બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chaddi Baniyan Dhari gang's theft attempt in navsari gujarati news

નવસારી / ચડ્ડી બનિયાનધારી ગેંગ એક્ટિવ મોડમાં, 25 તોલા સોનું અને 5 તોલા ચાંદી ચોરીને રફુચક્કર થઈ ગયા

Dhruv

Last Updated: 09:50 AM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના જમાલપોર વિસ્તારની રાધેશ્યામ સોસાયટીમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગે આતંક મચાવ્યો છે.

  • નવસારીમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક
  • અંબાજી દર્શને ગયેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યાં
  • 24 તોલા સોનુ, 5 તોલા ચાંદી અને 15 હજાર રોકડની ચોરી

નવસારીમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગે આતંક મચાવ્યો છે. નવસારીના જમાલપોર વિસ્તારની રાધેશ્યામ સોસાયટીમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે તસ્કરોએ બંધ બંગલાને ટાર્ગેટ કર્યો હતો. અંબાજી દર્શને ગયેલા પરિવારના ઘરમાં ચોરી થઇ છે. ચોરે 24 તોલા સોનું, 5 તોલા ચાંદી અને 15 હજાર રોકડ રકમની ચોરી કરી છે. જો કે, ચોરી કરતા તસ્કરોના CCTV ફુટેજ સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતા તુરંત ગ્રામ્ય પોલીસે તપાસ શરુ કરી દીધી છે.

કલોલનાં સૌમ્ય એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં ભરબપોરે ઘરફોડ ચોરી

બીજી બાજુ ગઇકાલે ગાંધીનગર કલોલના વખારીયા નગરમાં આવેલા સૌમ્ય એપાર્ટમેન્ટના બંધ મકાનમાં ભર બપોરે સોનાના દાગીના, ચાંદીના સિક્કા, યુએસ ડોલર અને દુબઈ દીરામ તેમજ રૂ. 2.38 લાખ રોકડા એમ મળીને કુલ 7.83 લાખની ચોરી થઇ હતી. જેથી આ મામલે કલોલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસમાં ઘરઘાટી મહિલા બપોરે કામ કર્યા બાદ તાળું મારીને ગયા બાદ ચોરી થયાનું સામે આવતા કોઈ જાણભેદુ જ આ ઘટનામાં સંડોવાયેલ હોવાનું પોલીસનું અનુમાન છે.

કડીના ચંદ્રાસણમાં મકાનમાંથી 1.14 લાખના દાગીનાની ચોરી

ત્રીજી ઘટનામાં કડી તાલુકાના ચંદ્રાસણા ગામે બંધ મકાનમાં ઘૂસીને રૂ. 1.14 લાખના દાગીનાની થયેલી ચોરી અંગે 15 દિવસ બાદ બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી. ચંદ્રાસણ ગામના ઇશ્વરજી ભગાજી ઠાકોરનું ઘર ખોલી અંદર ઘૂસેલા તસ્કરોએ તિજોરીમાંથી માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જેમાં એક કિલો વજનના ત્રણ જોડ ચાંદીના રમઝા રૂ.60 હજાર, 750 ગ્રામના બે જોડ ચાંદીના કાંબિયા રૂ.28 હજાર અને 100 ગ્રામ ચાંદીની પાયલ રૂ.6 હજાર, 150 ગ્રામની ત્રણ લકી રૂ. 9 હજાર અને એક ગ્રામ સોનાની ચુની રૂ.5 હજાર તેમજ 100 ગ્રામ ચાંદીનું મંગળસૂત્ર રૂ. 6 હજાર એમ મળી કુલ રૂ.1,14,000ના દાગીના ચોરી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ