બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / American government increased premium processing fees for H1 B visas and other categories

મોંઘુ પડશે / અમેરિકા દ્વારા H1-B સહિત અન્ય વિઝા કેટેગરીઝમાં પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝ વધારાઈ, જાણો કેટલો વધારો થયો

Last Updated: 10:25 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુદી જુદી વિઝા કેટેગરીઝમાં પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં વધારો કરાયો છે. જે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં વધારો કરવામાં આવ્યો છે, તેમાં H1-B વિઝા એપ્લીકેશન્સ પણ સામેલ છે.

અમેરિકાની સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ દ્વારા નવો નિયમ ઘડવામાં આવ્યો છે, જે મુજબ જુદી જુદી વિઝા કેટેગરીઝમાં પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં વધારો કરાયો છે. જે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં વધારો કરવામાં આવ્યો છે, તેમાં H1-B વિઝા એપ્લીકેશન્સ પણ સામેલ છે. 

બજેટ પ્લાન કરતા ધ્યાન રાખજો

અમેરિકાના ઈમિગ્રેશન એટર્નીનું કહેવું છે કે જે એમ્પલોયર્સ પોતાના એમ્પલોઈને સ્પોન્સર કરી રહ્યા છે, તેમણે આગામી વર્ષમાં પોતાના બજેટ પ્લાનિંગ દરમિયાન આ નવી પ્રીમિયમ પ્રોસેસિંગ ફીને ધ્યાનમાં રાખવી જોઈએ. સામાન્ય રીતે H-1B વિઝા માટેની અરજી માટે સૌથી પહેલા ઈ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, જે માર્ચમાં શરૂ થશે. ત્યાર બાદ લોટરી થશે અને છેલ્લે સિલેક્ટેડ લોકો વિઝા માટે ફાઈનલ અરજી કરી શક્શે.

વધેલી આવકનો અહીં કરાશે ઉપયોગ

USICS એટલે કે અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝના કહેવા પ્રમાણે,'આ પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં થયેલા વધારાને કારણે આવકમાં જે વધારો થશે, તેનો ઉપયોગ નાગરિકોને પ્રીમિયમ સર્વિસ આપવામાં કરાશે, જેમ કે ન્યાયિક પ્રક્રિયામાં સુધારો કરાશે, બેનિફિટ રિક્વેસ્ટ માટેનો બેકલોગ ઘટાડવામાં આવશે અને USCISની પ્રક્રિયાઓને પણ વધુ વ્યવસ્થિત કરવામાં આવશે.'

પ્રોસેસિંગ ફીઝમાં આટલો વધારો

નોન ઈમિગ્રેશન વર્કર એપ્લિકેશન જેમ કે H1-B અને L1 Visas માટે વપરાતા Form I-129 માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં 12 ટકા વધારીને 2,805 ડૉલર્સ કરી દેવામાં છે. આ ફી વધારો આજથી એટલે કે 26 ફેબ્રુઆરીથી જ લાગુ થઈ ચૂક્યો છે. 

જાણો કેટલો ખર્ચ વધશે?

આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ અને H-1B વિઝા હોલ્ડર્સના સ્પાઉસ અથવા તેમના ડિપેન્ડન્ટ્સ જે પોતાનું નોન ઈમિગ્રેશન સ્ટેટસ ચેન્જ કરવા અથવા એક્સટેન્ડ કરવા ઈચ્છે છે, તેમા જે ફોર્મ આઈ-539 વાપરવામાં આવે છે, તેના પરની પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં  1,750 ડૉલર્સથી વધારીને 1,965 ડૉલર્સ કરી દેવામાં આવી છે.  એમ્પલોયમેન્ટ ઓથોરાઈજેશન ઉપરાંત F-1 સ્ટુડન્ટ્સ દ્વારા ઓપ્શન પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ માટે જે Form I-765 યુઝ કરવામાં આવે છે, તેની ફીઝ  1,500 ડૉલરથી વધારીને 1,685 ડૉલર કરી દેવામાં આવી છે .

પ્રીમિયમ પ્રોસેસિંગ ફી શું છે?

જે એપ્લીકન્ટ પ્રીમિયમ પ્રોસેસિંગ દ્વારા વિઝા એપ્લીકેશન કરે છે, તેમની એપ્લીકેશન પર વહેલામાં વહેલી તકે નિર્ણય કરવામાં આવે છે. જેમ કે Form I-539, Form I-765 માટે નિર્ણય લેવાની સમયમર્યાદા 30 કેલેન્ડર દિવસની છે. જ્યારે H-1B વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગનો સમયગાળો માત્ર 15 દિવસનો જ છે. એટલે કે આટલા દિવસમાં તમારી અરજી પર નિર્ણય આવી જશે.

વધુ વાંચો: નાગરિક હોય ભારતના અને રહેતા હોય ફોરેનમાં, તો ઈન્કમ ટેક્સ ભરવો જરૂરી? જાણો A ટુ Z તમામ ડિટેલ્સ

જૂન 2021થી લઈને જૂન 2023 સુધી વધેલા ફૂગાવાને કારણએ પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં વધારો કરવામાં આવ્યો છે. USCISના કહેવા પ્રમાણે હવેથી દર બે વર્ષે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં વધારો કરવાની સિસ્ટમ પર વિચાર કરાઈ રહ્યો છે. જો કે હાલ જે કેસિસ પ્રીમિયમ સર્વિસમાં ઓલરેડી છે, તેમના માટે ટાઈમફ્રેમ ચેન્જ કરવા પર કમિટી કોઈ વિચાર નથી કરી રહી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

America NRI h1 b visa usa visa અમેરિકા અમેરિકાના વિઝા nri news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ