બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / citizenship amendment act notification bengal kerala state government deny implementation caa

Citizenship Amendment Act / દેશના આ બે રાજ્યોમાં CAA લાગુ નહીં થાય? જાણો શું કહે છે કાયદાકીય જોગવાઈ

Arohi

Last Updated: 08:06 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CAA Notification: નાગરીક સંશોધન કાયદો (CAA)નું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તેની સાથે જ CAA લાગુ થઈ ગયું છે. જાકો કેરળ અને પશ્ચિમ બંગાળની સરકારે તેને લાગુ ન કરવાની વાત કહી છે. એવામાં જાણો શું રાજ્ય સરકાર આ કાયદાને લાગુ કરવાથી રોકી શકે છે?

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. તેની સાથે જ હવે નાગરિકતા સંશોધન કાયદો દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધનનું બિલ ડિસેમ્બર 2019માં સંસદના બન્ને સદનોમાં પાસ થઈ ગયું હતું. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું, "મોદી સરકારે નાગરિકતા સંશોધન નિયમ, 2024 નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. એવામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવેલા અલ્પસંખ્યકોને અહીંની નાગરિકતા મળી જશે."

ત્યાર બાદ કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે લખ્યું, "જે કહ્યું, તે કર્યું... મોદી સરકારે સીએએનું નોટિફિકેશન જાહેર કરી પોતાની ગેરેન્ટી પુરી કરી."

પરંતુ તેની સાથે જ હવે તેનો વિરોધ પણ શરી થઈ ગયો છે. પશ્ચિમ બંગળા અને કેરળ સરકારે તેનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હજુ નિયમ જોયો છે નિયમ જોયા બાદ જ કંઈક કહી શકાશે. જોકે તેમણે કહ્યું કે જો ધર્મ, જાતિ અને ભાષાના આધાર પર કોઈ ભેદભાવ થાય છે તો અમે તેને મંજૂર નહીં કરીએ. 

ત્યાં જ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકાર ઘણી વખત કહી ચુકી છે કે અમે CAAને લાગુ નહીં થવા દઈએ. જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક માને છે. તે સાંપ્રદાયિક કાયદાના વિરોધમાં આખુ કેરળ એક સાથે ઉભુ હશે. એવામાં સવાલ ઉઠે છે કે શું કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં CAA લાગુ નહીં થાય? 

અહીં લાગુ નહીં થાય CAA? 
CAAનું નોટિફિકેશન સરકારે ભલે જાહેર કરી દીધુ હોય પરંતુ હજુ પણ આ આખા દેશભરમાં લાગુ નહીં થાય. કાયદા અનુસાર અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના જેવા આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય જેને બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સંરક્ષિત કરવામાં આવ્યું છે. તેની સાથે જ ઈનર લાઈટ પરમિટ સિસ્ટમ વાળા પૂર્વોત્તરના રાજ્યોમાં પણ આ લાગુ નહીં થાય. 

વધુ વાંચો: PM મોદી આજે ગુજરાત પ્રવાસે: 85 હજાર કરોડના વિકાસકાર્યોનો કરશે શિલાન્યાસ, દેશને મળશે નવી 10 વંદે ભારત

ઈનર લાઈન પરમિટ અને બંધારણની છઠ્ઠી સૂચિ પૂર્વોત્તર રાજ્યોના અમુક વિસ્તારોમાં જનજાતી સમૂહોને સંરક્ષણ આપવાના હેતુથી લાગુ કરવામાં આવ્યું હતું. મણિપુર પહેલા ઈનર લાઈન પરમિટમાં ન હતુ આવતું પરંતુ બાદમાં તેને પણ તેમાં શામેલ કરવામાં આવ્યું. ઈનર લાઈન પરમિટ એક પ્રકારનું યાત્રા દસ્તાવેજ હોય છે જે એક મર્યાદિત સમય માટે બીજા રાજ્યોના લોકોને યાત્રા કરવા માટે આપવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ