બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / Captain Cool": Anand Mahindra Shares Video Of "World's Best Bolero Driver"

વાયરલ / VIDEO : હાથી પાસે રિવર્સ ગિયરમાં દોડાવી ગાડી, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વર્લ્ડના બેસ્ટ ડ્રાઈવરનો વીડિયો

Hiralal

Last Updated: 10:27 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના કાબિની રિઝર્વમાં એક હાથીએ દોડતાં દોડતાં ડ્રાઈવર પાસે ગાડીને રીવર્સ ગિયરમાં ગાડી દોડાવવાનો એક વીડિયો વાયરલ થયો છે.

  • કર્ણાટકના કાબિની રિઝર્વનો વીડિયો વાયરલ
  • ચાલતી ગાડીની એકદમ નજીક આવ્યો હાથી
  • હાથીને જોતા ડ્રાઈવરે સાંકડા રસ્તા પર રીવર્સ ગીયરમાં ભગાવી ગાડી
  • હાથી પાછળ દોડતી ગાડીની આગળ આગળ દોડતો રહ્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો મૂકવા માટે જાણીતા છે. તેમણે હવે કર્ણાટકના કાબિની રિઝર્વમાં હાથીનો એક અદ્દભુત વીડિયો શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ સાંકડા રસ્તા પર પાછળ ગાડી ચલાવનાર ડ્રાઈવરને દુનિયાનો બેસ્ટ ડ્રાઈવર ગણાવ્યો છે. વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે ગયા ગુરુવારનો આ કબીની રિઝર્વનો વીડિયો છે. મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ માણસ વિશ્વનો શ્રેષ્ઠ બોલેરો ડ્રાઇવર છે. હું તેને કેપ્ટન કૂલ ઉપનામ આપું છું. 

35 સેકન્ડનો વીડિયો ચાર લાખ લોકોએ જોયો 
જણાવી દઈએ કે 35 સેકન્ડના આ વીડિયોને લગભગ ચાર લાખ લોકોએ જોયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બોલેરો ચલાવતી વખતે હાથી ખૂબ નજીક આવે છે પરંતુ તે વ્યક્તિ ડરતો નથી. તે પાછળની તરફ સ્પીડમાં વાહન ચલાવતો રહે છે. છેવટે હાથી પોતાનો રસ્તો બદલીને નીકળી જાય છે.

લોકોએ ડ્રાઈવરને આપી શાબાસી
વીડિયો જોયા બાદ લોકોએ ડ્રાઈવરને ખૂબ શાબાસી આપી છે. બીજા કોઈ હોત તો તે હાથીથી ડરીને ગાડી મૂકીને ભાગી જાત પરંતુ પ્રકાશ નામના ડ્રાઈવરે ખૂબ હિંમતથી રિવર્સ ગિયરમાં ગાડી દોડાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ