બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / NRI News / Canada to New Zealand best countries to get work visa

NRI ન્યૂઝ / Canada, New Zealand સહિત આ દેશોમાં વર્ક વિઝા મેળવવા બિલકુલ સરળ, બસ તૈયાર રાખો આટલા કાગળિયા

Bhavin Rawal

Last Updated: 04:42 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીયો કમાવા માટે વિદેશ જતા હોય છે. એટલે આ આર્ટિકલમાં અમે તમને એવા પાંચ દેશ વિશે વાત કરીશું, જ્યાં વર્ક વિઝા ઈઝીલી મળી શકે છે. તેના માટે તમારે શું શું ધ્યાન રાખવાનું છે?

ભારતીયોને વિદેશ જવું ગમે છે. ખાસ કરીને ભણવા માટે અને કમાવા માટે ભારતીયો વિદેશ જતા હોય છે. પરંતુ વિદેશ જતા પહેલા કયા દેશમાં જવું, ક્યાં વધારે સારી તક છે તે જાણવું જરૂરી બની જાય છે. વળી, આપણને કંઈ કંટ્રીના વિઝા સરળતાથી મળી જશે, ક્યાં વર્ક પરમિટ મળશે કે નહીં મળે તે પણ જાણવું જરૂરી છે. એટલે આ આર્ટિકલમાં અમે તમને એવા પાંચ દેશ વિશે વાત કરીશું, જ્યાં વર્ક વિઝા ઈઝીલી મળી શકે છે. તેના માટે તમારે શું શું ધ્યાન રાખવાનું છે?

1. કેનેડા

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ કેનેડાનું છે. કેનેડા વિશ્વના એ દેશોમાંનો એક દેશ છે, જ્યાં ઈમિગ્રેશન સિસ્ટમ સરળ છે. અહીં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સારું છે, સાથે જ અહીં નોકરીની પણ વિપુલ તક છે. 

કેનેડાના વિઝા મેળવવા માટે આટલું જરૂરી છે.

  • તમારી પાસે કેનેડિયન એમ્પલોયર પાસેથી જોબ ઓફર  હોવી જરૂરી છે.
  • તમને જે નોકરી મળી છે તે કરી શકવા માટે કેનેડામાં કોઈ સ્થાનિક નાગરિક નથી મળી રહ્યા તેનું સર્ટિફિકેટ.
  • એકવાર તમારી પાસે આ બંને ડોક્યુમેન્ટ હોય, ત્યાર બાદ તમારે વર્ક પરમિટ માટે અપ્લાય કરવાનું છે, જેમાં તમે કેટલો ટાઈમ કેનેડામાં રોકાશો, તમે કોને ત્યાં નોકરી કરો છો, અને તમારી નોકરી કયા પ્રકારની છે તે કહેવાનું છે.
  • તમારી નોકરીના પ્રકારના આધારે તમારે એક મેડિકલ એક્ઝામ આપવી પડી શકે છે, સાથે જ પોલીસનું સર્ટિફિકેટ પણ આપવું પડી શકે છે.
  • તમારું કામ કયા પ્રકારનું છે, તેના આધારે તમારે અંગ્રેજી ભાષા કેટલી આવડે છે, તે જણાવવા માટે ટેસ્ટ પણ આપવી પડશે.

2. ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં પણ મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. કુદરતી સોંદર્યથી શોભતા આ દેશમાં તમને જુદા જુદા કલ્ચરના લોકોને મળવાની તક મળે છે. સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયા પણ સારી તક પૂરી પાડે છે.

ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા મેળવવા માટે આટલું જરૂરી છે.

  • તમે જે નોકરી કે કામ માટે અરજી કરી રહ્યા છો, તે કામ કે નોકરી વિઝા માટેના જરૂરી કામના લિસ્ટમાં હોવી જરૂરી છે.
  • તમે જે કામ માટે અરજી કરી રહ્યા છો, તેના માટેની જરૂરી સ્કીલ્સ તમારી પાસે હોવી ફરજિયાત છે.
  • તમને અંગ્રેજી ફાવે છે, તેના પુરાવા જેમ કે     IELTS, TOEFL, PTEનું રિઝલ્ટ
  • તમે તંદુરસ્ત છો તે દર્શાવતું હેલ્થ સર્ટિફિકેટ અને તમારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી નથી થઈ તેનું પોલીસ સર્ટિફિકેટ
  • કેટલાક કિસ્સામાં વર્ક વિઝા માટે ઓસ્ટ્રેલિયન એમ્પલોયરનું સ્પોન્સરશિપ સર્ટિફિકેટ જરૂરી છે. 
  • કેટલાક વિઝામાં ઉંમરની મર્યાદા હોય છે, એટલે તમારી ઉંમર નિયર મર્યાદામાં હોવી જરૂરી છે.
  • કેટલાક કિસ્સામાં તમારે અલગથી પોઈન્ટ ટેસ્ટ આપવી પડે છે. જેમાં તમારા પોઈન્ટ્સ અંગ્રેજી ભાષાનું નોલેજ, તમારા વર્ક એક્સપીરિયન્સ, અભ્યાસ પર આધારિત છે.

3. જર્મની

જર્મનીની હેલ્થકેર સિસ્ટમ આખા વિશ્વમાં સૌથી શાનદાર છે, સાથે જ અહીં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઉચ્ચ કક્ષાનું છે. જો તમારી પાસે સારી સ્કીલ છે, તો જર્મની આવા વ્યક્તિઓને આવકારે છે.

જર્મનીના વર્ક વિઝા માટે આટલું તૈયાર રાખો

  • સૌથી પહેલા તમારી પાસે જર્મન એમ્પલોયરનો ઓફિશિયલ જોબ ઓફર લેટર હોવો જરૂરી છે, જેમાં તમારી પોઝિશન, પગાર, કોન્ટ્રાક્ટનો ગાળો લખેલો હોય.
  • તમારા એમ્પલોયર તરફથી તમારા માટે જર્મનીની ફેડરલ એમ્પલોયમેન્ટ એજન્સી પાસે માગવામાં આવેલી વર્ક પરમિટ
  • તમે જે નોકરી માટે સિલેક્ટ થયા છો, તેના માટે તમારી પાસે સ્કીલ્સ છે અને તમે ક્વોલિફાઈડ છો, તેનું પ્રૂફ.
  • કદાચ તમારે તમારું ક્વોલિફિકેશન સાબિત કરવા માટે એક્ઝામ પણ પાસ કરવી પડી શકે છે.
  • તમે જર્મનીમાં રહો, ત્યારે ત્યાંનો ખર્ચ કાઢવા માટે તમારી પાસે પૂરતું ફંડ છે, તેનો પુરાવો.
  • જર્મનીમાં રોકાણ દરમિયાન વેલિડ હેલ્થ ઈન્સ્યોરન્સ હોવો જરૂરી છે.
  • તમારી નોકરી પ્રમાણે તમને થોડુંક પણ જર્મન આવડવું જરૂરી છે.

4. સિંગાપોર

સિંગાપોર ઈન્ટરનેશનલ બિઝનેસ માટેનું મોટું હબ છે, અહીં પણ સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ માટે ઘણી તક રહેલી છે.

સિંગાપોરના વિઝા મેળવવા માટે જરૂરી દસ્તાવેજ

  • સિંગાપોર બેઝ્ડ એમ્પલોયર પાસેથી ઓફિશિયલ જોબ ઓફરનો લેટર
  • તમારી નોકરી માટે જરૂરી ક્વોલિફિકેશન અને અનુભવનો પુરાવો.
  • તમારા એમ્પલોયર દ્વારા તમને આપવામાં આવેલી સ્પોન્સરશિપ અને સ્થાનિક સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરીનો દસ્તાવેજ.
  • બેકગ્રાઉન્ડ ચેક, મેડિકલ એક્ઝામિનેશન અને સિક્યોરિટી ક્લિયરન્સ
  • જર્મન સરકાર દ્વારા લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવ્યું છે, તમારી સેલરી તેટલી કે તેના કરતા વધારે છે, તેનો પુરાવો.
  • કેટલાક વર્ક વિઝા માટે તમારી પાસે નિશ્ચિત વર્ષ કે મહિનાનો વર્ક એક્સપીરિયન્સ પણ હોવો જરૂરી છે.
  • જો તમારું કામ ભાષાને લગતું છે, તો તમને નોકરી માટે જરૂરી ભાષા આવડે છે, તેનો પુરાવો.

વધુ વાંચોઃ અમેરિકા દ્વારા H1-B સહિત અન્ય વિઝા કેટેગરીઝમાં પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝ વધારાઈ, જાણો કેટલો વધારો થયો

5. ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ પણ ભારતીયોનો ગમતો દેશ છે. મોટી સંખ્યામાં ભારતીયો અહીં અભ્યાસ કરવા અને નોકરી કરવા જાય છે. ન્યૂઝીલેન્ડ પોતાના વર્ક-લાઈફ બેલેન્સ માટે ફેમસ છે.

ન્યૂઝીલેન્ડના વિઝા માટે જરૂરી દસ્તાવેજ

  • તમે જે નોકરી માટે સિલેક્ટ થયા છો, તે કરવા માટે તમે સક્ષમ છો, તમને તેનો અનુભવ છે તેનો દસ્તાવેજ
  • તમને અંગ્રેજી ભાષા આવડે છે, તેનું સર્ટિફિકેટ.
  • તમે સંપૂર્ણ રીતે તંદુરસ્ત છો અને ગુનાખોરીમાં સપડાયેલા નથી તેના સર્ટિફિકેટ
  • તમે ન્યૂઝીલેન્ડમાં રહો છો, ત્યાં સુધી સર્વાઈવ કરવા માટે તમારી પાસે પૂરતું ફંડ છે, તેનો પુરાવો એટલે કે બેન્ક સ્ટેટમેન્ટ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ