બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Cabinet Meeting: Anurag Thakur said that fertilizers prices including urea will not raise

BIG BREAKING / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: યુરિયાની કિંમતમાં નહીં થાય કોઇ વધારો, ખેડૂતોને સબસિડી મળતી રહેશે

Vaidehi

Last Updated: 03:48 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યોજાયેલ કેબિનેટ મીટિંગમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ખેડૂતોને ખાતર માટે સબસિડી મળતી રહેશે અને ખાતરની કિંમત પર સરકાર કોઈ અસર થવા નહીં દે.

  • કેબિનેટ મીટિંગમાં ખેડૂતોને લઈને લેવાયો નિર્ણય
  • ખાતરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં
  • ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટ મીટિંગ થઈ હતી જેમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટની મીટિંગ દરમિયાન થયેલા નિર્ણયો અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતોનાં ખાતરમાં સબસિડી મળતી રહેશે અને ખેડૂતોની કિંમતો પર સરકાર કોઈપણ પ્રકારની અસર થવા દેશે નહીં.

યૂરિયાને લઈને નિર્ણય
કેબિનેટ મીટિંગમાં લેવામાં આવેલ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ફર્ટિલાઈઝરની કિંમત પર કોઈ અસર થશે નહીં. ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે અને યૂરિયાની કિંમતમાં એક પૈસાનો પણ વધારો નહીં થાય.

યૂરિયાને લઈને નિર્ણય
કેબિનેટ મીટિંગમાં લેવામાં આવેલ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ફર્ટિલાઈઝરની કિંમત પર કોઈ અસર થશે નહીં. ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે અને યૂરિયાની કિંમતમાં એક પૈસાનો પણ વધારો નહીં થાય. 

વધતી કિંમતોની અસર ભારતીય ખેડૂતો પર નહીં થાય
મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિંમતની અસર દેશનાં ખેડૂતોને પડવા નહીં દે.  રવિસત્ર માટે ન્યૂટ્રિએંટ બેસ્ટ સબસિડી પ્રદાન કરવામાં આવશે. વર્ષ 2021થી જ સબસિડીનાં દરને એ પ્રકારને નક્કી કરવામાં આવ્યાં છે જેથી ખેડૂતો પર ભાવ વધારાની અસર ન થાય. ખેડૂતોએ એક રૂપિયો પણ ન આપવો પડે. તેમણે આગળ કહ્યું કે યૂરિયા પર પણ એક રૂપિયાનો ભાવ નહીં વધે અને Mop 45 રૂપિયા પ્રતિ બોરી પર મળશે. યૂરિયા, DAP પહેલાની કિંમત પર જ મળતા રહેશે.

1 ઓક્ટોબર 2023થી 31 માર્ચ 2024 સુધીની રવિ સિઝન માટે સબસિડી નીચે મુજબ હશે.
નાઈટ્રોજન માટે રૂ. 47.2 પ્રતિ કિલો,
ફોસ્ફરસ રૂ. 20.82 પ્રતિ કિલો,
પોટાશ સબસિડી રૂ. 2.38 પ્રતિ કિલો હશે,
સલ્ફર સબસિડી 1.89 રૂપિયા પ્રતિ કિલો હશે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ