બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Campaign to catch stray cattle started from today in cities including Vadodara, Ahmedabad

કાર્યવાહી / વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં આજથી રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ, જામનગરમાં તો ટીમ બે શિફ્ટમાં કામ કરશે

Priyakant

Last Updated: 01:48 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Stray Cattle News: રખડતાં ઢોર મામલે હાઇકોર્ટની ફટકાર બાદ હવે તંત્ર એક્શન મોડમાં,  વડોદરા, અમદાવાદ, જામનગરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી પુરજોશમાં

  • રખડતાં ઢોર મામલે હાઇકોર્ટની ફટકાર બાદ હવે તંત્ર એક્શન મોડમાં
  • રખડતા ઢોર અંગે તંત્ર થયુ સાબદું, ઢોર પાર્ટી પર હુમલાની ઘટનાઓ વધી
  • AMCની ટીમ ઢોર પકડવા પોલીસની ટીમ સાથે પહોંચી 

Gujarat Stray Cattle News : રાજ્યમાં રખડતાં ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં આજથી રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરાઇ છે. આ તરફ જામનગરમાં તો આ ટીમ બે શિફ્ટમાં કામ કરશે. આ તરફ ઢોર પાર્ટીની ટીમો પર હુમલા વધતાં તંત્ર પોતાની સાથે પોલીસ રાખી રહી છે. આ તરફ  વડોદરામાં કેટલ પોલિસીનો અમલ સાથે પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ છે. 

પોલીસને સાથે રાખી તંત્ર દ્વારા કામગીરી શરૂ 
રખડતાં ઢોરનાં ત્રાસ સામે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર દોડતું થયું છે. આ તરફ ઢોર પાર્ટીની ટીમો પર હુમલા વધતાં તંત્ર પોતાની સાથે પોલીસની ટીમ રાખી રહી છે. જેને લઈ આજે અમદાવાદના વાડજ વિસ્તારનાં કિરણ પાર્ક સોસાયટી પાસે ઢોર પકડવાની કામગીરી કરાઇ હતી. ઢોર પકડવામાં AMCનાં DYMCની ટીમ સાથે પોલીસ તૈનાત છે. AMC ની ટીમ પોલીસનો મોટો કાફલો લઇ ઢોર પકડવા પહોંચી હતી. 

જામનગરમાં ઢોર પકડવા માટેના 8 કર્મીઓ કરશે કામ
હાઈકોર્ટની ટકોર બાદ જાગેલ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. રખડતા ઢોરને પકડવા ફરી ઝુંબેશ શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે જામનગર મનપાની ટીમ બે શિફ્ટમાં કામગીરી કરશે. આ સાથે ઢોર પકડવા માટેના 8 કર્મીઓ કામ કરશે. રખડતાં ઢોરને પકડી લેવા મનપા દ્વારા બે ટીમને શહેરમાં દોડતી કરવામાં આવશે. 

વડોદરા કેટલ પોલિસીનો અમલ 
વડોદરામાં આજથી કેટલ પોલિસીના અમલ સાથે પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ છે. આ તરફ વારસિયા વિસ્તારમાં પશુમાલિકોએ હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં માલધારીઓને શહેર બહાર જગ્યા ફાળવવા માંગ કરાઇ છે. જગ્યા ફાળવ્યા બાદ કેટલ પોલિસીનો અમલ કરવા માંગ કરાઇ છે. આ તરફ મનપાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 11 ગાયો પકડવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ