બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cabinet meeting chaired by CM today: Issues ranging from security of INDvsPAK match to Navratri planning will be discussed

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: INDvsPAK મેચની સુરક્ષાથી લઇને નવરાત્રીના આયોજન સહિતના મુદ્દાઓ ચર્ચાશે

Malay

Last Updated: 08:45 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10.30 કલાકે યોજાશે કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીમાં આરોગ્ય વિભાગના આયોજન સંદર્ભે થશે ચર્ચા

  • આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે
  • CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
  • ભારત પાકિસ્તાન મેચની સુરક્ષાની બાબતે કરાશે ચર્ચા

ગાંધીનગર ન્યૂઝઃ આજે ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે, પરંતુ ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું. 

Image

ભારત-પાકિસ્તાન મેચને લઈને કરાશે સમીક્ષા 
આજે સીએમની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટની બેઠકમાં 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની મેચની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જેથી સ્ટેડિયમમાં અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસને પેટ્રોલિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. 

નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી મામલે કરાશે ચર્ચા 
આ ઉપરાંત આજની બેઠકમાં 15મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રીના પર્વને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે નવરાત્રી પહેલા જ અનેક વિસ્તારોમાંથી ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આજની કેબિનેટની બેઠકમાં 108ની ટીમોને ક્યાં ડિપ્લોય કરવી તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે. 

BIG NEWS: આવતીકાલે સવારે 9 વાગ્યે CM <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ભૂપેન્દ્ર-પટેલ' title='ભૂપેન્દ્ર પટેલ'>ભૂપેન્દ્ર પટેલ</a> કરશે મોટી જાહેરાત, હર્ષ  સંઘવીએ આપી માહિતી | CM Bhupendra Patel big announcement on Youth and Sports  Harsh Sanghvi

અતિવૃષ્ટિ સહાય સંદર્ભે કેબિનેટમાં થશે સમીક્ષા 
આજની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તો અતિવૃષ્ટિ સહાય સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ