બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad iconic road project by AMC is planning to develop rajpath club, sp ring road etc using PPP devloping

વિકાસ / રાજપથ ક્લબથી SP રિંગ રોડ, વિસતથી ઝુંડાલ...: અમદાવાદના આટલા રસ્તા બનાવશે 'આઇકોનીક રોડ', જુઓ આખું લિસ્ટ

Vaidehi

Last Updated: 06:40 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં AMC દ્વારા રોડ-રસ્તાઓને "આઈકોનિક રોડ" બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 15 વર્ષનો કોન્ટ્રેક્ટ સહી કરવામાં આવ્યો છે.

  • અમદાવાદ શહેરમાં વિકાસની સ્પીડ બમણી
  • AMC રોડ-રસ્તાઓને આઈકોનિક બનાવવાની તૈયારીમાં
  • PPP devloping દ્વારા તૈયાર થશે રસ્તાઓ

અમદાવાદ શહેરમાં AMC દ્વારા શહેરી વિકાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના આંતરિક વિકાસ સાથે શહેરના રોડ અને રસ્તાને "આઈકોનિક રોડ" બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આમ AMCનાં ચીફ એન્જિન્યર હરપાલ સિંહ ઝાલા તેમજ તેમની ટીમ સવારથી સાંજ સુધીની મહત્વપૂર્ણ કામગીરીને કારણે શહેરની અંદર એક સાથે પાંચ સ્થળો ઉપર સુંદર અને ટકાઉ આઇકોનિક રોડ બની રહ્યાં છે.

હાલ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીના લગભગ સવા કિમી રોડનું કામકાજ પૂરઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે.સાથે અન્ય સ્થળ ઉપર પણ આ પ્રકારે આઇકોનિક રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આમ, અમદાવાદ શહેરના દરેક નાગરિકોને પણ AMCની કામગીરીને લઈને તેમજ શહેરમાં બની રહેલા નવાં આઇકોનિક રોડ અને ટ્રાફિક સમસ્યાનું નિવારણ થયું હોવાને કારણે ગૌરવ અનુભવે છે.

આઈકોનિક રોડ
આ દ્રશ્યો આપના પોતાનાં શહેર અમદાવાદનાં છે. જ્યાં ચારેય તરફ વધી ગયેલાં ગેરકાયદેસરનાં દબાણોને હટાવવા પડે છે.વર્ષો સુધી જમીન ઉપર દબાણ કરીને કબ્જો કરનાર લોકો પણ પોતાનાં કબ્જામાં રાખેલી જમીન/જગ્યા કે ઓટલો છોડવાં તૈયાર નથી થતાં હોતાં. તેવામાં હાલમાં જો કોઈ વાળેલી જગ્યાઓ છોડવા તૈયાર ન હોય ત્યારે દરેકને સમજાવીને કબજો ખાલી કરાવવાનું અઘરું અને જવાબદારીવાળું કાર્ય AMC કરી રહી છે. AMC દ્વારા ખૂબ સારી રીતે લોકોનાં સહયોગથી દબાણ હટાવીને રોડની બન્ને સાઇડ પહોળાઈ વધારવામાં આવી છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજવાળો આંખો રોડ તાર રોડ બનશે. તેમજ રોડની બન્ને સાઈડ સર્વિસ રોડ બનશે. રોડને 60 ફૂટ પહોળો કરવા માટે રોડની બન્ને સાઈડનાં લુઝ અને પાકા તમામ દબાણ કાઢીને 60 મીટરનો રોડ બનાવ્યો છે.

રાજહંસ કંપનીને સોંપવામાં આવી કામગીરી 
આ રોડને આઇકોનિક રોડ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે રોડ PPP devloping દ્વારા તૈયાર કરવામાં આવશે. યુનિક વર્ક સાથે બનાવમાં આવશે. તેની સુંદરતા અને આકર્ષણનાં કારણે રોડ એક આઈકોનિક રોડ બનશે. શહેરમાં અન્ય રોડને પણ આઈકોનિક રોડ બનાવવામાં આવશે. રાજહંસ કંપની દ્વારા રોડનો ખર્ચ PPP મોડેલ અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં નિયમાનુસાર પબ્લિક પાસેથી ક્યારેય કોઈ ખર્ચ કે ફી ઉઘરાવી શકાશે નહીં. તેમજ AMC સાથે રાજહંસનાં લેખિત એગ્રીમેન્ટને કારણે પંદર વર્ષ સુધી આઇકોનિક રોડની જાળવવાની કામગીરી પણ કરવામાં આવશે.

વિસાતથી ઝુંડાલ રોડ, રાજપથ ક્લબ થી SP રીંગ રોડ વાળો રોડ, એરપોર્ટ સર્કલથી દફનાળા સુધીનો, એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો તેમજ વિસત પેટ્રોલ પંપથી તપોવન સર્કલ સુધીનાં રોડ નેઆઇકોનિક સિટી રોડ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ