પછી તે નોકરી હોય, જાતિગત વસ્તી ગણતરી હોય, અનામત વધારવી વગેરે હોય. બિહારમાં ખરો ખેલ હજુ બાકી છે. 

લાલુના ઘેર મળી આરજેડીની મોટી બેઠક 
નીતિશ કુમાર ગઠબંધન છોડી શકે છે તેવી આશંકા વચ્ચે શનિવારે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલુ પ્રસાદના નિવાસસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી. કેટલાય કલાકો સુધી ચાલેલી મહત્વની બેઠક બાદ પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું કે, આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી. તેમાં વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. સમકાલીન રાજકારણ, પછી તે રાષ્ટ્રીય હોય કે રાજ્યના મુદ્દાઓ, બધાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં લાલુ ઉપરાંત તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય વિધાનસભાના સભ્યો સહિત વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

લાલુ યાદવનો ખેલ બગાડવા જેડીયુએ ધારાસભ્યોને પટણા બોલાવ્યાં
લાલુ પ્રસાદ યાદવને 122નો બહુમતીનો આંકડો મેળવતા અટકાવવા માટે જેડીયુએ કમર કસી છે અને તમામ ધારાસભ્યોને સાંજે પટણા બોલાવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ