બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / chhota udaipur tantrik puja on minor girl kawant chhotaudepur

રે,કળિયુગ / જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, છોટાઉદેપુરમાં સગીરા સાથે જે થયું તે જાણીને હચમચી જશો

Malay

Last Updated: 11:10 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાંથી હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. સગીરાને નિવસ્ત્ર કરીને તેની સાથે તાંત્રિક વિધિ કરાયાની ફરિયાદ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

 

  • છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં અધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું
  • સગીરાને મધ્યમાં રાખીને તાંત્રિકો દ્વારા વિધિ કરાઇ 
  • ગત 26 એપ્રિલે બનેલી ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ

વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, ગીર સોમનાથમાં તાંત્રિક વિધિના નામે 93 લાખની ઠગાઈ બાદ હવે સગીરાને મધ્યમાં રાખીને તાંત્રિકો દ્વારા વિધિ કરાઇ છે. ગત 26 એપ્રિલે બનેલી ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગીરાની માતાએ 10 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. માતાએ સગીરાને નિવસ્ત્ર કરીને તેની સાથે તાંત્રિક વિધિ કરાયાની ફરિયાદ કરી છે. સગીરાની માતાએ ગામની જ મહિલા અને તેના ભાઈ તેમજ જમાઈ સહિત 10 સામે ફરિયાદ નોંધાવી છે.

સગીરાને લઈ ગયા હતા તણખલા ગામમાં
મહિલાએ છોટાઉદેપુરના કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, નસવાડી તાલુકામાં કુટબી ગામે એક સગીરવયની યુવતીને ગામની મહિલા અને એક યુવક પટાવી ફોસલાવી મોટર સાયકલ ઉપર બેસાડી લઈ ગયા નસવાડીના તણખલા ગામ ખાતે લઈ ગયા હતા. જ્યાં અન્ય કેટલાક લોકો પણ હાજર હતા. જે બાદ બીજા દિવસે બે મહારાજ આવી કિશોરીને નિર્વસ્ત્ર કરી સતત મંત્ર બોલાવ્યા હતા.

કુંડાળામાં ઊભી રાખી મંત્રો બોલાવ્યા 
નિર્વસ્ત્ર કિશોરીને કુંડાળામાં ઊભી રાખી બે પગમાં નારિયેળ બાંધ્યા, માથા ઉપર કંકુ લગાવ્યું અને મંત્ર બોલાવ્યા હતા. મંત્ર બોલતાં બોલતાં કિશોરીને હિચકી આવતા અટકાઈ એટલે મહારાજે કોઈ પ્રવાહી પીવડાવ્યું જેથી કિશોરી બેભાન થઈ ગઈ હતી. હોશમાં આવ્યા બાદ મહારાજે જણાવ્યું હતું કે, છોકરી મંત્ર બોલવાનું ચૂકી ગઈ છે એટલે 15 દિવસ પછી લઈને આવજો. જે બાદ ગામની મહિલા અને યુવક સગીરાને ઘરે પરત લાવ્યા હતા.

જાણીને પરિવારજનો હચમચી ગયા
જે બાદ સગીરા ગુમસુમ રહેવા લાગી હતી. ઘરના સભ્યોએ સગીરાને  પૂછતાં યુવતીએ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. આ બધુ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.  પરિજનોને કિશોરીના લગ્નની ચિંતા હોવાથી સમાજ રાહે નિકાલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિકાલના આવતા આખરે કવાંટ પોલીસ મથકમાં કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવી છે. કિશોરની માતાએ સંગીતાબેન જંગલીયાભાઈ ભીલ, વિકેશભાઈ મીનકાભાઈ ભીલ, દિલીપભાઈ ભીલ સહિત 10 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

સળગતા સવાલો
- રાજ્યમાંથી અંધશ્રદ્ધા ક્યારે દૂર થશે?
- વિજ્ઞાનના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં કેમ માને છે?
- વિધિ કરવાથી દુઃખ દૂર ન થાય તે લોકો ક્યારે સમજશે?
- લોકો ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે દીકરીઓ બનશે શિકાર?
- ભૂવાઓ ક્યાં સુધી લોકોની લાગણી સાથે રમત રમશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ