બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Canada-India relations s jaishankar slams justin trudeau asks for proofs of nijjar murder

પ્રતિક્રિયા / Canada-India relations: 'ભારત સરકારની આવી નીતિ જ નથી', અમેરિકાથી એસ. જયશંકરનો ટ્રુડોને જવાબ

Arohi

Last Updated: 08:50 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada-India Relations: વિદેશમંત્રી એસ જયશંકરે કેનેડાના પક્ષને ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યાના સંબંધમાં ખાસ જાણકારી આપવાનું આશ્વાસન આપ્યું. જયશંકરે કહ્યું અમે કેનેડાના લોકોને કહ્યું છે કે તે ભારત સરકારની નીતિ નથી.

  • વિદેશમંત્રી જયશંકરનો USથી હુંકાર
  • ભારત સરકારની આવી નીતિ જ નથી
  •  એસ. જયશંકરનો ટ્રુડોને જવાબ

વિદેશમંત્રી એસ જયશંકરે કેનેડાના પક્ષને ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યાના સંબંધમાં ખાસ જાણકારી આપવાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું, "અમે તેના પર વિચાર કરવા માટે તૈયાર છીએ."

ન્યૂયોર્કમાં ડિસ્કશન એટ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં બોલતા તેમણે જણાવ્યું, "અમે કેનેડાના લોકોને કહ્યું કે આ ભારત સરકારની નીતિ નથી. જો તમારી પાસે કંઈ ખાસ છે તો જણાવો. અમે તે જોવા માટે તૈયાર છીએ. કેનેડાએ હજુ સુધી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવોને સમર્થન કરવા માટે કોઈ સાર્વજનિક પુરાવા ઉપલબ્ધ નથી કરાવ્યા. તેમણે કહ્યું કે છલ્લે થોડા વર્ષોમાં કેનેડામાં ઘણા સંગઠિત અપરાધ થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી જાણકારી આપી છે."

પાછલા થોડા વર્ષોમાં કેનેડામાં હકીકતે અલગાવવાદી, સંગઠિત અપરાધ, હિંસા અને ઉગ્રવાદ સાથે સંબંધિત ઘણા સંગઠિત અપરાધ જોવા મળ્યા છે. આ બધુ એક બીજા સાથે જોડાયેલું છે. અમે વિશિષ્ટતાઓ અને સુચનાઓ વિશે વાત કરી રહ્યા છીએ. અમે તેમને સંગઠિત અપરાધ અને નેતૃત્વ વિશે પણ ઘણી જાણકારીઓ આપી હતી. જે કેનેડાથી સંચાલિત છે. અમુક આતંકવાદી નેતા છે જેમની ઓળખ કરી લેવામાં આવી છે. 

વિદેશમંત્રીએ ભારતીય રાજદ્વારીઓને ધમકીઓ અને ભારતીય વાણિજ્ય દૂતાવાસો પર હુમલાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "અમારી ચિંતા એ છે કે રાજનૈતિક કારણોથી આ હકીકતે ખૂબ વધારે અનુચિત છે. અમારા રાજદ્વારીઓને ધમકામમાં આવ્યા છે. અમારા વાણિજ્ય દૂતાવાસો પર હુમલો કરવામાં આવ્યો છે. કેમ લોકતંત્ર આ પ્રકારના કામ કરે છે. જો કોઈ મને અમુક તથ્યપૂર્ણ જાણકારી આપે છે તો તેને કેનેડા સુધી સીમિત રાખવાની જરૂર નથી. હું તેના પર ધ્યાન આપીશ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ