બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Chavaj village of Bharuch arrested a young man for raping a Hindu girl and demanding ransom.

સાવધાન / ભરૂચનાં ચાવજ ગામે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ખંડણી માંગતા યુવકની ધરપકડ

Vishal Khamar

Last Updated: 09:20 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચનાં ચાવજ ગામે ઈન્સ્ટાગ્રામ મારફતે હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અનેક મંદિરે લઈ જઈ ફોટા પડાવ્યા હતા. જે બાદ યુવક દ્વારા યુવતી પાસે પૈસાની માંગણી કરતા યુવતીએ યુવક વિરૂદ્ધ દુષ્કર્મ, છેડતી તેમજ ખંડણી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

  • ભરૂચના ચાવજ ગામે મુસ્લિમ યુવકનું ષડયંત્ર 
  • હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અનેક મંદિરે લઇ જઇ ફોટા પડાવ્યા
  • યુવતીએ આરોપી યુવક સામે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

ભરૂચનાં ચાવજ ગામે યુવક દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આર્ય પટેલ નામ રાખી હિંદુ યુવતીને ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમજ હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અનેક મંદિરે લઈ જઈ ફોટા પડાવ્યા હતા. જે બાદ યુવક દ્વારા યુવતી પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. અને જો રૂપિયા નહી આપે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. યુવક દ્વારા યુવતીને બદનામ કરવા માટે તેની ઓફીસ આવી પેટ્રોલ છાંટી પોતાને આગ લગાડવાની યુવતીને ગત શુક્રવારે ધમકી આપતા યુવતીએ આરોપી આદિલ સામે દુષ્કર્મ, છેડતી, ખંડણી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તેમજ આરોપી યુવક આદિલનાં માતા-પિતાને પણ ફરિયાદી બનાવાયા હતા.  પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે યુવકની ધરપકડ કરી
 ભરૂચ તાલુકાનાં ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે.  સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આદિ નામનાં યુવકે હિંદુ નામ રાખી આઈડી બનાવ્યું હતું.  જે બાદ યુવકનો સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થતા બંને વચ્ચે મેસેજની આપલે શરૂ થઈ હતી. ત્યારે યુવક દ્વારા પોતે પરણીત હોવાની માહિતી છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સઘળી હકીકતની યુવતીને જાણ થતા યુવતિએ ચાવજ ગામે જઈ યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. 

વધુ વાંચોઃ 'આજ બસ તેરા ભાઈ ચલાયેગા!' AMTSના ડ્રાઇવરે નશામાં ધૂત થઈ થાંભલામાં ઠોકી બસ, મુસાફરોના જીવ અધ્ધર

યુવક પરણીત હોવાનો ખુલાસો થતા યુવતી ચોંકી ઉઠી
ભરૂચ તાલુકાનાં એક ગામે રહેતી યુવતી નોકરી અર્થે ભરૂચ આવતી હતી. ત્યારે યુવતી સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતી હતી. ત્યારે યુવતીની મુલાકાત સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામનાં યુવક સાથે થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.જે થોડા સમય બાદ પ્રેમમાં પરિણમી હતી.  ત્યારે થોડા સમય બાદ યુવતીને માલુમ પડ્યું કે તેણે જેની સાથે મિત્રતા કરી છે તેનું સાચુ નામ આદીલ પટેલ છે અને તે ચાવજ ગામનો રહેવાસી છે. તેમજ તે પરણીત હોવાનો ખુલાસો થતા યુવતી ચોંકી ઉઠી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ