બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Cases of scrub typhus found in Delhi

નવી બિમારી / ચિંતાજનક: હવે દિલ્હીમાં આ નવી બિમારીની એન્ટ્રી, ડૉક્ટરો સહિત તંત્ર પણ ચિંતામાં

Ronak

Last Updated: 03:00 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશ બાદ દિલ્હીમાં પણ હવે સ્ક્રબ ટાઈફસ બિમારીએ એન્ટ્રી કરી છે. જેમા બે બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ આ બિમારીને કારણે ડૉક્ટરો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

  • દિલ્હીમાં જોવા મળ્યા સ્ક્રબ ટાઈફસના કેસ 
  • બે બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • નવી બિમારીને લઈને લોકોમાં ભયનો માહોલ 

રાજધાની દિલ્હીના બે હોસ્પિટલોમાં હવે સ્ક્રબ  ટાઈફસના કેસ જોવા મળ્યા છે. બે બાળકોમાં સ્ક્રબ ટાઈફસના લક્ષણો દેખાયા બાદ ડૉક્ટરો પણ અલર્ટ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે સ્ક્રબ ટાઈફસને કારણે ઉત્તરપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં પહેલાથી લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે હવે દિલ્હીમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. 

બ્લડ ટેસ્ટમાં રિપોર્ટ આવ્યા સામે 

બંને બાળકોને 2 સપ્તાહ સુધી તાવ રહ્યો હતો. જેથી તેમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણ થઈ કે તેમને સ્ક્રબ ટાઈફસ છે. ડૉકટરોનું કહેવું થે કે સ્ક્રબ ટાઈફસ ડેન્ગ્યુના તાવની જેમ કહેર વર્તાવે છે. સાથેજ ડૉક્ટરોનું એમ પણ કહેવું છે કે જો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો બાળકનું મોત થઈ શકે છે. 

સ્ક્રબ ટાઈફસને કારણે શરીરને ભારે નુકશાન

આપને જણાવી દઈએ કે સ્ક્રબ ટાઈફસના લક્ષણો 7 થી 10 દિવસમાં દેખાવાનું શરૂ થાય છે. જેમા તાવ, શરીરમાં દુખાવ, માથામાં દુખાવો , ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળતા હોય છે. સાથેજ સ્ક્રબ ટાઈફસને કારણે શરીરને ભારે નુકશાન પણ થઈ શકે છે. 

નથી કોઈ વેક્સિન કે દવા 

આપને જણાવી દઈએ કે આ બિમારીને લઈ હજુ સુધી કોઈ દવા કે વેક્સિન પણ નથીશોધાઈ. પરંતુ બાળકોમાં આ રોગ વધારે જોવા મળે છે. જેથી તેમને ગંદગી વાળી જગ્યાઓ પર જતા રોકવા જેથી કરીને તેઓ આ ગંભીર બિમારીનો શિકાર ન બને. 

ઉત્તરપ્રદેશમાં સ્ક્રબ ટાઈફસનો હાહાકાર 

ઉલ્લેખનીય છે કે આ તાવને કારણે ઉત્તરપ્રદેશમાં પહેલાથી લોકોની હાલ ગંભીર છે. યુપના અલગ અલગ જિલ્લાઓમાં સ્ક્રબ ટાઈફસના કેસ સામે આવ્યા છે. સાથેજ રાજ્યમાં ઘણા લોકોના આ રોગને કારણે મોત થયા છે. ત્યારે વધુમાં દિલ્હીમાં પણ આ તાવ ફેલાતા હવે અહીયાના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ