બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Change from bottom to tube in Rajkot Crime Branch after alleged vandalism

ઓર્ડર / કથિત તોડ્કાંડની ઘટના બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં તળિયાથી નળિયા સુધી ફેરફાર, સાગમટે બદલી -DGPનો આદેશ

Mehul

Last Updated: 10:24 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કથિત તોડ કાંડમાં ફરિયાદો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચના તમામ PSIની બદલી કરી દેવામાં આવી છે. DGP આશિષ ભાટિયાએ ઓર્ડરકરીને સાગમટે બદલી કરી નાખી

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં સાગમટે બદલી
કેટલાક કેસમાં નામ સંડોવાયા હોવાની શંકા 
રાજ્યના DGPએ બદલીના આપ્યા આદેશ  

સમગ્ર સૌરાષ્ટ્ર  ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગરમાં ખળભળાટ મચાવનાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કથિત તોડ કાંડમાં ફરિયાદો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચના તમામ PSIની બદલી કરી દેવામાં આવી છે. ગાંધીનગરથી DGP આશિષ ભાટિયાએ ઓર્ડરકરીને સાગમટે બદલી કરી નાખી છે. જેમાં PSI પી.બી.જેબલિયા, PSI પી.એમ.ધાખડા, PSI વી.જે.જાડેજા. PSI એમ.એમ.ઝાલા, PSI જે.એ.ખાચર, PSI એમ.વી.રબારી. SOGના PSI અસલમ અંસારી, PSI તુષાર પંડ્યા,અને SOGના PI રોહિત રાવલની બદલીના આદેશો આપવામાં આવ્યા છે.

તાજેતરમાં જ રાજકોટમાં વેપારીઓને માનસિક હેરાનગતિથી કોરા ચેક લખાવી લીધા સહિતની ફરિયાદો થઇ હતી. આવી કેટલીક વધુ ફરિયાદો સામે આવે તે માટે સ્થાનિક ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ આગળ આવ્યા હતા. રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કથિત તોડ કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ ઘટનાના પગધા રાજનીતિક તો પડ્યાં જ પણ પ્રશાસનિક રીતે પણ પોલીસ ખાતાની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઉભા થયા હતા. રાજ્યના DGP આશિષ ભાટીયાએ એક જ ઝાટકે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં તળિયાથી નળિયા સુધીની સાફ-સુફી કરી નાખી છે. હવે સ્થાનિક પોલીસ કમિશનર મનોજ  અગ્રવાલ સામે તપાસ ચાલી રહી છે. શક્ય છે તપાસના નિષ્કર્ષ પછી તેઓને પણ બદલી દેવામાં આવે . 

રાજકોટમાં કથિત તોડ કાંડની ઘટના  

ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર રાજકોટનાં  પોલીસ વસૂલી કાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાની એરણે છે. રાજકોટ પોલીસના  દ્વારા વસૂલીકાંડ મામલે વધુ એક ખુલાસો થતા રાજનીતિ અને પ્રસાશનિક વમળ બહુ ઘેરા બન્યા છે. સોની વેપારી બાદ હવે લાકડાના વેપારીએ મુદ્દે પણ  સણસણતા આરોપ લાગ્યા છે. આ વેપારીને રાજકોટના PSI વી.જે.જાડેજા ઉઠાવી ગયાનો આક્ષેપ થતા સ્થાનિક પોલીસ પર વધુ એક દાગ લાગ્યો છે . PI વી.કે ગઢવી સાથે PSI જાડેજાનું નામ  સામે આવ્યું છે.

ગુજરાતની રાજનીતિમાં અત્યારે સુથી વધુ ચર્ચાની એરણે રાજકોટ છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સભાના સાંસદે લગાવેલા આરોપથી રાજનીતિ અને પ્રસાશનિક 'જુગલબંદી'ની બૂ' આવી રહી હોવાની પ્રતીતિ નાગરિકોને થઇ રહી છે. રાજકોટના સોની વેપારીએ પોલીસ પર લગાવેલા આરોપ બાદ હવે લાકડાના વેપારી મુદ્દે પોલીસ ઘેરાઈ છે. આ કેસમાં  વિસોત ટિમ્બર્સે ગાંધીધામની શિયા નેચરલ પાસેથી 10 લાખનો માલ મંગાવ્યો હતો. જેના પૈસા ભરપાઇ ન થતા વિસોતે નિયમ મુજબ માલ પરત થયો હતો. રાજકોટ પોલીસની આ કેસમાં 21-12-2021 એન્ટ્રી થઇ  હતી. જેમાં વિસોત ટિમ્બર્સના ભાગીદારને પોલીસ ક્રાઇમ બ્રાન્ચ લઇ ગઇ હતી. પોલીસે ટિમ્બર્સના માલિક પાસેથી બે ચેક કોરા લખાવી નાંખ્યા હતા.  આ બન્ને ચેકમાં પોલીસે રૂપિયા 1.90 લાખની રકમ ભરાવી હતી. આમ આ રીતે 3.80 લાખ રૂપિયાનો તોડ પોલીસે કર્યો હતો. આ મુદ્દે ટિમ્બર્સના માલિકે રાજકોટ પોલીસ કમિશનરને ફરીયાદ કરી હતી. પરંતુ પોલીસ કમિશનર અગ્રવાલને રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી નહોતી થઇ .


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ