બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chance of rain in Navratri in some areas of Gujarat

મોટી આગાહી / નવરાત્રીમાં ભારે પવન-કરા સાથે વરસાદની શક્યતા, ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, જાણો કારણ

Malay

Last Updated: 07:54 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા, 17થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ભારે પવન અને કરા સાથે પડી શકે છે વરસાદ

 

  • નવરાત્રીમાં વરસાદની કરવામાં આવી છે આગાહી
  • 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા
  • હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા

Rain Forecast in Gujarat: દેશભરમાં મોસમ અચાનક મિજાજ બદલી રહ્યું છે, ક્યાંક કેટલાંક રાજ્યોમાં વિદાયનો સિલસિલો જારી છે, ક્યાંક ઠંડીએ દસ્તક દીધી છે તો ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડું અનુભવાય છે. હાલમાં હિમાચલ, દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં ચોમાસું ફરી એક્ટિવ થતાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે જારી રહ્યું છે. તો આ વચ્ચે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવરાત્રીમાં વરસાદ બનશે વિલન! હજુ ચાર દિવસ વરસાદી વાવાઝોડુ ગુજરાતને ઘમરોળશે  | heavy rain in gujarat during navratri monsoon 2019
File Photo

નવરાત્રીમાં વરસાદની શક્યતા 
ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ 17થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. 

કેટલાક ભાગોમાં થઈ શકે છે હિમવર્ષા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તા.9 સુધી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ શકે છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈ પ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 

નવરાત્રીમાં વરસાદ બનશે વિલન! હજુ ચાર દિવસ વરસાદી વાવાઝોડુ ગુજરાતને ઘમરોળશે  | heavy rain in gujarat during navratri monsoon 2019
File Photo

14 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના નહીવતઃ હવામાન વિભાગ
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે, આ શનિવાર સુધીમાં એટલે 14મી ઓક્ટોબર સુધીમાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગની આ આગાહીને કારણે ક્રિકેટરસિકો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

VTV Gujarati News and Beyond on X: "નવરાત્રી દરમિયાન દરિયાકિનારાના  વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી: અંબાલાલ પટેલ #navratri2023 #rainforecast  #weatherforecast #AmbalaalPatel #VTVGujarati ...

અંબાલાલે કરા પડવાની કરી આગાહી
તો બીજી બાજુ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 14 અને 15 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાલયના ભાગોમાં કરા પડી શકે છે. જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ