બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chota Udaipur: 108 ambulance carrying a pregnant woman was unable to drive on a slope, tractor pulled it

વીડિયો / છોટાઉદેપૂર: કેવડી ગામની પ્રસૂતા કણસતી રહી, રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ બની ધક્કાગાડી

Vaidehi

Last Updated: 05:41 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાં તંત્રની બેદરકારીને લીધે 108 એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ. પરિણામે પ્રસૂતાને યોગ્ય સમયે સારવાર ન મળી શકી. જુઓ વીડિયો.

  • નસવાડી તાલુકાનું કેવડી ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત 
  • પ્રસૂતાને લેવા આવેલી એમ્બ્યુલન્સ રસ્તા વચ્ચે અટકી
  • છોટાઉદેપુરમાં 108 એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ

રાજ્યમાં હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ બાદ રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું. બગડી ગયેલાં રસ્તાઓને લીધે જનતાને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં આજે છોટાઉદેપુરમાં તંત્રની બેદરકારીને લીધે 108 એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ છે પરિણામે એક પ્રસૂતાને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

રસ્તાનાં અભાવે પ્રસૂતાને પડી મુશ્કેલી
2024ની શરૂઆત થઈ ચૂકી છે પણ રાજ્યનાં અનેક વિસ્તારોની સ્થિતિ એવીને એવી જ છે! છોટાઉદેપુરનાં કેવડી ગામે પાક્કા રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ હતી. પ્રસૂતાને લેવા આવેલી એમ્બ્યુલન્સ રસ્તાની દયનીય સ્થિતિને લીધે ચઢાણ ન ચડી શકી. ઈમેરજન્સીની આવી સ્થિતિમાં પ્રસૂતાને લેવા આવેલી એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી ખેંચવી પડી.  કેવડી ગામે પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાને લીધે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને તેને હાલાકીનો સામનો કરવો પડ્યો.

વાંચવા જેવું: ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ, તો આ શહેરમાં અનાજને લઈને ચિંતા: ગુજરાતમાં ટ્રકચાલકોની હડતાળને લઈને ક્યાં કેવી અસર

શહેરોનાં વિકાસની વચ્ચે નસવાડી તાલુકાનું કેવડી ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. પાક્કા રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સને હાલાકી ભોગવવી પડી જેના કારણે પીડિતાને યોગ્ય સમયે સારવાર ન મળી શકી. આખરે કેટલા સમય સુધી લોકોએ આ પ્રકારની હાલાકનો સામનો કરવો પડશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ