બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Char Dham Travelers Alert: Severe Ice Storm Forecast for 5 Days

ચેતવણી / ચાર ધામ જનારા યાત્રિકો ઍલર્ટ: 5 દિવસ સુધી ભારે બર્ફીલા તોફાનની આગાહી, સતર્ક રહેવા નિર્દેશ

Priyakant

Last Updated: 01:25 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓને ઉત્તરાખંડના હવામાનની અપડેટ મળ્યા બાદ જ યાત્રા શરૂ કરવા અપીલ કરી

  • ચારધામ યાત્રા વચ્ચે હવામાન વિભાગનું ઉત્તરાખંડના 4 જિલ્લાઓને લઈને એલર્ટ જાહેર 
  • ઉત્તરાખંડના જિલ્લાઓમાં પાંચ દિવસ સુધી હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી
  • હવામાન વિભાગે મુસાફરોને કહ્યું છે કે, તેઓ અત્યારે જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય

ચારધામ યાત્રા વચ્ચે હવામાન વિભાગે ઉત્તરાખંડના ચાર જિલ્લાઓને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ઉત્તરાખંડના આ જિલ્લાઓમાં પાંચ દિવસ સુધી હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી છે. આ સાથે વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અને મધ્યપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓને ઉત્તરાખંડના હવામાનની અપડેટ મળતાં જ યાત્રા શરૂ કરવા અપીલ કરી હતી.

હકીકતમાં યમુનોત્રીમાં આખો દિવસ હિમવર્ષા ચાલુ રહે છે. આ તરફ ગંગોત્રીના ઊંચા શિખરો પર નવેસરથી હિમવર્ષા અને ધામમાં વરસાદના સમાચાર છે. તેથી કેદારનાથમાં ભારે હિમવર્ષાને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રે યાત્રિકોને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ધામોમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. આ કારણોસર હવામાન વિભાગે નવી ચેતવણી જારી કરતી વખતે મુસાફરોને કહ્યું છે કે, તેઓ અત્યારે જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય અને હવામાનની અપડેટ મેળવ્યા પછી જ આગળ વધે. 

અગાઉ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું
ચારધામ યાત્રાની શરૂઆતની સાથે જ હવામાન વિભાગે મંગળવારે પણ હિમવર્ષા અને હિમપ્રપાત માટે એલર્ટ જાહેર કર્યું હતું. ઉત્તરાખંડમાં હિમવર્ષા અને હિમપ્રપાતની ચેતવણી બાદ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગોમુખ ટ્રેક પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સરકારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં કોઈપણ પ્રવાસીને સાહસિક રમતો અથવા ટ્રેકિંગ કરવા દેવાનો નિર્ણય કર્યો હતો.

ઉત્તરકાશી જિલ્લામાં વધુ હિમવર્ષા અને હિમપ્રપાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન વહીવટીતંત્ર દ્વારા ઉત્તરકાશીના ગોમુખ ટ્રેકને આગામી એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ગંગોત્રી નેશનલ પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર રંગનાથ પાંડેએ આ માટે યોગ્ય આદેશ જાહેર કર્યા હતા. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે હવામાન અનુકૂળ હશે ત્યારે જ પ્રવાસીઓને ગોમુખ તરફ જવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિમવર્ષાના કારણે ચારધામ યાત્રા પર આવેલા કોઈપણ ભક્તને ગોમુખ જવાની મંજૂરી આપવામાં આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ