બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Chandrayaan 3 will not be awaken today says ISRO ahmedabad director Nilesh Desai

મિશન મૂન / ચંદ્ર પર સૂર્યોદય છતાં પણ ચંદ્રયાન-3ને આજે નહીં જગાડવામાં આવે! ISRO અમદાવાદનાં વૈજ્ઞાનિકે જણાવ્યું મોટું કારણ

Vaidehi

Last Updated: 05:58 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્લીપમોડમાં રહેલા ચંદ્રયાન-3નાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની આંખો આજે નહીં ખુલે. ISRO અમદાવાદનાં સ્પેસ એપ્લિકેશન સેંટરનાં ડાયરેક્ટર નીલેશ દેસાઈએ આપી માહિતી.

  • ચંદ્રયાન-3નાં લેન્ડર-રોવર આજે નહીં જાગે
  • ISRO અમદાવાદનાં નીલેશ દેસાઈએ આપી માહિતી
  • કહ્યું જરૂરી ઊર્જા ન મળતાં આજે જગાડવામાં નહીં આવે

Chandrayaan 3નાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આજે એટલે કે 22 સપ્ટેમ્બર 2023નાં નહીં જાગે. અમદાવાદમાં સ્થિત ઈસરોનાં સ્પેસ એપ્લિકેશન સેંટરનાં ડાયરેક્ટર નીલેશ દેસાઈએ કહ્યું કે ISRO ચંદ્રયાન-3 એટલે કે લેન્ડર-રોવરને આવતીકાલ 23 સપ્ટેમ્બરનાં જગાડવાનો પ્રયાસ કરશે. હાલમાં આ બંને નિષ્ક્રિય સ્થિતિમાં છે.

ચંદ્ર પર સૂર્યોદય
ચંદ્ર પર સૂર્યોદય તો થઈ ગયો છે પરંતુ ચંદ્રયાન-3નાં લેન્ડર અને રોવરને હજુ સુધી જરૂરી હોય તેટલી ઊર્જા નથી મળી શકી. ચંદ્રયાન-3 તરફથી કેટલાક ઈનપુટ મળ્યાં છે જેની ઈસરો વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યાં છે. છેલ્લાં 10 દિવસોનાં ડેટાને એનાલાઈઝ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પ્રજ્ઞાન રોવરે 105 મીટર સુધી મૂવમેંટ પણ કર્યું છે.

ચંદ્રનાં તાપમાનની ચંદ્રયાન પર થઈ શકે છે અસર
અત્યાર સુધી લેન્ડર-રોવર સ્લીપ મોડમાં હતાં. તે સમયે ચંદ્રનાં દક્ષિણી ધ્રુવીય વિસ્તારમાં તાપમાન માઈનસ 120થી માઈનસ 220 ડિગ્રી સેલ્સિયસ હતો. આવું તાપમાન યંત્રોનાં સર્કિટને બગાડી શકે છે. આ તાપમાનની અસર લેન્ડર અને રોવર પર કેટલી થઈ છે તે તો ચંદ્રયાન-3નાં જાગ્યા બાદ જ જાણી શકાશે. 

યૂરોપિયન સ્પેસ એજન્સી ચંદ્રયાન-3ને મોકલી રહી છે સંદેશાઓ
આજે વહેલી સવારે યૂરોપિયન સ્પેસ એજન્સીનાં કોરોઉ સ્પેસ સ્ટેશનથી ચંદ્રયાન-3નાં લેન્ડર વિક્રમને સતત સંદેશાઓ મોકલવામાં આવી રહ્યાં છે. પરંતુ લેન્ડરની તરફથી મળતાં રિસપોન્સ ઘણાં કમજોર છે. એટલે કે જે પ્રકારની રેડિયો ફ્રિક્વેંસી મળવી જોઈએ એ નથી મળી રહી.- આ દાવો એમેચ્યોર એસ્ટ્રોનોમર સ્કોટ ટાઈલીએ કર્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું કે આ ખરાબ ન્યૂઝ છે કે ચંદ્રયાન-3ની ચેનલ પર 2268 મેગાહર્ટસનું ઉત્સર્જન થઈ રહ્યું છે. આ એક કમજોર બેન્ડ છે. એટલે કે ચંદ્રયાન-3નાં લેન્ડર પાસેથી હજુ સુધી કોઈ મજબૂત સિગ્નલ નથી મળી શક્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ