બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Chiku found Chiru in the streets of London! See what Virat said after seeing his old friend

ભાઈબંધી / લંડનની ગલીઓમાં ચીકુને મળી ગયો ચિરૂ! વર્ષો જૂનાં દોસ્તને જોઈને જુઓ શું બોલ્યો વિરાટ

Megha

Last Updated: 02:05 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર કરેલ એ પોસ્ટમાં દ્વારકા રવિ તેજાએ જૂની યાદોને વાગોળતાં આગળ એક કિસ્સો પણ તેમના ચાહકો સાથે શેર કર્યો છે.

  • રવિ તેજાએ હાલ જ સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી સાથે તેની તસવીર શેર કરી છે
  • રવિ તેજાએ જૂની યાદોને વાગોળતાં આગળ એક કિસ્સો પણ તેમના ચાહકો સાથે શેર કર્યો
  • અમે જ્યારે પણ મળીએ ત્યારે એકબીજાને ચિરૂ કહીને જ બોલાવીએ છીએ. 

ભારતીય અંડર 19 ટીમના પૂર્વ ક્રિકેટર દ્વારકા રવિ તેજાએ હાલ જ સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી સાથે તેની તસવીર શેર કરી છે જે ઘણી વાઇરલ થઈ રહી છે. સાથે એમના ચાહકોને આ તસવીર ઘણી પસંદ આવી રહી છે. આઈપીએલ પછી 6 વર્ષ પછી રવિ તેજા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મળી રહ્યા છે. તસવીર શેર કરીને રવી તેની જૂની યાદોને તાજા કરી છે અને જૂના દિવસોને યાદ પણ કર્યા છે. તેજાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'લંડનમાં આઇપીએલના 6 વર્ષના લાંબા સમય પછી એ ફરી વિરાટને મળ્યા અને પહેલી જ વાત જે મને વિરાટે પૂછી એ હતી ચિરૂ તું કેમ છે?' 

તેના એ પોસ્ટમાં દ્વારકા રવિ તેજાએ જૂની યાદોને વાગોળતાં આગળ એક કિસ્સો પણ તેમના ચાહકો સાથે શેર કર્યો છે. પૂર્વ ક્રિકેટર દ્વારકા રવિ તેજાએ લખ્યું કે, ' અંડર- 15 ના એ દિવસોમાં અમે રૂમમેટ્સ હતા અને એ સમયે અમે લોકો ટીવી પર ચિરંજીવીના ગીતો સાંભળતા અને જોતાં હતા. એ સમયે વિરાટ મારી સાથે એ ગીતો પર ડાન્સ કરતો હતો. અમે એકબીજાને ક્યારેય સાચા નામથી બોલાવ્યા જ નથી. અમે એકબીજાને ચિરૂના નામથી બોલાવતા હતા. એ પછી અમે જ્યારે પણ મળીએ ત્યારે એકબીજાને ચિરૂ કહીને જ બોલાવીએ છીએ. 

પૂર્વ ક્રિકેટર દ્વારકા રવિ તેજા વિશે વાત કરીએ તો તેઓ હૈદરાબાદના રણજી ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે અને આઈપીએલમઅ રવિ ડેક્કન ચાર્જરની ટીમ તરફથી પણ રમી ચૂક્યા છે. એ સિવાય ભારત અંડર-19, ભારત-એ. સાઉથ ક્ષેત્ર, સનરાઈજ હૈદરાબાદમાં પણ એમનો ખેલ બતાવી ચૂક્યા છે. બીજી તરફ વિરાટની વાત કરીએ તો વિરાટને કમરમઅ દુખાવાને કારણે ઈંગ્લેન્ડ સામે પહેલો વનડે રમી શક્યા નહતા. આજના મેચમાં પણ શાયદ વિરાટ મેચની બહાર રહેશે એવી સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ