બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Ceasefire between Israel and Hamas to begin tomorrow, hostages to be released by late evening, Qatar announces

Israel Hamas war / 47 દિવસ બાદ ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકાશે! શુક્રવારે સાંજે બંધકોનો થશે છુટકારો, યુદ્ધ વિરામ અંગે કતારે કર્યું એલાન

Pravin Joshi

Last Updated: 10:09 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કતારે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે શુક્રવારેના રોજ 13 બંધકોને મુક્ત કરવામાં આવશે.

  • ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટી જાહેરાત
  • કતારે કહ્યું કે યુદ્ધવિરામ આવતીકાલે એટલે કે શુક્રવારથી શરૂ થશે
  • બાળકો અને મહિલાઓ સહિત 13 લોકોને મુક્ત કરવામાં આવશે

કતારે ગુરુવારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી. કતારે કહ્યું કે યુદ્ધવિરામ આવતીકાલે એટલે કે શુક્રવાર (24 નવેમ્બર)થી શરૂ થશે. મોડી સાંજ સુધીમાં બંધકોને મુક્ત કરવામાં આવશે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ અન્સારીએ કહ્યું કે, શુક્રવારે સવારે 7 વાગ્યે યુદ્ધવિરામ શરૂ થશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે (સ્થાનિક સમય) બંધકોને મુક્ત કરવામાં આવશે. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 13 લોકોને મુક્ત કરવામાં આવશે. મુક્ત કરવામાં આવનાર બંધકોની યાદી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને સોંપવામાં આવી છે. આ સાથે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધમાં પ્રથમ વખત વિરામ જોવા મળશે. કરાર હેઠળ ગુરુવારથી જ યુદ્ધવિરામ શરૂ થવાનો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં.

ગાઝામાં 4 દિવસનો યુદ્ધવિરામ! એકસાથે 50 બંધકોને મુક્ત કરાશે, જાણો કઈ શરતો પર  ઈઝરાયલ-હમાસ વચ્ચે થયા કરાર / Israel-Hamas Deal; Four-day ceasefire in Gaza,  release of 50 ...

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં શું છે?

ઇઝરાયેલ અને હમાસ ચાર દિવસના અસ્થાયી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. કરાર હેઠળ હમાસ 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં 50 બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલની કેબિનેટે કતાર, ઇજિપ્ત અને અમેરિકાની મધ્યસ્થી કરાયેલા કરારને 35 મતથી મંજૂરી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વીર સહિત દૂર-જમણેરી ઓત્ઝમા યેહુદિત પક્ષના પ્રધાનોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં કહ્યું હતું કે ગાઝામાં બંધક બનાવવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોને ચાર દિવસમાં મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુક્ત કરાયેલા દરેક 10 વધારાના બંધકો માટે યુદ્ધવિરામ બીજા દિવસ માટે લંબાવવામાં આવશે.

Tag | VTV Gujarati

કેટલા લોકોને બંધક બનાવ્યા?

સમાચાર એજન્સીએ ઈઝરાયેલી સેનાને ટાંકીને કહ્યું કે તેણે યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં વેસ્ટ બેંકમાં 1,850 થી વધુ પેલેસ્ટાઈનીઓને અટકાયતમાં લીધા છે, જેમાંથી મોટાભાગના હમાસના શંકાસ્પદ સભ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ હમાસે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 240 લોકોને બંધક બનાવ્યા છે.

જો ગાઝા પટ્ટી પર હુમલા શરૂ રહેશે તો...', ઇરાનના વિદેશમંત્રીની ઈઝરાયલને  ખુલ્લી ધમકી, કહ્યું 'પછી ના કહેતા' | Israel Hamas War 'If the attacks on  the Gaza Strip continue ...

કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?

હમાસે ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે સવારે રોકેટ હુમલો કરીને ઘૂસણખોરી કરી હતી. આ પછી ઈઝરાયલે પણ વળતો જવાબ આપતા કહ્યું કે અમે યુદ્ધમાં છીએ અને જીતીશું. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ગાઝામાં યુદ્ધ બાદથી અત્યાર સુધીમાં 14 હજાર 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, હમાસના હુમલાને કારણે ઇઝરાયેલમાં 1,200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ