બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / cars government to cut import tax on electric vehicle from 100 percent to 15 percent new ev policy

પોલિસી / ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં મોદી સરકાર! 100 ટકાથી ઘટીને 15 ટકા થઈ જશે ટેક્સ

Manisha Jogi

Last Updated: 02:09 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ભારતમાં આયાત થતી ઈલેક્ટ્રિક કાર પર ઈમ્પોર્ટ ટેક્સમાં ભારે કપાત થવાનો સંકેત આપ્યો છે. કેટલીક કાર પર EV આયાત કર પર ઘટાડો કરવામાં આવી શકે છે.

  • ભારત સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો
  • 100 ટકાથી ઘટીને 15 ટકા થઈ જશે ટેક્સ
  • ટેસ્લાના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને પોલિસી બનાવવામાં આવી રહી છે

ભારતીયો હવે સસ્તી વિદેશી ઈલેક્ટ્રિક ગાડીઓ ખરીદી શકશે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ભારતમાં આયાત થતી ઈલેક્ટ્રિક કાર પર ઈમ્પોર્ટ ટેક્સમાં ભારે કપાત થવાનો સંકેત આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈલેક્ટ્રિક વાહનપર ઈમ્પોર્ટ ટેક્સ 100%થી ઘટાડીને 15% કરવામાં આવી શકે છે. ઉપરાંત માનવામાં આવી રહ્યું છે કે, કેટલીક કાર પર EV આયાત કર પર ઘટાડો કરવામાં આવી શકે છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકાર નવી ઈલેક્ટ્રિક વાહન નીતિ પર કામ કરી રહી છે. ટેસ્લાના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને પોલિસી બનાવવામાં આવી રહી છે. સરકાર કેટલીક કંપનીઓની ઈમ્પોર્ટેડ કારને કરમાં છૂટ આપી શકે છે. જે કંપનીઓ ભારતમાં પ્લાન્ટ નાખવાની યોજના બનાવી રહી છે, તે કંપનીઓને ધ્યાનમાં રાખીને આ પોલિસી બનાવવામાં આવી રહી છે. 

15% ટેક્સ લાગશે
આ નવા નિર્ણય પછી ભારતમાં કાર આયાત કરતી કંપનીઓને કરમાં રાહત આપવામાં આવી શકે છે. ઈલેક્ટ્રિક કાર પર આયાત ડ્યૂટી 100 ટકાથી ઘટાડીને 15 ટકા રાખવાની રજૂઆત કરવામાં આવી છે. હાલના સમયમાં જે કારની કિંમત 40,000 ડોલરથી વધુ હોય તે કાર પર 100% ટેક્સ લાગુ થાય છે. 40,000 ડોલરથી ઓછી કિંમતની કાર પર 70% ટેક્સ વસૂલવામાં આવે છે. આ પોલિસીથી ટેસ્લાને ફાયદો થઈ શકે છે. ટેસ્લાએ ભારતમાં ઈલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. હાલના સમયમાં ટેસ્લાની સૌથી વધુ લોકપ્રિય કાર Model Yની કિંમત 47,740 ડોલર છે. આ નવી પોલિસી લાગુ થયા પછી ભારતમાં આ કાર પર માત્ર 15% ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ થશે. 

ટાટા મોટર્સ શેર
વાહન પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાના સમાચાર સામે આવ્યા પછી ટાટા મોટર્સના શેરની કિંમતમાં 6.40 ટકા સુધીનો ઘટાડો થયો છે. ટાટા મોટર્સના શેરની કિંમતમાં ઘટાડો થતા આ શેરની કિંમત 600 રૂપિયા કરતા પણ ઓછી થઈ ગઈ છે. 2 મહિના પછી આ શેરની કિંમત નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. ભારતીય ઈલેક્ટ્રિક બજારમાં સૌથી વધુ ભાગીદારી ટાટા મોટર્સની છે. ભારતમાં સૌથી વધુ ટાટા નેક્સનની ઈલેક્ટ્રિક કાર વેચાઈ રહી છે. ભારતમાં 100 ઈલેક્ટ્રિક કારમાંથી 80 કાર ટાટા મોટર્સની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ