બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / chaitra amavasya 2022 date pitra dosh and kaal sarp dosh upay

તમારા કામનું / અમાસના દિવસે એક નહીં બે ખાસ સંયોગ, બસ આ ઉપાય કરવાથી પિતૃ અને કાલસર્પ દોષથી મળશે મુક્તિ

Arohi

Last Updated: 02:01 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં અમાસને વિશેષ માનવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે પિતૃ દોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ તિથિ ખાસ છે.

  • કાલસર્પ દોષથી મળે છે છુટકારો 
  • પિતૃદોષના કારણે નથી મળતી પ્રસિદ્ધી 
  • ચૈત્ર અમાસ છે ખાસ 

હિન્દુ ધર્મમાં અમાસ અને પૂનમ તિથિનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે અમાસ તિથિ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે ખાસ છે. તેથી આ દિવસે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે ઉપાય કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતો કહે છે કે જે લોકોમાં પિતૃ દોષ હોય છે. તેમની પ્રગતિમાં હંમેશા કોઈને કોઈ અવરોધ આવે છે. આ સિવાય બાળકોની ખુશીમાં પણ તેમને અવરોધોનો સામનો કરવો પડે છે. એવામાં જાણીએ કે ચૈત્ર અમાસ ક્યારે છે અને પિતૃ દોષ અને કાલસર્પ દોષમાંથી છુટકારો મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.

ક્યારે છે ચૈત્રી અમાસ?
હિન્દી કેલેન્ડર મુજબ ચૈત્રી અમાસ 31મી માર્ચે બપોરે 12.22 વાગ્યાથી શરૂ થઈ રહી છે. તેમજ અમાસ તિથિ 1 એપ્રિલના રોજ સવારે 11.53 કલાકે સમાપ્ત થશે. જોકે, ઉદયા તિથિ પર આધારિત ચૈત્રી અમાસ 1લી એપ્રિલ, શુક્રવારના રોજ છે. આ દિવસે સવારે 9.37 સુધી બ્રહ્મ યોગ છે. જે પછી ઈન્દ્ર યોગ શરૂ થશે.

પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાય શું છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૈત્રી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ દાન કરવામાં આવે છે. જો નજીકમાં કોઈ નદી ન હોય તો ઘરમાં પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. જેઓ પિતૃદોષથી પ્રભાવિત હોય છે તેઓ પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન અને દાન કરે છે. તેઓ બ્રાહ્મણોને ભોજન પણ આપે છે. ખોરાકનો એક ભાગ કાગડા અને ગાયને ખવડાવવામાં આવે છે. આ પછી અંતમાં પૂર્વજ પાસેથી આશીર્વાદ લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.

કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે કયા ઉપાયો જણાવવામાં આવ્યા છે?
ચૈત્રી અમાસ કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે પણ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ચાંદીના સાપ અને નાગની પૂજા કરવામાં આવે છે. આ પછી તેને પવિત્ર નદીમાં પધરાવવામાં આવે છે. 

આ સાથે ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવામાં આવે છે. આ ઉપરાંત ત્ર્યંબકેશ્વર, નાસિક અથવા ઉજ્જૈન વગેરે તીર્થસ્થળોમાં નાગની પૂજા કરવાથી કાસ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવાની માન્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ