બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / cm Arvind kejriwal react on Punjab election 2022 result

પ્રતિક્રિયા / પંજાબમાં ઐતિહાસિક જીત બાદ અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, ભગવંત માનને પાઠવી શુભકામના

Khyati

Last Updated: 01:23 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ વિધાનસભાની ચૂંટણીના શરુઆતી પરિણામોમાં AAPની લીડ. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને પંજાબની જનતાને પાઠવી શુભકામના

  • પંજાબ વિધાનસભાની ચૂંટણી 2022
  • શરુઆતી પરિણામોમાં AAP આગળ
  • AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા

પંજાબ વિધાનસભાની ચૂંટણીના શરુઆતી પરિણામોમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી  છે. જેને લઇને આપના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પંજાબમાં આપના પ્રદર્શન બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને શુભકામના પાઠવી. મહત્વનું છે કે પંજાબમાં આપ 91 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં શરૂઆતી જીત બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે  પંજાબની જનતાને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન. સાથે જ તેઓએ પંજાબના સીએમ પદના દાવેદાર ભગવંત માન સાથેનો ફોટો પણ ટ્વિટ કર્યો છે. તેઓને પણ શુભકામના પાઠવી.

આ દિલ્હી મોડલની જીત છે- મનીષ સિસોદિયા

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પંજાબમાં શરૂઆતી લીડ જોતા જણાવ્યું કે પંજાબની જનતાએ કેજરીવાલના શાસન મોડલને તક આપી છે. આજે આખા દેશમાં સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો વિચારે છે કે જો અરવિંદ કેજરીવાલ હશે તો ઇમાનદારીથી વેપાર, રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્યની સેવાઓ મળી શકે છે.

રાઘવ ચડ્ડાએ કહ્યું- AAP કોંગ્રેસનું સ્થાન લેશે

પંજાબમાં AAPના ઉદય વચ્ચે પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ નેતાઓ લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢીને પોતાના મહેલ સજાવી રહ્યા છે. આજે તેમના મહેલોમાં લગાવાયેલી દરેક ઈંટ સામાન્ય માણસના લોહી અને પરસેવાની ઈંટ છે. હવે આ આખી સિસ્ટમ બદલવી પડશે. આજનો દિવસ ભારતના ઈતિહાસનો એક મોટો દિવસ છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનું સ્થાન AAP બનશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ