બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Came to Ahmedabad by flight to save money for cricket betting, broke ATM and stole Rs 10 lakhs, method of theft was astonishing

ધરપકડ / ક્રિકેટના સટ્ટામાં રૂપિયા રોકવા ફ્લાઇટ પકડી અમદાવાદ આવ્યા, ATM તોડી 10 લાખ ઉઠાવ્યા, ચોરીની રીત હેરાનમાં મૂકે તેવી

Vishal Khamar

Last Updated: 11:14 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીને ATM ચોરી કરતી આંતર રાજ્ય ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા ગેંગનાં સભ્યોની પૂછપરછ કરતા આશ્ચર્ય ચકિત કરે તેવી વિગત સામે આવી હતી. ઝડપાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ અન્ય રાજ્યોમાં પણ હત્યાનાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એલ.સી.બી. ને મળી મોટી સફળતા
  • ATM માંથી ચોરી કરતી આંતર રાજ્ય ગેંગની કરી ધરપકડ
  • એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે ફ્લાઈટનો ઉપયોગ કરતા

ક્રિકેટના સટ્ટાની રમતમાં પૈસા રોકવા માટે ATM  તોડી પૈસાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન ચાર દ્વારા કરવામાં આવ્યો છે.  પોલીસે આ ગેંગના બે આરોપી સમયજયોત સીંગ અને રવિન્દ્ર ગિલ ની ઝડપી પાડ્યા છે. મોટી વાત એ છે કે ચોરી કરવા માટે પણ ગેંગના બે સભ્યો એક શહેરમાંથી બીજા શહેરમાં ફ્લાઇટ મારફતે જ હતા.

ચોરી કરવા માટે OLX પરથી ટુ વ્હીલર ખરીદ્યુ
આ બંને આરોપીઓ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી ગેસ કટર વડે ATM મશીનને કાપીને રૂપિયા 10, 72,000 ની ચોરી કરી લીધી હતી. આરોપીઓએ ATM  ચોરી કરવા માટે olx પરથી ટુવ્હીરલ ખરીદ્યું હતું અને નજીકની હોટેલમાં બનાવટી આધાર કાર્ડના આધારે રોકાયા હતા. સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં ઓક્સિજન સિલિન્ડર અને ATM  કટ કરવાનો સામાન પણ ખરીદ્યો હતો. રાત્રે 2:00 વાગે ATM માં પ્રવેશીને એટીએમનું શટલ બંધ કરી રૂ.500 ની નોટોની ચોરી કરી હતી. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ખાનગી બેંકના ATM  માંથી પૈસા ચોરી કર્યા બાદમાં પણ તેઓ ફ્લાઇટ મારફતે દિલ્હી ભાગી ચૂક્યા હતાં. 

આરોપીઓ સામે અન્ય રાજ્યોમાં હત્યાનાં અનેક ગુના નોંધાયેલ
આ બંને આરોપીઓએ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડીસા, પંજાબ અને રાજસ્થાનમાં પણ ATM તોડીને પૈસા ની ચોરી કરી ચૂક્યા છે. માત્ર ATM ચોરી નહિ પરંતુ આરોપીઓ પર અલગ અલગ સ્થાનો પર હત્યા અને હત્યાના પ્રયાસના ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે.

ચૈતન્ય માંડલિક (DCP, ક્રાઈમ બ્રાંચ)

સિક્યુરિટી વગરનાં ATM  સેન્ટરને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપતા
સમરજ્યોત સીંગ આ ગેંગનો મુખ્ય સાગરીત છે. અમદાવાદ માં નારતોલ પાસે 8 વર્ષ પહેલા કામ કરતો હતો. જેથી અમદાવાદના વિસ્તારોમાં ફરી સિક્યુરિટી વગરના ATM સેન્ટરને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપતા હતા.

કાનન દેસાઇ (DCP, ઝોન-4)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ