બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cases of heart attack among youth increased, silent block responsible? Cardiologist Dr. Tejas Patel said the real reason for heart failure

હૃદય થી હર્દય સુધી / યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા, જવાબદાર સાયલન્ટ બ્લોક શું? કાર્ડિયોલોજીસ્ટ ડૉ.તેજસ પટેલે જણાવ્યું હ્રદય બેસવાનું સાચું કારણ

Vishal Khamar

Last Updated: 10:48 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત પ્રોગ્રામ "હૃદય થી હર્દય સુધી" પરિસંવાદ દ્વારા જનતાનાં સવાલોનાં જવાબ આપતાં હાર્ટ નિષ્ણાંત ત્રણ જાણીતાં ડોક્ટર દ્વારા પ્રશ્નો નું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેનાથી પરિસંવાદ માં ભાગ લેનાર દરેક ને સંતુષ્ટ જવાબ મળ્યાં હોય તેવું જોવા મળ્યું હતું.

  • યુવાનોમાં વધતા હાર્ટએટેકના પ્રશ્રનો જવાબ 
  • કાર્ડિયોલોજીસ્ટ ડૉ.તેજસ પટેલનું અવલોકન હાર્ટએટેક
  • હ્રદયથી હ્રદય સુધીના પરિસંવાદમાં આપી જાણકારી

 છેલ્લાં કેટલાંય સમયથી લોકોમાં અને ખાસ કરીને યુવાઓ માં હાર્ટ એટેક ની સમસ્યા વધેલી જોવાં મળતાં અને ખૂબ ચાલતી ચર્ચા મુજબ કોવીડ વેક્સિન લીધા બાદ લોકોમાં હાર્ટ સ્ટ્રોકની સમસ્યા વધી છે. તેવી ચર્ચાનું નિરાકરણ કરતાં પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ દ્વારા કોવિડ વેક્સિનને લીધે હાર્ટએટેકના કેસ વધ્યા હોવાની માન્યતા ખોટી છે. વેક્સિને કરોડો ભારતીયોને બચાવ્યા છે. તેમ જાણવામાં આવ્યું હતું.  તેમજ હાર્ટ એટેક જેવા કેસમાં સીપીઆરથી 30થી 40 ટકા મોત ઘટાડી શકાય છે. આમ હાર્ટએટેકના વધતા જતા કિસ્સા પછી નિષ્ણાતોનું સચોટ માર્ગદર્શન મળ્યું હતું. અને ખરેખર વધતાં જતાં હાર્ટ એટેકનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ ૫૨થી જ જાણી શકાય તેમ પદ્મશ્રી ર્ડા. તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હૃદયથી સંવાદ’ સેમિનારમાં 400થી વધુ લોકો જોડાયા
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખા તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હ્રદયની સંભાળ માટેનો હ્રદયથી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ગૌરવ એવા વિશ્વ વિખ્યાત હ્રદયરોગના નિષ્ણાંતો પદ્મશ્રી ડો.તેજસ પટેલ, ડો. સમીર દાણી, અને ડો. ચિરાગ દોશી સાથે સંવાદ યોજાયો હતો. હૃદયની સંભાળ માટેનો હૃદયથી સંવાદ’ સેમિનારમાં 400થી વધુ લોકો જોડાયા હોવાની માહિતી રેડક્રોસ સોસાયટીના ગુજરાત શાખાના પ્રમુખ અજય પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ.તુષાર પટેલે હાજરી આપી હતી. 100થી વધુ લોકોએ મોકલેલા સવાલ પરથી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ, એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના વડા ડો. સમીર દાણી, યુએન મહેતા હોસ્પિટલના ડાયરેકટર ડો. ચિરાગ દોશીએ જવાબ આપ્યા હતા.

કોવિડ વેક્સિનને દોષી ઠેરવવાનો કોઇ સવાલ જ નથીઃ પદ્મશ્રી ડો.તેજસ પટેલ
પરીસંવાદ દરમિયાન હ્રદયરોગના નિષ્ણાંત પદ્મશ્રી ડો.તેજસ પટેલે જણાવ્યું હતું કે,  વેક્સિનના કારણે હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધ્યા છે તે વાતને સોશિયલ મીડિયામાં વાત મૂકવી યોગ્ય નથી. તેના ઠોસ સબૂત પણ નથી હું માનું છું કે કોવિડ વેક્સિનને દોષી ઠેરવવાનો કોઇ સવાલ જ નથી. તેના કારણે જ આપણે અત્યારે અહીં છીએ એટલું જ નહીં અમેરિકાના કેટલાક ભાગમાં વેક્સિન ન લેનારા વર્ગને બહુ મોટું નુકસાન થયું છે. દેશના 140 કરોડ પ્રજામાંથી 80 કરોડથી વધુ જેટલાને બે ડોઝ વેકસીનના અપાઈ ચૂક્યા છે. આમ તમામને જે જીવન મળ્યું છે. તે માટે ગવર્મેન્ટના પ્રયાસોને કારણે મળ્યું છે અને ભારત સરકારે અભૂતપૂર્વ કામગીરી કરેલી છે.

હાર્ટ એટેકથી થતાં મોતમાં પોસ્ટ મોર્ટમ કરાવવું જોઇએ

જ્યાં પુરતા પુરાવા ન હોય ત્યાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું તેમ કહેવાનું અયોગ્ય છે. ખાસ કરીને આવી બાબતો ફેલાવીને સોશિયલ મીડિયા શારીરિક નહીં પણ મેન્ટલ હેલ્થ બગાડી શકે છે. હાલમાં અચાનક મૃત્યુ ના કેસમાં હાર્ટ એટેક જ થયો હોય તેમ કહેવાય છે પણ તેમાં સાચું કારણ ખબર નથી હોતી, આપણે ત્યાં જેમાં કારણ નથી ખબર તેવા કેસમાં પોસ્ટમોર્ટમ કરવાનો રિવાજ નથી, જો કે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો જ ડેટા આવશે અને તપાસ વગર જ સીધા જ કારણો આપવાને બદલે કારણ મળે તે દિશામાં આપણે અને સમાજે વિચારવાની જરૂર છે. હાર્ટ એટેકનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ ૫૨થી જ જાણી શકાય. જેથી મોતનું સાચું કારણ જાણવા હાર્ટ એટેકથી થતાં મોતમાં પોસ્ટ મોર્ટમ કરાવવું જોઇએ. ગરબા સમયના બધા ડેથ હાર્ટ એટેકમાં ગણાયા તેમાં બીજા કારણ પણ હોઈ શકે છે. ઘણા યુવાન સાઇલેન્ટ બ્લોક લઈને ફરતા હોય છે,તેવા સંજોગોમાં તેઓ ગરબા દરમિયાન ડિહાઈડ્રેટ થઈ ગયા હોય અન્ય કારણ હોય તેવી સ્થિતિ હોય છે.


ડ્રગ્સના કારણે સડન કાર્ડિયાક એરેસ્ટ-અચાનક મોત થઈ શકેઃ ર્ડા.સમીર દાણી
હ્રદયરોગના નિષ્ણાંત ડો. સમીર દાણીએ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએકે નહીં તે અંગે જણાવ્યું હતું કે હેલ્થ ચેક કપ એ તમારું જ્યોતિષ નથી. પરંતુ તમારો હાલનો ફોટોગ્રાફ છે. તે અત્યારની કન્ડિશન બતાવે છે. પરંતુ જેમ વાહન કે અન્ય વસ્તુની સર્વિસ કરાવતા હોઈએ છીએ તેમ હેલ્થ ચેક અપ તમને તંદુરસ્તી અંગે ગાઈડ કરી શકે છે. અને હાલની સ્થિતિ બતાવી શકે છે. કોવિડ પછી હૃદયની તકલીફ વધી છે. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સ્ટડી થયા છે. હજુ પણ રિસર્ચ ચાલુ છે અત્યારના રીસર્ચમાં કોવિડ થાય તેને હાર્ટ બ્લોકેજીસ કે હાર્ટ પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે. પરંતુ કોવીડ પછી તે કેટલા વખત અસર રહે છે. તે જાણતા નથી એટલું જ નહીં પછી કિડની કે અન્ય નસોને પણ તેની અસર થાય છે. આ અંગે આઈસીએમઆરનો સ્ટડી પણ થઈ રહ્યો છે. જેનું રીઝલ્ટ ટુંકમાં આવશે. તમાકુ દારુ કે ડ્રગ્સના નશાથી હાર્ટને અસર અંગે તેમણે જણાવ્યું હતું કે તમાકુથી કેન્સરથી જેટલાને થાય છે. તેનાથી તમાકુ ખાનારાને વધુ હૃદય રોગ થાય છે. પરંતુ તે હાઈલાઈટ થતા નથી. સાથે સાથે ડ્રગ્સના કારણે સડન કાર્ડિયાક એરેસ્ટ-અચાનક મોત થઈ શકે છે.

CPR અપાય તો બે મિનિટમાં 30 થી 40% મોત રોકી શકીએ છીએઃડો. ચિરાગ દોશી
છાતીનો દુખાવાને હૃદયનો દુખાવો ગણાય તે અંગે હ્રદયરોગના નિષ્ણાંત ડો. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે, કોઈ કોઈપણ લક્ષણો-સીમટમ્સ હોય તો નિષ્ણાંત પાસે જઈ ચકાસણી કરી ઈલાજ કરવો જોઈએ, કોઈ સીમટમ્સને અવગણવા ન જોઈએ. હાલના જંકફુડને કારણે થતા નુકસાન અંગે તેમણે જણાવ્યું હતું કે બાપ-દાદા જે ખોરાક ખાતા હતા અને બેલેન્સ ફુડ લેતા હતા તેમાં ધીરે ધીરે બદલાવ થયો છે અને જંકફુડ ટ્રાન્સફેટ -હાનિકારક ફેટ-વારંવાર તળેલા ખોરાક આપણે લઈ રહ્યા છે, સાત્વિક બેલેન્સ ફુડ, ફળો-શાકભાજી અને કઠોળ સહિતના બેલેન્સ ડાયટથી હાર્ટ ડિસીઝ રોકી શકીએ છીએ- ઓછા કરી શકીએ છીએ, કૃત્રીમ શ્વાચ્છોશ્વાસ- સીપીઆર ના મહત્વ અંગે ડો. ચિરાગ દોશી એ જણાવ્યું હતું કે આ ખૂબ મહત્વની ટેકનીક છે તે બહુ લોકોના જીવ બચાવી શકે તેમ છે તે સમયસર CPR અપાય તો બે મિનિટમાં 30 થી 40% મોત રોકી શકીએ છીએ CPR અંગેની તાલીમના ઓડિયો વીડિયો એક્સપર્ટ દ્વારા અભ્યાસઅર્થે પ્રસિદ્ધ કરવા જોઈએ

ગુજરાત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, હાલની સ્થિતી જોતાં પ્રજાને નિષ્ણાંતો પાસેથી સાચી જાણકારી મળે તે પ્રકારના સંવાદનો આશય હતો. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન અજયભાઇ પટેલ સાથે હ્રદય રોગ અંગે વિગતે જાગૃતિ લાવવી જોઇએ વાત થતાં તેમણે આખુય અભિયાન વધાવીને રેડક્રોસના માધ્યમથી પ્રજા સેવાનું કામ ઉપાડયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ