બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

VTV / Chemists can not sell the medicines without the prescription says delhi government

દેશ / હવે પેઇન કીલર દવા લેવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન ફરજિયાત, રેકોર્ડ પણ રાખવો પડશે, મેડિકલ સ્ટોરને કડક આદેશ

Vaidehi

Last Updated: 10:07 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રગ કંટ્રોલે કેમિસ્ટને પેઈનકિલર દવાઓનો રેકોર્ડ રાખવાની સલાહ આપી છે. જો કોઈ આ નિયમનું પાલન નથી કરતું તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

  • દિલ્હી સરકારે કેમિસ્ટને આપ્યાં આદેશ
  • પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન આપવાની સલાહ
  • એસ્પિરિન અને ઈબુપ્રોફેન જેવી દવાઓનાં વેંચાણ પર રોક

હવે મેડિકલ સ્ટોરવાળાઓ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ગ્રાહકોને વેંચી શકશે નહીં. દિલ્હી સરકારે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેંચવા પર રોક લગાવતાં કહ્યું છે કે જો કોઈ મેડિકલ સ્ટોરવાળો અથવા કેમિસ્ટ પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેંચતો દેખાયો તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. વેક્ટર પ્રોનની બીમારીઓ વધવાને લીધે સરકારે મેડકિલ સ્ટોર્સને આદેશ આપ્યો કે તેઓ એસ્પિરિન અને ઈબુપ્રોફેન જેવી દવાઓ નહીં વેંચી શકે.

વેક્ટરજન્ય બીમારીઓનાં કેસ વધતાં લેવાયો નિર્ણય
ડિપાર્ટમેંટ ઓફ ડ્રગ કંટ્રોલે કેમિસ્ટને પેનકિલર્સ દવાઓનો રેકોર્ડ બનાવવાની સલાહ આપી છે. હાલમાં જ ડેંગ્યૂનાં વધતાં કેસોને ધ્યાનમાં રાખતાં આ ડિપાર્ટમેન્ટે કહ્યું કે વરસાદની સીઝનમાં ડેંગ્યૂ અને ચિકનગુનિયા જેવી વેક્ટરજન્ય બીમારીઓનાં કેસ વધી રહ્યાં છે. આવી બીમારીઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઓવર-ધ-કાઉન્ટર વેંચાણમાં શામેલ કરવી નહીં
ડેંગ્યૂ જેવી બીમારીનાં ઈલાજ માટે મોટાભાગે લોકો ઈબુપ્રોફેન અને ડિક્લોફેનાક જેવી દવાઓ લે છે. જેના કારણે લોકોને પાછળથી અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.તેથી છૂટક દવા વેંચનારાઓને સલાહ આપવામાં આવી કે આવતાં આદેશ સુધી એસ્પિરિન, ઈબુપ્રોફેન અને ડિક્લોફેનાક જેવી દવાઓ ઓવર-ધ-કાઉન્ટર વેંચાણમાં શામેલ કરવી નહીં. સાથે જ દવાઓનો ટ્રેક રાખવાની પણ સલાહ આપી છે.

નિયમ તોડવા પર થશે કાર્યવાહી
ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રગ કંટ્રોલે કહ્યું કે આ આદેશનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડોક્ટરોને ચેતવણી આપવામાં આવી છે કે આવી દવાઓનો અનિયંત્રિત ઉપયોગ વેક્ટકજન્ય રોગનાં રોગીઓ માટે ઘાતકી સાબિત થઈ શકે છે. આ દવાઓનો ઉપયોગ હ્યૂમન બ્લડમાં પ્લેટલેટ ઘટાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ