બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Civic body chiefs liable for manhole workers' death': Gujarat HC

સરકારને ઓર્ડર / 'ગટરમાં મજૂરના મોત બદલ મનપા કમિશનર જવાબદાર, માથે મેલું ઉપાડવાનું બંધ કરાવો'-ગુજરાત HC

Hiralal

Last Updated: 10:13 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માથે મેલું ઉપાડવાની પ્રથા તાત્કાલિક બંધ કરાવીને ગટરમાં મજૂરના મોતને બદલ મનપા કમિશનરને જવાબદાર ઠેરવવાની વાત કરી છે.

  • ગટરમાં થતા મજૂરોના મોત મામલે હાઈકોર્ટનું કડક વલણ 
  • ગુજરાત સરકારે માથે મેલું ઉપાડવાની પ્રથા બંધ કરાવે-હાઈકોર્ટ
  • ગટરમાં મજૂરના મોતના કિસ્સામાં મનપા કમિશનર રહેશે જવાબદાર

માથે મેલું ઉપાડવાની પ્રથા તાત્કાલિક બંધ કરવાની" હાકલ કરતાં ગુજરાત હાઇકોર્ટે સોમવારે જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિને ગટરની સફાઇના હેતુથી મેનહોલ અથવા ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં 
મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે. 

રાજ્ય સરકારને આદેશ માથે મેલું ઉપાડવાની પ્રથા બંધ કરાવો 
એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ઘણા મેનહોલ કામદારો પોતાનો જીવ ગુમાવે છે અને મૃત્યુના કિસ્સામાં યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરે છે, તેના જવાબમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ જે દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈશવની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તેણે સુનાવણીની આગામી તારીખ સુધી આ પ્રથા તાત્કાલિક બંધ કરવી જોઈએ. 19 જૂનના રોજ. ખંડપીઠે જણાવ્યું હતું કે, "અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે જો કોઈ પણ કામદાર - જેની સેવાનો લાભ મ્યુનિસિપલ કોર્પોરેશન, અથવા નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવે છે - તેને સંબંધિત વિસ્તારોમાં ગટરના ગંદા પાણીને સાફ કરવા માટે કહેવામાં આવે છે, સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અથવા પાલિકાના ચીફ ઓફિસર અને સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચને કાર્યવાહી માટે જવાબદાર ઠેરવવામાં આવશે કારણ કે 2014 ના સરકારી ઠરાવ દ્વારા, આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનજીઓ માનવ ગરિમાએ એવી પણ ફરિયાદ કરી હતી કે ઘણા એવા પણ કિસ્સામાં કે જેમાં મજૂરોને ગટરો સાફ કરાવવા માટે અંદર ઉતારવામાં આવ્યાં હોય અને તેમના મોત થયાં હતા આવા કિસ્સામાં તેમનું પુરું વળતર પણ મળ્યું નથી. 

137 કેસોમાં વળતર અપાયું 
સરકારે હાઇકોર્ટને માહિતી આપી હતી કે આવા 152 કેસોમાંથી 137 કેસોમાં વળતરની રકમની વહેંચણી કરવામાં આવી છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, આગામી સુનાવણીની તારીખ સુધીમાં મૃતક કામદારોના કાનૂની વારસદારોને વળતર ચૂકવવામાં આવે. આ પીઆઈએલ 2017માં દાખલ કરવામાં આવી હતી, પરંતુ અરજદારના એડવોકેટ હિરક ગાંગુલીના નિધનને કારણે તેની વધુ સુનાવણી થઈ ન હતી. ગયા મહિને એડવોકેટ એસ.એચ.અય્યરે હાઈકોર્ટને આ કેસની વહેલી સુનાવણી માટે વિનંતી કરતા કહ્યું હતું કે તાજેતરમાં ઘણા કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

માથું મેલું ઉપાડવાની પ્રથા તાત્કાલિક બંધ કરાવો- હાઈકોર્ટનો સરકારને આદેશ 
સોમવારે સુનાવણી દરમિયાન એસીજે દેસાઈએ કહ્યું હતું કે, "આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવી જરૂરી છે. રાજ્ય સરકારે એવી રજૂઆત કરી હતી કે સરકારી સંસ્થાઓ - મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો - આવી પ્રથામાં સામેલ થતી નથી, પરંતુ આ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે. જ્યારે અરજદારના એડવોકેટે રજૂઆત કરી હતી કે આવા કેસોમાં એફઆઈઆર દાખલ થવી જોઈએ, ત્યારે જસ્ટીસે સરકારને સવાલ કર્યો હતો કે, શું તમે કોઈ મ્યુનિસિપલ કમિશનર અથવા પાલિકાના કોઈ ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરી છે? કોર્ટે વધુમાં પૂછ્યું હતું કે શું ટોચના અધિકારીઓ આવી પ્રથાઓને રોકવા માટે કોઈ કાર્યવાહી કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ