બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / case registered in gwalior against students who snatched high court justice car to save life

ભારે કરી! / ધરમ કરતાં ધાડ પડી: VCને આવ્યો હાર્ટઍટેક... જીવ બચાવવા જજની કાર લઈ ગયા વિદ્યાર્થીઓ... લૂંટનો કેસ નોંધાયો

Arohi

Last Updated: 12:04 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gwalior Students: યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્લેટફોર્મ નંબર-1ની બહાર હાઈકોર્ટ જસ્ટિસ સંજીવ એસ.કાલગાંવકરની ગાડી લઈને ઉભેલા ડ્રાઈવર પાસે વીસીને હોસ્પિટલ લઈ જવાની રિક્વેસ્ટ કરવામાં આવી. પરંતુ જ્યારે ડ્રાઈવર તેના માટે તૈયાર ન થયા તો વિદ્યાર્થીએ ચાવી છીનવી લીધી.

  • ટ્રેનમાં યુનિવર્સિટી VCને આવ્યો હાર્ટ એટેક
  • સ્ટેશન બહારથી જજની કાર છીનવી લઈ ગયા હોસ્પિટલ 
  • વિદ્યાર્થીઓ પર લાગ્યો લૂંટ કરવાનો આરોપ 

પીકે યુનિવર્સિટીના કુલપતિનો જીવ બચાવવાના ચક્કરમાં વિદ્યાર્થીઓ પર લૂંટની એફઆઈઆર નોંધવામાં આવી છે. વિદ્યાર્થીઓનો વાંક એટલો જ હતો કે તેમણે પોતાના વીસીનો જીવ બચાવવા માટે રેલવે સ્ટેશનની બહાર ઉભેલી એક જજની ગાડીને જબરદસ્તી છીનવી લીધી અને વીસીને હોસ્પિટલ લઈ ગયા. 

પરંતુ વીસીનો જીવ ન બચાવી શક્યા. પરંતુ વિદ્યાર્થીઓ પર એફઆઈઆર નોંધાઈ. જે વિદ્યાર્થીઓ પર એફઆઈઆર નોંધાઈ તે એબીવીપીના કાર્યકર્તા જણાવવામાં આવી રહ્યા છે. આજ કારણ રહ્યું કે સોમવારની આખી રાત એબીવીપીના કાર્યકર્તાઓએ પડાવ સ્ટેશનમાં ધરણા પ્રદર્શન કર્યું. 

દિલ્હીથી ગ્વાલિયર વાળા એક્સપ્રેસ પર બની ઘટના 
હકીકતે આ સંપૂર્ણ ઘટનાક્રમની શરૂઆત દિલ્હીથી ગ્વાલિયર આવનાર દક્ષિણ એક્સપ્રેસમાં થઈ. રવિવાર રાત્રે દિલ્હીથી ગ્લાવિયર આવી રહેલી દક્ષિણ એક્સપ્રેસમાં શિવપુરીની પીકે યુનિવર્સિટીના વીસી રણજીત સિંહ યાદ પોતાના અમુર વિદ્યાર્થીઓની સાથે મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે ટ્રેન આગરા પહોંચી તો અચાનક વીસીના છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેમની તબીયત બગડવા લાગી. મુરેના આવતા આવતા રણજીત સિંહ યાદવની તબીયત ખૂબ વધારે ખરાબ થઈ ગઈ. આ જોઈને તેમની સાથે હાજર વિદ્યાર્થી પરેશાન થઈ ગયા. વિદ્યાર્થીઓએ રેલવે હેલ્પલાઈન પર મદદ માંગી. 

જજના ડ્રાઈવર પાસે હોસ્પિટલ સુધી જવાની કરી હતી રિક્વેસ્ટ 
જેવું જ ગ્વાલિયર રેલવે સ્ટેશન આવ્યું તો વીસીની હાલતને જોઈને વિદ્યાર્થી ટ્રેનથી ઉતરી પ્લેટફોર્મ નંબર સુધી પહોંચ્યા. જ્યાંરે વિદ્યાર્થીઓને વીસીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે મદદ ન મળી તો તેમણે પ્લેટફોર્મ નંબર-1ની બહાર હાઈકોર્ટ જસ્ટિસ સંજીવ એસ.કાલગાંવકરની ગાડી લઈને ઉભેલા ડ્રાઈવર પાસે તડપતા વીસીને હોસ્પિટલ લઈ જવાની ગુહાર લગાવી. પરંતુ જ્યારે ડ્રાઈવર તેના માટે તૈયાર ન થયા તો વિદ્યાર્થીઓએ ડ્રાઈવર પાસેથી ચાવી છીનવી લીધી. 

હોસ્પિટલની પાસે ઉભી મળી ગાડી 
ત્યાર બાદ વિદ્યાર્થી વીસીને લઈને હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ ડોક્ટરોના પરીક્ષણ બાદ વીસી રણજીત સિંહ યાદવને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. આ બાજુ જેવું જજની ગાડી લૂટવાની જાણકારી પોલીસને મળી તો પોલીસ એક્શનમાં આવી. શહેરની નાકાબંધી કરી. જોકે થોડા સમયમાં જ પોલીસને જજની ગાડી જયારોગ્ય હોસ્પિટલની પાસે ઉભેલી મળી ગઈ. ત્યાર બાદ જીઆરપી આરક્ષક રાકેશ સેંગરની ફરિયાદ પર વિદ્યાર્થીના સામે પડાવ સ્ટેશનમાં લૂંટની કલમમાં એફઆઈઆર નોંધવામાં આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ