બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / chandra grahan 2023 date time india lunar eclipse 2023 auspicious sanyog after 12 years

ધર્મ / મીન અને મેષ સહિત આ ચાર રાશિના જાતકોને જલસા! 12 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, પૈસાની આવક વધશે

Manisha Jogi

Last Updated: 05:57 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગશે. 5 મેના રોજ તુલા રાશિ અને સ્વાતી નક્ષત્રમાં કેતુ અને ચંદ્ર ગ્રહણ થશે. ચતુર્ગ્રહી યોગ કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે.

  • 5 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ.
  • 12 વર્ષ પછી ચંદ્ર ગ્રહણ પર ચતુર્ગ્રહી યોગ.
  • આ યોગ કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે.

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગશે. 5 મેના રોજ તુલા રાશિ અને સ્વાતી નક્ષત્રમાં કેતુ અને ચંદ્ર ગ્રહણ થશે. આ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે, આ કારણોસર ભારતમાં આ ચંદ્ર ગ્રહણ જોવા નહીં મળે, જેથી ભારતમાં સૂતક કાળ માન્ય નહીં રહે. 12 વર્ષ પછી ચંદ્ર ગ્રહણ પર ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. મેષ રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ અને રાહુની યુતિ બની રહી છે. આ ચતુર્ગ્રહી યોગની અસર 10 દિવસ સુધી રહેશે. 15 મેના રાજો સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યાર પછી ચતુર્ગ્રહી યોગ સમાપ્ત થઈ જશે. આ યોગ કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- 
મેષ રાશિના જાતકો માટે આ યોગ શુભ સાબિત થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે અને અધૂરા કામ પૂર્ણ થશે. આ દરમિયાન જે પણ કામ કરવામાં આવશે, તે ફળદાયી સાબિત થશે. જે પણ યાત્રા કરવામાં આવશે, તે લાભદાયક રહેશે. બિઝનેસ કરતા લોકો માટે આ ગ્રહણ શુભ સાબિત થશે. સંપત્તિમા રોકાણ કરતા લોકો માટે આ યોગ શુભ સાબિત થશે. 

સિંહ- 
આ રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ શુભ સાબિત થશે. ઓફિસમાં લાભ થવાની સંભાવના છે. નોકરીમાં સારી તક મળી શકે છે. ભાગીદારીમાં કામ કરવાથી નફો થવાની પણ શક્યતા રહેલી છે. આ દરમિયાન ઓફિસમાં એક અલગ ઓળખ બનાવી શકશો. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરશો.

ધન-
આ ચતુર્ગ્રહી યોગ દરમિયાન સમાજમાં પરિસ્થિતિ વધુ મજબૂત બનશે. પરિવાર અને મિત્રો સાથે તીર્થ યાત્રા માટે જઈ શકો છો. છેલ્લા ઘણા સમયથી જે શારીરિક પરેશાની હતી, તે સમસ્યાથી રાહત મળશે. ધન રાશિના જાતકો મહેનત કરશે તો તેમને અચૂકથી સફળતા પ્રાપ્ત થશે. સાસરી પક્ષમાં ઉતાર ચઢાવ આવી શકે છે, જે ધીરે ધીરે સામાન્ય થઈ જશે. 

મીન-
ઓફિસમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો તરફથી ફાયદો થઈ શકે છે અને ઓફિસ તથા સમાજમાં કીર્તિ વધશે. ભાગ્ય વધુ મજબૂત થશે. તમારી યોગ્યતા સાબિત કરવા માટે પડકાર પૂર્ણ કરવાની જવાબદારી લઈ શકો છો. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ