બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Chaitali Khamar, a woman who is changing the lives of millions of women

અમદાવાદ / ચૈતાલી ખમાર, એક એવા મહિલા જેઓ બદલી રહ્યા છે લાખો મહિલાઓનું જીવન

Dinesh

Last Updated: 10:38 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: મહિલા સશક્તિકરણની વાતો આજકાલ સાવ કોમન છે, પરંતુ આજે અમે તમને એક એવી મહિલાની વાત કરીશું, જેઓ ડાયેટિયિશન છે

  • મલ્ટીટેલેન્ડેટ મહિલાનું નામ છે ચૈતાલી ખમાર
  • ચૈતાલી આમ તો મૂળ મહેસાણાના છે
  • ચૈતાલી પોતાના હોર્મોનલ ઈમ્બેલેન્સ સામે લડ્યા


Ahmedabad news: આજે વાત એક એવી મહિલાની કરવાની છે, જેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને મહિલાઓનું જીવન બદલી રહ્યા છે. અમદાવાદના ચૈતાલી ખમાર, જેમને પોતાના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો અનુભવ થયો, પણ તેઓ આ મુશ્કેલીઓ સામે લડ્યા, અને અન્ય મહિલાઓને મુશ્કેલી ન પડે, પરંતુ તેમનું સશક્તિકરણ થાય તે માટે કાર્યરત બન્યા. ચૈતાલી આમ તો મૂળ મહેસાણાના છે, અને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. 

આ મલ્ટીટેલેન્ડેટ મહિલાનું નામ છે ચૈતાલી ખમાર
મહિલા સશક્તિકરણની વાતો આજકાલ સાવ કોમન છે. પરંતુ આજે અમે તમને એક એવી મહિલાની વાત કરીશું, જેઓ ડાયેટિયિશન છે, ડાયાબિટીઝ એજ્યુકેટર, મેનોપોઝ કોચ છે અને સાથે જ ઈમેજ કન્લટન્ટ પણ છે. જી હાં, અમદાવાદના આ મલ્ટીટેલેન્ડેટ મહિલાનું નામ છે ચૈતાલી ખમાર. ચૈતાલી ખમાર જ્યારે ત્રીસીમાં હતા, ત્યારે તેમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ, સાથે જ તેમને લાગ્યું કે આત્મવિશ્વાસ પણ ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ થાકી હારી જાય, પાછી પડી જાય. ત્યારે ચૈતાલી પોતાના હોર્મોનલ ઈમ્બેલેન્સ સામે લડ્યા. સૌથી પહેલા તેમણે પોતાના સ્વાસ્થ્ય પર કામ કર્યું. અને બાદમાં કોઈ પણ મહિલાને આવી સ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે કમર કસી. 

ચૈતાલી શીખ્યા કે જીવનમાં પોષણ ખૂબ અગત્યનું છે
જાત અનુભવથી ચૈતાલી શીખ્યા કે જીવનમાં પોષણ ખૂબ અગત્યનું છે. એટલે ચૈતાલીએ સૌથી પહેલા ડાયેટિશિયન તરીકેની તાલીમ લીધી અને ખોરાક શરીર તેમજ મન પર કેવી અસર કરે છે તે સમજ્યા. સાથે જ તેમણે ડાયાબિટીસ વિશે પણ પ્રોફેશનલી તાલીમ લીધી અને ડાયાબિટીસ એજ્યુકેટર બની ગયા. ચૈતાલીએ ધાર્યું હોત તો તેમના માટે આટલું પૂરતું હતું. આટલી ક્ષમતા સાથે તેઓ સારું કામ કરી શકે તેમ હતા. પરંતુ તેમનું ધ્યેય મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાનું હતું, સાથે જ તેમને એ પણ સમજાયું કે કોઈ પણ વ્યક્તિનો દેખાવ તેમના સેલ્ફ કોન્ફિડન્સ માટે ખૂબ મહત્વનું પરિબળ છે. એટલે તેમણે ઈમેજ કન્સલ્ટન્ટ તરીકેની પણ તાલીમ લીધી. કોઈ પણ વ્યક્તિનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય, તેમાં નિપુણતા મેળવી. સાથે જ તેઓ મેનોપોઝ કોચ પણ બન્યા.

પોઝિટિવ પરિવર્તન
એક સમયે પોતાના આત્મવિશ્વાસ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સામે ઝઝૂમતા ચૈતાલીએ 15 કિલો વજન ઘટાડી, પ્રોફેશનલ તાલીમ મેળવી અને પોતાના જીવનમાં સફળતા મેળવી. હવે તેમનું ધ્યેય હતું, અન્ય મહિલાઓને પણ જીવનમાં સફળ બનાવવાનું, તેમને ડાયાબિટીઝ, હોર્મોનલ ઈમ્બેલેન્સ અને આત્મવિશ્વાસ વિશે શીખવવાનું.  ચૈતાલી હાલ પોતાના જ્ઞાનથી 1,00,000 મહિલાઓનું જીવન બદલવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા છે.  બે બાળકો અને પતિની સારસંભાળની સાથે સાથે ચૈતાલીએ પોતાનું જીવન મહિલાઓના જીવનમાં પોઝિટિવ પરિવર્તન આણવા માટે સમર્પિત કર્યું છે. 

મહિલાઓને મદદ કરવાનું સપનું
આપ સૌને ખ્યાલ છે તેમ મેનોપોઝ મહિલાઓના જીવનનો એક મહત્વનો તબક્કો હોય છે. આ દરમિાયન તેમના શરીરમાં જુદા જુદા ઘણા ફેરફાર થાય છે. ચૈતાલી મહિલાઓને મેનોપોઝ અંગે પણ જાગૃત કરે છે. મેનોપોઝ રમિયાન થતા મૂડ સ્વિંગ્સ, શારીરીક ફેરફારોની સાથે પણ કોન્ફિડન્ટ કેવી રીતે રહેવું તેની ટિપ્સ ચૈતાલી દરેકને આપે છે.  ચૈતાલીનું માનવું છે કે મેનોપોઝ સમયે દરેક મહિલાઓ ફિટ, ફાઈન અને ફેબ્યુલસ દેખાઈ શકે છે. બસ થોડાક ગાઈડન્સની જરૂર હોય છે. જે તેઓ દરેક મહિલાને આપી રહ્યા છે. એટલું જ નહીં ચૈતાલી આંતરરાષ્ટ્રીય રાઈટર બ્રાયન ટ્રેસી સાથે મળીને  પુસ્તક લખી ચૂક્યા છે, તેમજ  તેમણે '5 Pillers for happy menopause' નામની બૂક પણ લોન્ચ કરી છે.
    સમસ્યાઓમાંથી ઘેરાયેલી, ઓછા આત્મવિશ્વાસથી પીડિત મહિલાથી લઈને આજે લાખો મહિલાઓને મદદ કરવાનું સપનું જોઈ રહેલા ચૈતાલીની આખી સફર પ્રેરણાદાયક છે. ચૈતાલી એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે દરેક મહિલા કંઈ પણ કરી શકવા માટે સક્ષમ છે, અને બીજાના જીવનને પણ ઉન્નત બનાવવાની કેપેસિટી ધરાવે છે.

સંપર્કઃ www.Chaitalikhamar.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ