બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Another AMTS bus driver was caught drunk in Ahmedabad

અમદાવાદ / 'આજ બસ તેરા ભાઈ ચલાયેગા!' AMTSના ડ્રાઇવરે નશામાં ધૂત થઈ થાંભલામાં ઠોકી બસ, મુસાફરોના જીવ અધ્ધર

Dinesh

Last Updated: 08:08 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​Ahmedabad news: અમદાવાદમાં વધુ એક AMTS બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો છે, ટ્રાફિક લાઈટના થાંભલા સાથે બસ અથડાતા મુસાફરોને જાણ થઇ કે બસનો ડ્રાઇવર નશાની હાલતમાં છે

  • AMTS બસનો ડ્રાઈવર નશાની હાલતમાં પકડાયો
  • 130/4 નંબરની બસનો ડ્રાઇવર નશાની હાલતમાં
  • ડ્રાઈવરે ટ્રાફિકના થાંભલા પાસે બસને અથડાવી


અમદાવાદમાં AMTS બસ ફરી વિવાદમાં આવી છે. અમદાવાદમાં વધુ એક AMTS બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો છે. ટ્રાફિક લાઈટના થાંભલા સાથે બસ અથડાતા મુસાફરોને જાણ થઇ કે બસનો ડ્રાઇવર પીધેલો છે. 

વાડજ સર્કલ પાસે અકસ્માત કરતાં થઈ હતી જાણ
આ ઘટના વાડજ સર્કલ પાસેની છે.જો કે અકસ્માત બાદ મુસાફરોએ ડ્રાઈવરને પીધેલી હાલત ઝડપી લીધો હતો.  130/4 નંબરની  AMTS બસનો ડ્રાઇવર ચાલુ ફરજે નશાની હાલતમાં હતો. બસ મનમોહન પાર્કથી વાડજ તરફ જતી હતી તે સમયે અકસ્માત થયો હતો. AMTS બસમાં અંદાજે 35 જેટલા મુસાફરો સવાર હતા. આ ઘટના બાદ તમામ મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

વાંચવા જેવું: રાજપથ ક્લબથી SP રિંગ રોડ, વિસતથી ઝુંડાલ...: અમદાવાદના આટલા રસ્તા બનાવશે 'આઇકોનીક રોડ', જુઓ આખું લિસ્ટ

BRTS બસ ડ્રાયવર બન્યો બેફામ
અમદાવાદ શહેરમાં BRTS અને AMTS બસ ડ્રાયવરો બેફામ બન્યા છે, ક્યાંક નશાની હાલતમાં જોવા મળે છે તો વળી ક્યાંક સિગ્નલની પરવાહ કર્યા વિના જ બસ ભગાડી જાય છે. BRTS બસના ડ્રાયવરોએ ટ્રાફિકના નિયમો નેવે મૂક્યા છે. શાસ્ત્રીનગર ચાર રસ્તા પર બંધ સિગ્નલે બસ હંકારી છે. અયોગ્ય ડ્રાયવિંગને લઈ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. બેફામ BRTS બસ ડ્રાયવરો સામે કાર્યવાહી ક્યારે તે સૌથી મોટો સવાલ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ