બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / chandrayaan 3 landing moon with lander vikram rover pragyan isro

જાણવા જેવું / 'ચંદ્રયાન 3' સૌ પ્રથમ ચંદ્ર પર કરશે આ કાર્ય, શું તમે જાણો છો?, નહીં ને, તો ISROએ આપી જાણકારી

Arohi

Last Updated: 01:42 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3: ISROના જણાવ્યા અનુસાર ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના ઉતરતા જ તેમાં હાજર રોવર પ્રજ્ઞાન પોતાનું કામ શરૂ કરી દેશે અને આંકડા મોકલવા લાગશે.

  • ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે ચંદ્રયાન-3 
  • સૌ પ્રથમ ચંદ્ર પર કરશે આ કામ
  • ISROએ આપી જાણકારી

ચંદ્રયાન-3 ચાંદ્રની સપાટી પર લેન્ડિંગ માટે છેલ્લા ચરણમાં છે. ISROના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તેની કક્ષાથી થોડુ વધારે નીચે સફળતાપૂર્વક પહોંચાડ્યું છે. ચંદ્રયાન બુધવારે સાંજે 6.04 મિનિટ પર ચંદ્રની સપાટી પર ઉતરવાની આશા છે. ચંદ્રની સપાટી પર ઉતરતા જ વિક્રમ લેન્ડર પોતાનું કામ શરૂ કરી દેશે અને ઈસરોને આંકડા મોકલશે. 

ચંદ્ર પર 14 દિવસ સુધી ફરશે ચંદ્રયાન-3   
જાણકારો અનુસાર ઈસરોએ આ આંકડાનાં વિશ્લેષણ માટે અલગ અલગ વૈજ્ઞાનિકોની ટીમ તૈયાર કરી છે. આ આંકડા દ્વારા ચંદ્રમા પર સ્થિતિની જાણકારી મળશે. લેન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવર ચંદ્રમાની સપાટી પર 14 દિવસ સુધી ફરીને આંકડાં ભેગા કરશે. 

તેમાં લાગેલા 2 ઉપકરણોમાંથી એક અલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટોમીટર ચંદ્રની સપાટી પર કોઈ ધાતીની શોધ અને તેની ઓળખ કરશે. જ્યારે બીજુ અન્ય જાણકારી ભેગી કરશે. 

23 ઓગસ્ટે લેન્ડ કરશે ચંદ્રયાન-3
અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે લેન્ડર મોડ્યુલ સોફ્ટ લેન્ડિંગ પહેલા અંદરની તપાસની પ્રક્રિયાથી પસાર થશે. ઈસરોએ કહ્યું કે લેન્ડર અને રોવર વાળા લેન્ડર મોડ્યુલના 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. તેના પહેલા કહેવામાં આવ્યું હતું કે મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.47 મિનિટ પર ચંદ્રની સપાટી પર ઉતરશે.  

ઈસરોએ એક્સ પર રવિવારે એક પોસ્ટમાં જણાવ્યું, "બીજા અને અંતિમ ડીબૂસ્ટિંગ અભિયાનમાં લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક કક્ષામાં નીચે આવી ગયું છે. મોડ્યુલ હવે આંતરિક તપાસ પ્રક્રિયાથી પસાર થશે અને લેન્ડિંગ સ્થળ પર સૂર્યોદયની રાહ જોશો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ