બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / Caution before buying gold! 4 digit hallmark is no longer valid, know when the new rule will be implemented

કામના સમાચાર / સોનું ખરીદતા પહેલા સાવધાન! હવેથી માન્ય નહીં ગણાય 4 અંકનો હોલમાર્ક, જાણો ક્યારથી લાગુ થશે નવો નિયમ

Megha

Last Updated: 10:21 AM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રાહકોમાં 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને રહેલી મૂંઝવણને દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે.

  • કેન્દ્ર સરકારે સોના ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો
  • ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે
  • 16 જૂન, 2021 બાદ સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું 

જો તમે સોનું ખરીદવાનું કે તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને 30 માર્ચ પછી સોનું ખરીદવાનો પ્લાન છે તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સોના અને જ્વેલરી ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ વિશે જાણ કરતાં ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે 31 માર્ચ, 2023 પછી હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) વગરના સોનાના દાગીના અને કલાકૃતિઓ વેચવામાં આવશે નહીં.

ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે
મંત્રાલયે આ વિશે આગળ કહ્યું કે 'ગ્રાહકોમાં 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને રહેલી મૂંઝવણને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે. આ વિના સોના અને સોનાના દાગીનાનું વેચાણ નહીં થાય. આ સાથે જ ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. '

16 જૂન, 2021 બાદ સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું 
સોનાનું હોલમાર્કિંગ એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે. નોંધનીય છે કે આ 16 જૂન, 2021 સુધી સ્વૈચ્છિક રીતે લાગુ હતું અને એ બાદ સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ મુજબ પ્રથમ તબક્કામાં એમને દેશના 256 જિલ્લાઓમાં આ નિર્ણય લાગુ કર્યો હતો અને બીજા તબક્કામાં વધુ 32 જિલ્લામાં આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. હવે તેમાં દેશના વધુ 51 જિલ્લાઓ જોડાઈ રહ્યા છે.

મંત્રી પીયૂષ ગોયલે BISની સમીક્ષા બેઠક યોજી
ખાદ્ય અને ગ્રાહક મામલાના પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની પ્રવૃત્તિઓની સમીક્ષા બેઠક યોજી હતી. એ બેઠમાં એમને BISને દેશમાં પરીક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ BISને પ્રોડક્ટ ટેસ્ટિંગ અને માર્કેટ સર્વેલન્સની ફ્રિકવન્સી વધારવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સાથે જ BIS ને ઉત્પાદન સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઉત્પાદનો જેવા કે પ્રેશર કુકર, હેલ્મેટ અને અન્ય ઉપભોક્તા ઉત્પાદનો માટે બજાર દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો. 

HUID નંબર શું છે
હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબરનો ઉપયોગ દાગીનાની ઓળખ કરવા માટે થાય છે. HUID નંબર એ છ અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે અને આ કોડની મદદથી ગ્રાહકને જ્વેલરી સંબંધિત માહિતી મળે છે સાથે જ આ માહિતી BIS પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ